SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત યૌવનવય પામે. મલશ્રી’ નામની કન્યા સાથે વિવાહ કર્યો, ભેગો ભગવતે હતો. કેઈક સમયે સંસાર-સ્વરૂપ સમજી, વૈરાગ્ય પામી, બલરાજા “મહાબલને રાજ્યાભિષેક કરીને તેવા પ્રકારના આચાર્યની પાસે દીક્ષા લઈને કર્મો ખપાવીને મોક્ષે ગયા. મહાબલરાજ બાલ્યકાળની ધૂળ-ક્રિીડા કરતાં કરતાં ઉત્પન્ન થયેલ મોટા વિશ્વાસવાળા છે મિત્રો સાથે રહીને રાજ્ય પાલન કરતા હતા. આમ સંસાર વહી રહેલે હુતે, દિવસે પસાર થતા હતા, પુત્રાદિક ભાંડરડા ઉત્પન્ન થયા પછી, વૈરાગ્ય પામેલા જિનવચન ભાવતા સાતે જણે મહામહે સંકેત કર્યો કે, “આપણે સાતે સરખા સુખથી સુખી, સરખા દુઃખથી દુઃખી, જે એક કરે તે સર્વેએ વગર વિચાર્યું કરવું.” આ પ્રમાણે સંકેત કર્યા પછી અલ્પ વિષયવાળા થયા. તે સમયે આચાર્ય ભગવંતની પધરામણ થઈ. તેમની પાસે જિનેપદિષ્ટ ધર્મ સાંભળે. વૈરાગ્ય ઉત્પન્ન થયે. દીક્ષા લીધી. સાતે જણે સૂત્રને અભ્યાસ કર્યો, તપકર્મ કરવામાં ઉદ્યમવાળા થયા. એ સાતેમાં એક મહાબેલે માયાથી છ મિત્ર કરતાં અધિક તપ કર્યું હતું. આ માયા કરવાના ગે સ્ત્રીવિપાકવાળું કર્મ બાંધ્યું. વળી તીર્થંકરનામ ગોત્ર પણ બાંધ્યું. યથક્ત વિહાર કરીને શરીરની સંલેખના કરી, કાલ કરીને સાતે જણ વૈજયન વિમાનમાં કંઈક ન્યૂન તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા અને મહાબલ સંપૂર્ણ તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી અનુત્તર વિમાનનું આયુષ્ય પાળીને પ્રથમના છ જણ ચ્યવીને ઉચિત એવા ક્ષત્રિયકુલેમાં જબૂદ્વિીપના ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયા. મહાબલ રાજાને જીવ ત્યાંથી ચ્યવને “મિથિલા નગરીને “કુંભ” રાજાની “પ્રભાવતી’ ભાર્યાની કુક્ષિ વિષે ચૌદ સ્વમ દેખવા પૂર્વક ફાલ્ગન શુકલ ચતુર્થીના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે તે વિમાનના સુખને ત્યાગ કરીને પરલેકના કાર્ય કરવામાં ઉદ્યમવાળા ઉત્પન્ન થયા. બરાબર નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા, ત્યારે માર્ગશીર્ષ શુકલએકાદશીના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતી રાણીએ સુખપૂર્વક પુત્રીને જન્મ આપ્યું. “માયાપ્રત્યયિક કર્મોદયથી સ્ત્રી–વિપાક અવશ્ય ભેગવવા જઈએ” તે કારણે તીર્થંકરનામકર્મને ઉદય હોવા છતાં પણ તેવા પ્રકારના સ્વભાવના અનુભાવથી આશ્ચર્યભૂત સ્ત્રીલિંગવાળા તીર્થકર ઉત્પન્ન થયા. તેઓ ગર્ભમાં હતા, ત્યારે માતાએ વિકસિત મલ્લિકા જાતિના પુષ્પરાશિના રસની સુગંધીથી આકર્ષાયેલા ભમરાના કુળેથી વ્યાપ્ત પુષ્પગુચ્છ દેખે હેવાથી “મલ્લિ” એવું ભગવંતનું નામ સ્થાપન કર્યું. કમે કરી મલ્લિસ્વામી વૃદ્ધિ પામ્યા, તેને વરવા માટે છએ જણા આવ્યા. મલ્લિરવામીએ અવધિજ્ઞાનથી છએને ઓળખ્યા. પિતા પાસે છએને પિતાની વરવાની પસંદગી સ્વીકાર કરાવી. મોટો મંડપ કરાવ્યું. તેના મધ્યભાગમાં પિતાના રૂપ સરખી સુવર્ણમય પુત્તલિકા બનાવરાવી. તેના મસ્તકના ભાગના છિદ્રમાંથી દરરોજ પિતે જે આહાર વાપરે, તેમાંથી થોડું થોડું તેમાં નંખાવે ત્યાર પછી નક્કી કરેલા લગ્ન દિવસે એ જણ આવ્યા. દરેકને ઉતારી આપ્યા, ત્યાં તેઓ ઉતર્યા. બધાને મંડપના મધ્યભાગમાં લાવ્યા. સુવર્ણપૂતલીના મસ્તકના ઢાંકેલા છિદ્રને ઉઘાડી નાખ્યું. તરત જ ઘણું દિવસના આહારની ગંધથી સપરિવાર આ કુલવ્યાકુળ થયેલા છએ રાજાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy