SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ વિરભદ્રને વિજ્ઞાનાતિશયવાળે વૃત્તાન્ત ધન–ક્ષય થવાથી, જળકલેલે વડે ધકેલાવાથી, ક્ષુધા-વેદનાથી મહાદ:ખસમૂહ અનુભવતી તે સમુદ્રકિનારે પહોંચીને વિચારવા લાગી. દેવના વિલાસે આવા પ્રકારેના હૈયે છે– - અતિવલ્લભ માતા-પિતાનો ત્યાગ કરીને, મારા પ્રિયપતિની સાથે આવી, તે બળેલા દેવે તેની સાથે પણ વિયેગ કરાવ્યું, તે પિતાના બંધુ–પતિ રહિત મંદભાગ્યવાળી અને કલંક આપવાના નિમિત્તભૂત એવી મારે હવે જીવવાનું શું પ્રયોજન છે? અરે મહાભયંકર જળહાથી, મગરમચ્છ આદિ જળચરેથી ગહન પારવગરના મહાસમુદ્રમાં પડેલા મારા પતિ કયાં ગયા હશે ? આમ અનેક પ્રકારે રુદન કરતી અનંગસંદરીને ત્યાં આવેલા મહાકસણાપૂર્ણ હદયવાળા એક તાપસકુમારે જે તે તાપસકુમાર તેને આશ્રમપદમાં લઈ ગયે. કુલપતિએ પણ લાંબા સમય સુધી તેની સામે જોઈને કહ્યું કે હે પુત્રી! અહીં વિશ્વાસપૂર્વક રહે, તને તારા ભર્તાર સાથે સમાગમ થશે. ત્યાર પછી જ્યાં સુધી તેની પૂર્વાવસ્થા પ્રાપ્ત ન થઈ ત્યાં સુધી કેટલાક દિવસે તાપસેએ તેની દેખભાળ રાખી. કુલપતિએ તે તેનું રૂપ-લાવણ્યાતિશય જોઈને “તાપસકુમારની સમાધિમાં વિદ્ધ કરનાર રૂપ હોવાથી વિચારીને કહ્યું કે- હે પુત્રી! અહીંથી બહુ દૂર નહિ એવું પમિનીખેટક નામનું નગર છે, ત્યાં વિશિષ્ટ પ્રકારના લેકે વસે છે. ત્યાં તને તારા થે સમાગમ થશે, માટે તું ત્યાં જા. તેણે કહ્યું કે- હે તાત! જેવી આપની આજ્ઞા ત્યાર પછી બે વૃદ્ધ તાપસયુગલ વળાવીયા આપીને તેને પમિની ખેટકમાં મોકલી. ત્યાં નગર બહાર તેને છોડી મૂકીને અમે અહીં નગરમાં પ્રવેશ કરતા નથી એમ કહીને તાપસ પાછા વળી ગયા. નગરની બહાર તે ટેળાથી વિખૂટી પડેલી ભેળી બુદ્ધિવાળી દરેક દિશામાં નજર કરતી હરણી માફક એકાકિની અનંગસુંદરી રહેલી હતી, તેટલામાં અનેક સાધ્વીના પરિવારવાળી સુવ્રતા નામના ગણિની તે માર્ગે આવ્યાં. સાધ્વીઓને દેખીને તેના હૃદયમાં શ્વાસ આવ્યો. સ્વસ્થ બની.યાદ આવ્યું કે, મારા પતિને આમને પ્રતિલાલતા મેં જોયા હતા, તેમની પાસે જઈને પૂર્વને અભ્યાસ હોવાથી વિધિથી સમ્યક્ પ્રકારે વંદના કરી. સિંહલદ્વીપને વિષે ચને પણ વંદન કર્યું હતું. ગણિનીએ પૂછ્યું કે– પુત્રિ સિંહલદ્વીપમાં યે ક્યાં છે? તું અહીં એકલી કેમ? તેણે કહ્યું કે, શાંતિથી સર્વ હકીક્ત તમને કહીશ.” તેટલામાં ગણિનીએ શરીરચિંતા ટાળી તેમની સાથે નગરમાં પ્રવેશ કર્યો. અનંગસુંદરીના રૂપતિશયથી આકર્ષાયેલા નગરના લોકો પરસ્પર વાત કરવા લાગ્યા કે, આ કોણ હશે? કયાંથી આવી હશે ? આ કેની સાથે સંબંધવાળી હશે? તેમ કરતાં ગણિની પિતાના ઉપાશ્રયે પહોંચ્યાં. ત્યાં જ રહેલી તારી પુત્રી પ્રિયદર્શનાએ તેને જોઈ પ્રકુલ્લિત નેત્રવાળી તેણે પૂછ્યું. પ્રિયદર્શનાએ પણ યથાગ્ય સાધ્વીઓને વંદના કરી. વીરભદ્રને સમાગમ થયે, ત્યારથી શરૂ કરી ગણિનીને સમાગમ-દર્શન થયાં સુધીને સર્વ આત્મ વૃત્તાન્ત કહ્યો. પ્રિયદર્શનાએ પૂછયું કે, તેને વર્ણ કે છે? અનંગસુંદરીએ કહ્યું કે, શ્યામ, પ્રિયદર્શનાએ કહ્યું કે, “એક શ્યામવર્ણ છેડીને સર્વ મારા ભર્તારને મળતું આવે છે. ગણિનીએ કહ્યું કે, “આ પૃથ્વી અનેકરાવાળી છે, બીજે કઈ તેવા પ્રકારને હશે. ફરી અનંગસુંદરીને કહ્યું કે, “હે પુત્રિ ! તું સ્વસ્થ ચિત્તે અહીં રહે. પતિ-સમાગમ સિવાય સર્વ તને અહીં મળી રહેશે. આ પ્રિયદર્શના તારી ભગિની જેવી જ છે, તે એની સાથે સદુધર્માનુષ્ઠાન કરવામાં તત્પર બનજે.' અનંગસુંદરીએ કહ્યું કે, “અત્યંત અનાચાર કરનાર હોવા છતાં પણ તે આટલું કાર્ય સુંદર કર્યું કે, જેથી તમારા દર્શન-સમાગમ થયા. “સુંદર ધર્મની પ્રાપ્તિ, ગુરુના ચરણ-કમળની આરાધના, જિનસેવા, સ્વાધ્યાયમાં તત્પર રહેવું–આ સર્વ અ૯પપુણ્યથી પ્રાપ્ત થતું નથી.” તે હે ભગવતી ! આ સંસારમાં પ્રિયના વિયોગે સુલભ છે, પણ જિનપદિષ્ટ ધર્મ-પ્રાપ્તિ દુર્લભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy