SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ચિપન્ન મહાપુરુષોનાં ચરિત ત્યારે “મારું માથું દુખે છે એમ કહીને સમગ્ર પરિવાર તથા મિત્રવર્ગને રજા આપીને એકલેજ શયનગૃહમાં ગયે. યુગલ પટ્ટવસ્ત્ર પહેર્યું. મંડલાઝ (તરવાર) ગ્રહણ કરી. પરિવાર ન જાણે તેમ તેને છેતરીને એક નગરમાંથી નીકળે. મસાણભૂમિમાં ભેરવાચાર્યને જોયા, તેમણે પણ મને દેખે. જટાધારીએ મને કહ્યું કે-હે મહાભાગ! અહીં બીવરાવનાર ઘણી વસ્તુઓ પ્રગટ થશે, તે તમારે આ ત્રણેનું રક્ષણ કરવાનું છે, સાથે મારું પણ. જન્મથી માંડી ભય જેણે અત્યાર સુધી જાણે નથી, એવા તમને અમારે શું કહેવાનું હોય? તમારી સહાય અને પ્રભાવથી હવે હું સાધના શરુ કરું છું. ત્યારે મેં કહ્યું, “આપ નિશ્ચિતપણે શાંતિથી સાધના કરો, તમારા મસ્તકના વાળને પણ નમાવવા કોણ સમર્થ છે?” આ સાંભળીને મડદું ગ્રહણ કર્યું, તેના મુખમાં અગ્નિ સળગાવ્યા. મંત્રજાપ કરવા પૂર્વક હેમક્રિયા ચાલુ કરી. * ત્યાર પછી શિયાળો રુદન જેવા શબ્દ કરવા લાગી, વેતાલ-સમૂહે કિલકિલાટ કરવા લાગ્યા, મોટી ડાકિનીઓ આવવા લાગી, મોટી ભયાનક બીકે ઉત્પન્ન થઈ, મંત્ર-જાપ ચાલુ રાખે, ત્રણે જણ ક્ષોભ પામતા નથી. જ્યારે ઉત્તર દિશામાં હું મંડલાગ્ર ગ્રહણ કરીને રહેલો હતો, તેટલામાં બહાર અને અંદર કાન ફેડી નાખે તેવો ત્રણે ભુવનના પ્રલયકાળના મેઘના ગડગડાટ સર પર્વતની ગુફાઓને ભરી દેતે ભૂમિ ફાડી નાખે તે શબ્દ ઉછળે. એકદમ નજીકનું ધરતીમંડલ ફાટી પડ્યું. સિંહનાદ સરખે માટે શબ્દ કરતે કાલમેઘ જે કાળે કુટિલ કાળા કેશવાળ કેઈ (વેતાલ) પુરુષ ત્યાં આવ્યું. તેના સિંહનાદથી ત્રણે દિશાપાલે ભૈયપર પડી ગયા. તેણે કહ્યું કે “અરે! દેવાંગનાઓની ઈચ્છા કરનાર ! શૈવાચાર્યાધમ! મેઘનાદ નામના અહીં રહેતા ક્ષેત્રપાલને તે હજુ જાણે નથી? મારી પૂજા કરીને મંત્રસિદ્ધિની અભિલાષા કરે છે? તું હવે હત–ન હતો થઈ જઈશ. આ રાજપુત્રને પણ તે ઠગે છે, તે પણ પિતાના અવિનયનું ફલ મેળવે.” મેં તેને જોઈને કહ્યું–અરે રે પુરુષાધમ! તું આવા પ્રલાપ શા માટે કરે છે? જે તારામાં પરાક્રમ જ છે, તે પછી બકવાદ શા માટે કરે છે? મારી સામે આવી જા. જેથી તને અવિનયનું અને ગર્જના કરવાનું ફલ બતાવું? પુરુષને પિતાની ભુજામાં બલ હોય છે, નહિ કે શબ્દાર્ડ, બરમાં. ત્યાર પછી બલવાન કે પાયમાન પુરુષ મારા તરફ વળ્યો. તેને હથીયાર વગરને દેખી મેં મારું મંડલા છેડી દીધું. કેશપાશ અને પહેરવાનું વસ્ત્ર બરાબર સરખી રીતે મજબૂતાઈથી પહેરી લીધું. બંનેનું બાહયુદ્ધ પ્રવત્યું. વિવિધ કારણે કર્તરી-પ્રયોગથી યુદ્ધ કરવા લાગ્યા. એમ યુદ્ધ કરતાં કરતાં દુષ્ટ વાણુવ્યંતરને મેં નીચે પાડ્યો. સત્ત્વની પ્રધાનતાથી તેને વશ કર્યો. તેણે મને કહ્યું કે, “હે મહાપુરુષ! હવે મને છોડી દે, તારા મહાસત્ત્વથી હું સિદ્ધ થયે છું, તે બેલ તારું શું કાર્ય કરું? મેં કહ્યું કે જે સિદ્ધ થયેલ હોય તે, “આ જટાધારી પુરુષની જે ઈચ્છા હોય, તે પૂર્ણ કર, તેણે કહ્યું કે, તારા સહારાથી તેને મંત્ર સ્વયં સિદ્ધ થયો જ છે. તારે માટે શું? તે બેલ. “તેના કાર્યની સિદ્ધિ થાય, એટલું જ મારે પ્રયોજન છે. તે પણ કોઈ પ્રકારે મારી ભાર્યા મારા વશ થાય, તેમ કરી આપ. ઉપગ મૂકીને તેણે કહ્યું, કામરૂપીપણાના પ્રસાદથી તે તારા આધીન થશે. મારા પ્રભાવથી તું કામરૂપી થઈશ. આમ વરદાન આપીને વેતાલ ગ. મંત્રસિદ્ધ થયેલા જટાધારીએ કહ્યું, હે મહાભાગ્યશાળી! મંત્ર સિદ્ધ થયે, તમારા પ્રભાવથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થઈ, દિવ્ય દૃષ્ટિ પ્રગટ થઈ. દેવતાઈ વીર્ય પ્રગટયું, દેહની બીજી જ કાન્તિ ઉત્પન્ન થઈ તે તમને મારે શું કહેવું? તમારા સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy