SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ચપન મહાપુરુષનાં ચરિત વિષયસુખવાળા આત્માને સતત-નહિ ઓલવાતી અગ્નિની શિખાસમૂહવાળા સંસાર-સમુદ્રની ભમરીના મુખ સરખા, દુઃખની ખાણ સમાન, નરકમાં પડવાનું થાય છે. પરમાધામીના પાદથી પ્રહાર પામેલ છાતી અને મુખરૂપી છિદ્રમાંથી બહાર નીકળતા કેગળાવાળી, કરવતથી ચીરીને બે ટૂકડા કરી વિદારણ કરેલા દેહવાળી, યંત્રના મધ્યભાગમાં ભેદાવાના કારણે ઉછળતા શબ્દોથી પૂર્ણ થયેલા દિશાન્તરવાળી, મર્યાદા-રહિત ઉંચે ઉછળતા અને બળતા મસ્તકના હાડકાં સમૂહવાળી, કડાયામાં ઉકળતા મુક્ત આકંદન કરતા કરેલા ઘણું પાપોને ભેગવટો કરાવનારી, શૂળીથી ભેદાએલા ઊંચા ઉછાળેલા દેહના સમૂહવાળી, અત્યંત અંધકાર અને દુર્ગધવાળા કેદખાના-સરખી, અસહ્ય દુઃખ-કલેશવાળી, છેદેલા હાથ–પગમાંથી નીતરતા રુધિર-ચરબીના દુર્ગમ પ્રવાહવાળી, ગીધડાની ચાંચથી નિયપણે ફેલી ફેલીને મસ્તકથી છૂટા કરેલા શરીરવાળી, મજબૂતપણે પકડેલા તપાવેલા લાલચેળ સાંડસાના અગ્રભાગથી વિષમ પ્રકારે ખેંચી કાઢેલ જીભવાળી, તીણ અંકુશની અણીથી કાપેલા કાંટાળા વૃક્ષના અગ્રભાગથી જજે, રિત થયેલા દેહવાળી, આંખના પલકારા જેટલા સમયના સુખની દુર્લભતાવાળી, વ્યાકુળતા કરાવનાર દુઃખવાળી, આવી ભયંકર અનેક દુઃખેથી પૂર્ણ નારકીમાં તેઓ જાય છે, જેઓ મહાન વિષયમાં રાગાંધ બની સ્ત્રીઓના કેમળ સુંદર વચને અને ચંચળ નેત્રેથી ઠગાય છે.” વળી કહે છે–વળી તે છએ જણને કહે છે કે-અનુત્તર વિમાનના મધ્યભાગમાં રહેલા અને સરખા બાદ્ધિ-ભેગે ભેગવતા આપણે પરમાર્થવાળું અનુપમ સુખ અનુભવ્યું, તે તમે ભૂલી ગયા? દુઃખના પ્રતિકાર સ્વરૂપ, વિષયથી ઉત્પન્ન થયેલા સુખમાં પરિણમે વિરસ એવા સંસારના ભોગ-સુખમાં કયે પુરુષ અનુરાગ કરે ? જેમ સૂર્યના અતિશય તાપથી સંતાપ પામેલા સુંદર છાયડે પામીને ચાલી ગયેલી દાવેદનાવાળે તેના ગ્રહણમાં સુખ માને છે. અતિ સહ શિશિર ઋતુના પવનથી ઠુંઠવાઈ ગયેલ, સળગતા અગ્નિને મેળવીને ઉડી ગયેલી ઠંડીવાળે વિવેક વગરને હોય, તે જ તેમાં સુખ માને . જઠરાગ્નિના દાહથી તપેલો-સુધાવેદના પામેલ કોઈ પ્રકારે ભજન પ્રાપ્ત કરે અને શમેલી સુધાવાળે તેમાં સુખ માને, તે અણસમજુ સમજો. ખણ કે ખસની વેદના થતી હોય, તેને નખથી ખણવામાં જે સુખ થાય, અગ્નિને તાપ લેવાથી વેદના શાન્ત થાય, તેમાં સુખ કેવી રીતે ગણવું ? આ પ્રમાણે દુખના અભાવમાં સુખબુદ્ધિ માનનારા વિવેકી-સમજુ ન ગણાય. યથાર્થ સુખનું સ્વરૂપ સમજીને સંસારના કારણભૂત વિષ ને ત્યાગ કરીને કલ્યાણ, અચલ, રોગરહિત, સુખ અને દુઃખથી રહિતપણું ઉપાર્જન કરે છે. મલ્લિતીર્થકર ભગવંતનાં આવાં અમૃત સરખાં શુભરસવાળાં વચને સાંભળીને પવનથી જેમ મેઘ–પંકિતઓ, તેમ તેમને મિથ્યાત્વ-અંધકાર વિખરાઈ ગયે. આ પ્રમાણે સમ્યકત્વ પામેલા તેઓએ કહ્યું કે-“ તમે અમારે મેહ નાશ કર્યો, મોક્ષમાર્ગ પ્રગટ કરવા દ્વારા તમે અમારા ગુરુ થયા. જેટલામાં મહાસંવેગભાવ પ્રકટેલા શુભવિકવાળાની પરમાર્થકથા ચાલતી હતી, તેટલામાં લેકાન્તિક દે આવી પહોંચ્યા. “હે જગવત્સલ! સંસાર–સાગરને પાર પમાડવા –તારવા સમર્થ ! તીર્થ કરનારા ! દે, અસુરો અને મનુષ્ય માટે હે દેવ ! તીર્થની સ્થાપના કરે, જે તીર્થના પ્રભાવથી મનુષ્ય દેવેન્દ્ર-ચકવર્તી–બલદેવ વાસુદેવપણું આદિ અને કમે કરીને છેવટે સર્વદુઃખ-રહિત મેક્ષ પામે છે. હે ભુવનના ઈશ્વર ! સુખ-સંપત્તિના બીજભૂત તમારું તીર્થ પ્રાપ્ત થયે છતે બીજા પણ કેટલાક પૂજાવાલાયક અને શેભાગુણ આત્મામાં પ્રગટ થાય છે. ત્યાં સુધી જ મોહ-અંધકાર ફેલાય છે, ત્યાં સુધી જ નરક-તિર્યંચગતિમાં રખડવું પડે છે, ત્યાં સુધી જ મિથ્યાત્વના કલંકવાળે લેક હોય છે, જ્યાં સુધી તમારું તીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy