SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રહેલિકાએ પર પકારને માર્ગ કેઈસ્વીકારે નહિ. તમે તમારા ગુણોથી મને ઉપકૃત કર્યો છે. જે શબ્દથી બોલવા પણ હું સમર્થ નથી. હું જાઉં છું—એમ બોલવું તે પણ પિતાના સ્વાર્થની નિષ્ફરતા પ્રગટ કરે છે. “તમે પોપકાર કરવામાં તત્પર છો તે વસ્તુ કરીને બતાવ્યું છે. “તમારા આધીન જીવિત છે” એમ કહેવું તે સ્નેહભાવને ઉચિત નથી, “બંધવ છે” એમ કહેવું તે દૂર કરનારું વચન છે. “નિષ્કારણ પરોપકારી છે તે કૃતઘનાં વચનને અનુવાદ છે. મને યાદ કરવો' એમ કહેવું, તે તે જવાની આજ્ઞા કરી કહેવાય. એ વગેરે કહીને ભરવાચાર્ય પિતાના શિષ્ય પરિવાર સાથે ગયા. હું પણ સ્નાન કરીને મારા નિવાસ–સ્થળે ગયે. પટ્ટશાટક વસ્ત્ર ઉતાર્યું, બેસવાની સભા માં બેઠો. પછી કનકવતીના ભવને ગયે. ગેઝી-વિદ કરતાં તે પ્રહેલિકા બેલી– जसु जोईसरु अप्पणिहिं भज्जइ कि पि करेवि । तं फुड वियडु कित्तणउ, इयरु कि जाणइ कोइ ? ॥१०॥ “પ્રકટ રૂપવાળા તે સિદ્ધમંત્ર યોગીશ્વરની આગળ કેણ રહી શકે ? સકળ લેકે જેની નિંદા કરવા લાગ્યા, અને પ્રેમથી પૂછનાર આગળ ઘણું રૂપ ઉત્પન્ન કરનાર જે યોગીશ્વર પિતાની મેળે કંઈક કરીને યશ ભાગે છે, તે સ્કુટ વિકટ ઉત્કીર્તન છે, બીજો કોઈ શું જાણે છે ?” મેં વિચારીને કહ્યું.–પછી મેં પ્રહેલિકા કહી– જો શિષ્યને શિખામણ આપી કે,-રાત્રિએ યતિએ બહાર જવું યોગ્ય નથી ત્યારે શિષ્ય કહ્યું કે, “હે આર્ય! આપ કોપ ન કરે, આપણે બંને સરખા છીએ.” કુમારીએ કહ્યું કે, તે તે દિવ્ય જ્ઞાનવાળા છે. ફરી તેણીએ પ્રહેલિકા કહી સખીઓએ તેને કહ્યું કે, જે તારે પ્રિય દોષ ખોળવાની તૃષ્ણાવાળે છે, તે પછી તે સુંદર મુખવાળી ! શા માટે અધિક ગર્વ વહન કરે છે ? મેં જવાબ આપ્યો કે, “વલ્લભ હોવાથી.” ત્યાર પછી ઉઠીને હું મારા નિવાસસ્થાને ગયે. ઉચિત કાર્યો કર્યા. ભુવનનો અપૂર્વ પ્રદીપ સૂર્ય અસ્ત પામ્યો, એટલે મિત્રોને વિદાય કર્યા. એક પહોર જેટલી રાત્રિ ગઈ ત્યારે તરવાર લઈને મનુષ્યનાં નેત્રોથી ન દેખાય તેવા રૂપને કરીને હું કનકવતીના ભવને ગયે. તે તો ધવલગ્રહના ઉપરના માળ પર રહેલી હતી. પડખે બે દાસીઓ રહેલી હતી. બહાર પણ પહેરેગીર રહેતા હતા. બીજા માળ પર એક પ્રદેશમાં હું રહ્યો, તેટલામાં તેણે એક દાસીને પૂછયું કે-હલે ! રાત્રિ કેટલી થઈ ? તેણે જવાબ આપ્યો કે, “મધ્યરાત્રિ થવામાં કંઈક સમય એ છે છે. પછી કુમારીએ સ્નાન કરવા માટેનું વસ્ત્ર માગ્યું, અંગ પખાળ્યું અને રેશમી બારીક વસ્ત્રથી શરીર લુછી નાખ્યું. શરીરે વિલેપન કર્યું. વિશેષ પ્રકારનાં આભૂષણો પહેર્યા. સુંદર પટ્ટાંશુક વસ્ત્ર પહેર્યું. વિમાન વિકવ્યું, તેમાં ત્રણે આરૂઢ થયા. હું પણ એક ખૂણામાં ચડી બેઠો. મનના વેગ માફક ઉત્તર દિશાના પ્રદેશ તરફ વિમાન ચાલ્યું. નંદનવનના મધ્યભાગમાં સરોવર કિનારે વિમાન નીચે ઉતર્યું ત્યાં અશેકવૃક્ષની શ્રેણિના તલમાં રહેલા એક વિદ્યાધરને જે. કનકાવતી વિમાનમાંથી બહાર નીકળીને તેની સમીપે ગઈ. તેને પ્રણામ કર્યા. તેણે કહ્યું કે-બેસે, થેડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy