SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ચેપન્ન મહાપુરુષનાં ચરિત વાર પછી બીજી વિદ્યાધરીઓ પણ ત્યાં આવી. તેઓએ આવીને તેને પ્રણામ કર્યા અને તેની અનુમતિથી ત્યાં બેઠી. થોડીવાર પછી બીજા પણ વિદ્યાધરે ત્યાં આવ્યા. તેઓએ આવીને ઈશાનદિશા–વિભાગમાં રહેલા ઋષભસ્વામી ભગવંતના ચૈત્યગૃહમાં જઈને પ્રથમ લિંપનકચર કાઢ ઈત્યાદિક કર્યું. પેલે વિદ્યાધર ચિત્યગૃહમાં ગયે, પેલી પણ ચારે ત્યાં જઈને કેઈકે વીણું પકડી, બીજીએ વેણુવાજિંત્ર ગ્રહણ કર્યું, ત્રીજીએ સુંદર દિવ્ય સ્વરથી સંગીત ગાવાનું આરંવ્યું. એ પ્રમાણે વિધિસહિત તીર્થકર ભગવંતનું સ્નાત્ર કર્યું. ગશીર્ષચંદનનું વિલેપન કર્યું. પુષ્પોનું આરોપણ કર્યું. ધૂપ ઉખેવ્યો. નાટય પ્રવર્તાવ્યું, વિદ્યાધરે કહ્યું કે, “આજે કેને વારે છે? ત્યારે કનકવતી ઊભી થઈ અને નૃત્ય શરૂ કર્યું. નૃત્ય કરતાં કરતાં દોરા સાથે તેને એક ઘુઘરી તૂટી ગઈ, તેને મેં લઈ લીધી અને સાચવી રાખી. તેણે આદરપૂર્વક ખેાળી, પણ ઘુઘરી જડી નહીં. નૃત્ય સમાપ્ત કર્યું. દિશાપાલિકા દેવીઓને રજા આપી, એટલે પિતાપિતાના સ્થાનકે ચાલી ગઈ. દાસચેટીઓ સાથે કનકવતી પણ વિમાનમાં બેસી ગઈ. હું પણ તેમાં અદશ્યપણે ચડી ગયે. વિમાન કનકવતીના ભવને આવી ગયું. તેમાંથી નીકળીને હું મારા ભવને ગયો. કેઈ ન જાણે તેવી રીતે મારા ભવનમાં પ્રવેશ કર્યો. એક પહોર રાત્રિ બાકી હતી, તે વખતે સુઈ ગયે, સૂર્યોદય-સમયે જા. કરવા ગ્ય સ્નાનાદિ કાર્યો કર્યા. મહિસાગર નામને મંત્રિપુત્ર અને મારે મિત્ર ત્યાં આવ્યું. આ મળેલી ઘુઘરી તેને અર્પણ કરી અને તેને કહ્યું કે, મારી હાજરીમાં કનકવતીને આ આપજે, તથા કહેજે કે–પડેલી મને જડી છે.” તેણે કહ્યું, “ભલે એમ કરીશ.” પછી કનકવતીના ઘરે ગયે. તેને મેં દેખી, તેણે આપેલા આસન ઉપર બેઠે. તે મારી સામે રેશમી મખમલના તકીયા ઉપર બેઠી. પાસાની રમત સાથે ઘતકીડા શરૂ કરી. હું હારી ગયે, તેણે બદલામાં આભૂષણ માગ્યું. મતિસાગરે ઘુઘરી સમર્પણ કરી. તેણે બરાબર ઓળખી. તેણે પૂછયું કે, “ક્યાંથી મળી ?” મેં કહ્યું, તેનું શું પ્રજન છે? તેણે કહ્યું –એમ જ, મેં કહ્યું કે જે કાર્ય હોય તે લઈ લે, અમને તે પડેલી જડી છે. તેણે પૂછ્યું કે, કયા પ્રદેશમાંથી ઘુઘરી જડી ? મેં પૂછયું કે-તારાથી પડી કઈ જગ્યા પર ? તેણે કહ્યું, તે ખબર નથી.” મેં કહ્યું કે- “મતિસાગર નિમિત્તિ છે.” તેણે પણ “આમાં કંઈક મેટો અભિપ્રાય છે.” એમ જાણીને કહ્યું કે-સવારે નિવેદન કરીશ.” તેણુએ કહ્યું-“ભલે એમ થાવ.”તેની સાથે પાસાની કીડા ખેલવાની રમત રમીને મારા ભવને ગયો. વળી સૂર્યાસ્ત થયા પછી પહેર રાત્ર પસાર થયા પછી તે જ પ્રમાણે એકલે કનકાવતીના ભવને ગયો, મેં તે જ પ્રમાણે તેને જોઈ. ફરી તે જ પ્રમાણે પૂછ્યું. વિમાન વિકુવ્યું. તેમાં ત્રણે ચડી બેઠી, હું પણ તેવી જ રીતે તેમાં ચડી ગયે. તે સ્થળે પહોંચ્યા. આગળ કહેલા કમથી નાત્રાભિષેક કર્યા પછી નાવિધિ આરંભે. વીણા વગાડતી કનકવતીના ચરણમાંથી નુપૂર સરી પડ્યું, મેં તે લઈ લીધું. જતાં જતાં ખેળ્યું, પણ ન મળ્યું. ફરી પણ વિમાનમાં બેસીને પિતાના ભવને આવી. અહીંથી હું પણ એક પહોર રાત્રિ બાકી રહી, તે સમયે મારા ભવને ગયે. સુઈ ગયે, વળી જાગ્યો. મારી બહાર ગયાની વાત કઈને ખબર ન પડી. પ્રભાતે જાગ્યા પછી મતિસાગર આજો, તેને નુપૂર આપ્યું. અને પ્રથમથી શિખવી રાખ્યું કે “આમ કહેવું? એમ કહીને તરત તે મિત્ર સાથે કનકવતીના ભવને ગયે. ઊભા થઈ કનકવતીએ આસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy