SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ચેપન્ન મહાપુરુષોનાં ચરિત તે હવે સમય પ્રાપ્ત થયું છે કે, તેને સાથે લઈને સ્વદેશમાં જાઉં. એમ ચિંતવીને અનંગસુંદરીને કહ્યું કે, હે પ્રિયા! તારા સિવાય બીજું કંઈ પણ વધારે પ્રિય નથી, પરંતુ માતા-પિતા મારા વિયેગના દુઃખથી અત્યંત દુઃખી છે, તે તેમને મળીને તરત હું પાછો આવું છું. તું તે અહીં જ રહેજે અનંગસુંદરીએ કહ્યું કે, “તમે કહ્યું તે બરાબર છે, જે તમારા જેવું મારું હૃદય કઠણ હોય તે મારું ચિત્ત તે અલ૫ પણ વિગ સહન કરવા સમર્થ નથી. તે હું શું કરું? હે સુભગ ! તમારા કરતાં પણ મને નક્કી મારો જીવ વલ્લભ છે. તમે જશે, એટલે તે પણ જવાનો છે. તો મને શા માટે મુકીને જાવ છે? હે નાથ ! “તમને સ્નેહ નથી' તે તો મેં તમારી ચેષ્ટાથી જાણ્યું. જે સ્નેહ હોય તે નકકી પ્રવાસ કરવાની બુદ્ધિ જ ન થાય. હે પ્રિયતમ! જે નિષ્કપટ પ્રેમ હોય તો વિરહ માહાસ્ય ન પામે જે વિરહ થાય, ત્યારે ખરેખર સ્નેહ નથી. પતિથી નિયુક્ત થઈ સારસી પક્ષિણી એકલી ન રહી શકે. એ વિષયમાં સારસ-મિથુનનું દષ્ટાંત જાણવું. હે નાથ! આમાં તમારે શો દોષ? કૃત્રિમ સ્નેહ કરનાર લેકથી તમે ઠગાયેલા છે, મારા સંબંધીને સ્નેહ તે તમે ખરેખર પરિણામ આવશે, ત્યારે જ જાણી શકશે. તે સાંભળીને વીરભદ્રે કહ્યું કે-હે સુંદરી! તું મારા ઉપર કેપ ન કરીશ, તને છોડવા માટે હું જ સમર્થ નથી. હે સુતનુ ! તને ગમન કરાવવાને ઉપાય મેં આરંભેલે છે. ક્ષણમાત્ર પણ જેના વિરહમાં આ જીવને શલ્ય સરખી વેદના ઉત્પન્ન થાય છે, તે હે સુતનું! જીવતો કયે મનુષ્ય તારો ત્યાગ કરે? આ પ્રકારે સદુભાવવાળા નેહાવેગવાળા વચનથી તેણે ઘણા પ્રકારે તેને સાંત્વન આપી સમજાવી અને જેમ તેમ કરી તેનું માન છોડાવી સાથે ચાલવાના ઉત્સાહવાળી કરી. વીરભદ્ર પિતાનો અભિપ્રાય મહારાજાને નિવેદન કર્યો. બહુ આગ્રહ કર્યો, એટલે અનંગસુંદરી સાથે જવા માટે રાજાએ અનુમતિ આપી. જવા માટેની સામગ્રીઓ તૈયાર કરી. યાનપાત્ર તૈયાર કર્યું. લગ્ન જેવરાવ્યું. લંગર ઊંચું ચડાવ્યું, યાનપાત્ર (વહાણ) મુક્ત કર્યું. તપટ (સઢ) ચડાવ્યા. યાનપાત્રને કર્ણધાર (નિર્યામક) તૈયાર થઈ ગયો. કિનારે રહેલા અને મહારાજા અને મહાદેવીને પ્રણામ કર્યા. અનુકૂલ પવન વાવા લાગ્યો. જંબુદ્વિપ તરફ પ્રયાણ કર્યું. સમુદ્રોમાં જળચર જોયાં. જલહસ્તી અને મગરથી ત્રાસ પામેલા તિમિ જાતના માસ્ય-સમૂહથી બેવડાયેલા તરંગવાળા, તરંગની લહેર વડે ફેંકાએલા, શંખ-સમૂહથી ઉછળેલા મોટા શબ્દવાળા, શબ્દના કોલાહલથી ઘૂમી રહેલા મેટા મ દેખવાથી પ્રસન્ન થયેલા યાનપાત્રમાં બેઠેલા જનસમૂહવાળા, જનસમૂહે આરંભેલ વિવિધ કથાલાપવાળા-આવા પ્રકારના સમુદ્રમાં જ્યારે દરરોજ યાનપાત્ર વહન થતું હતું, ત્યારે સાતમા દિવસે પ્રચંડ પવન અણધાર્યો કુંકાવા લાગ્યા. પવન ફૂંકાતાં સમુદ્ર ખળભળવા લાગ્યા. મહાકલ્લોલના અથડાવાથી યાનપાત્ર ઉછળવા લાગ્યું. તેટલામાં એકબાજુને ભાગ ભાંગી ગયે, દેરડાંઓ તૂટી ગયાં. કૃપસ્તંભના ટૂકડા થઈ ગયા. તસઢ ફાટી ગયો, યાનપાત્ર કાબુ બહાર થયું. પ્રચંડ પવન વાવાથી, સમુદ્ર ખળભળવાથી, યાનપાત્ર પરવશ બનવાથી, સામગ્રી-રહિત થવાથી નિર્યામકે પણ ખેદ પામેલા હોવાથી, તેવા પ્રકારની કર્મ–પરિણતિના સામર્થ્યથી ત્રણ દિવસ યાનપાત્રે આમતેમ ભ્રમણ કર્યું. યાનપાત્રમાં બેઠેલાઓ પરેશાન થયા અને કેટલીક સંખ્યા ઘટી ગઈ ત્યારે જીવિતની આશા સાથે યાનપાત્ર વિનાશ પામ્યું. પૂર્વના બંધુઓની જેમ સવ પ્રાણીઓ વિખૂટા પડી ગયા. અનંગસુંદરીએ તથા વીરભદ્ર બંનેએ એક એક પાટીયું મેળવ્યું. ત્યાર પછી પાંચ રાત્રિ પછી અનંગસુંદરીને સમુદ્રના કલેએ કિનારે ફેંકી. ત્યાર પછી બંધુઓના વિયેગથી, વિદેશગમન કરવાથી, યાનપાત્ર ભાંગવાથી, પતિના વિયોગથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy