SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત ^^^^^^ ^^ ^ ^^^^^^^^ ^ ^^ ^^^ ^^ ^ છે. આપત્તિઓ સંસારમાં અવશ્ય આવનારી છે, પરંતુ તમારા સરખા ગુરુની સામગ્રી દુર્લભ છે. તેથી આવાં નિમિત્તોથી જ ઘણે ભાગે લેકે ધર્મબુદ્ધિ કરે છે. તે સિવાય ધર્મને યાદ કરતા નથી. તેથી ખરેખર હું કૃતાર્થ-ધન્ય થઈ છે કે, આપના ચરણ કમલની સેવા મને મળી. પ્રિયદર્શનાએ કહ્યું કે, હે સખી અનંગસુંદરી ! પ્રિયના સમાગમની જેમ તને દેખવાથી મારું હૃદય ઉછૂવાસ લઈ રહ્યું છે. તારા સમાગમથી મારા આત્મામાં કેઈ અનેરો જ આનંદ થાય છે. વધારે શું કહું? બંધુના વિયેગ-દુખથી દુઃખી થયેલા આત્માને વધારે કલેશ ન પમાડે. અનંગસુંદરીએ કહ્યું, “હે પ્રિયસખી ! તારાં દર્શનથી જ મારું બંધુના વિરહનું દુઃખ ચાલ્યું ગયું છે એ પ્રકારે એકબીજાના દર્શનમાં અતૃપ્ત રહેવા લાગ્યા. તેઓ બંને સાથે અભ્યાસ કરે છે, સાથે શ્રવણ કરે છે, સાથે કરવા લાયક અનુષ્ઠાન કરે છે અને રાતદિવસ નિત્ય સાધ્વીજીના સમાગમમાં જ સમય પસાર કરે છે. આ બાજુ વીરભદ્ર પણ વહાણ ભાંગી જવાથી એક પાટીયું પકડીને સમુદ્રમાં કલ્લોલથી આમ તેમ ધકેલાતે, બૂડતે “વળી ઉપર આવેતો એમ સાતમે દિવસે રતિવલ્લભ નામના વિદ્યાધરના જેવામાં આવ્યો તેણે તેને અદ્ધરથી ગ્રહણ કરી લીધે, તે તેને તાત્ર્ય પર્વતના શિખર પર લઈ ગયે. પિતાની મદનમંજૂષા નામની ભાર્યાને પુત્રપણે આપે. સમુદ્રમાં બૂડવાનું કારણ કહ્યું. તેણે પણ કહ્યું કે, “સિંહલદ્વીપથી જંબુદ્વિપ તરફ મારી ભાર્યા સાથે પ્રયાણ કરતાં વચમાં જ યાનપાત્ર ભાંગી ગયું, જેથી જાણે યમરાજાથી છૂટો હોઉં, તેમ એકલા મને પાર વગરના સમુદ્રમાંથી બહાર કાઢયો. મારી ભાર્યાની કેવી અવસ્થા હશે? તે ખબર નથી. વિદ્યારે વિદ્યાથી ઉપયોગ મૂકીને કહ્યું કે-- “તારી બંને ભાઓ પદ્િમની ખેટક નામના નગરમાં સુવ્રતા નામની ગણિની પાસે અભ્યાસ કરતી તથા તપ-ચરણ કરવામાં તત્પર બની રહેલી છે. એમ કહ્યું એટલે વીરભદ્ર વિશ્વસ્ત બન્યા. સમુદ્રમાંથી બહાર નીકળતાં જ શ્યામવર્ણ કરનારી ગુટિકા કાઢી નાખી, એટલે સ્વાભાવિક પૂર્વનું રૂપ હતું તેવું રૂપ થયું. વાવેગની વેગવતી નામની ભાર્યાની રત્નપ્રભા નામની પુત્રી સાથે લગ્ન કર્યા. હવે અહીં બુદ્ધદાસ” એવું નામ પ્રકાશિત કર્યું. વિદ્યધારેને ઉચિત ભેગે ભગવતે ત્યાં તેની સાથે રહેતે હતો. કઈક સમયે મોટા પરિવારવાળા વિદ્યાધર લોકોને જતા દેખીને બુદ્ધદાસે રત્નપ્રભા દેવીને પૂછયું કે, આ વિદ્યાધર લોક કઈ તરફ પ્રયાણ કરે છે? તેણે કહ્યું કે, તીથેશ્વરની યાત્રા કરવા સિદ્ધાયતને, ત્યાં રહેલી શાશ્વતી જિનપ્રતિમાઓને વંદન કરશે, તે નિમિત્તે સર્વ વિદ્યધરો જવા તૈયાર થાય છે. ત્યારે તે પણ ભાર્યા સાથે ઉત્તમ પ્રકારનાં ઉજજવલ વસ્ત્રો પહેરી સર્વાલંકારથી વિભૂષિત શરીરવાળે થઈ તાત્યશિખર ઉપર આરૂઢ થયો. ત્યાં રત્નમય શાશ્વતી પ્રતિમાઓથી યુક્ત દેવકુલ જોયું. તેણે ભક્તિભાવનાપૂર્વક તે દેલકુલની પ્રદક્ષિણા કરી, પછી વંદના કરી. વળી તેણે પિતાની ભાયને વિવિધ પ્રકારના વિદ્યાધરીઓના વ્યાપાર બતાવ્યા. કેઈક વિદ્યાધરી નીલમણિ સરખા શ્રેષ્ઠ ચંદનરસથી જિનમંદિરના ઉંબરાને વૈડૂર્યરત્ન-રચિત ઉંબરાની કાંતિના કારણે લિપણાની શંકાથી વિલેપન કરતી નથી. ઉત્તમરત્ન –જડિત ફરસબંધી ભૂમિતલમાં નલિની-કમલ ગ્રહણ કરવાની ચેષ્ટા કરતી, કોઈક ભેળી વિદ્યાધરીના નખ ભાંગી જવાથી યુવાને તે હાસ્યસ્થાન બની. કેઈક વિદ્યાધરીસ્ફટિકરનના આંતરાવાળા માર્ગમાં પણ સરળતાથી દેડવાને ઉદ્યમ કરતાં તેને ગમન-પ્રયત્ન અટકી પડવાથી કઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy