SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પન્ન મહાપુરુષોનાં ચરિત પીડા પામતી દયાએ પણ જિનેશ્વરને જન્મ જાણીને એકદમ જીવલેકની સાથે પિતાના આત્માને આશ્વાસન આપ્યું. પ્રાપ્ત ન થવા છતાં મહિલાના, ચંચળપણાના ગુણવડે કોઈને પ્રાપ્ત ન થયેલ હોય તે પ્રિયપતિ મને મળશે એમ માનીને રાજલક્ષ્મી પણ રોમાંચિત થઈ અનુચિત આચરણ કરનાર મેહ-રાક્ષસ આ જગતને ભક્ષણ કરી જાય છે, એમ જાણીને જિનેશ્વરરૂપી સૂર્યને ઉદય થયો અને તે કારણે જ્ઞાન–લફમી વિકાસ પામી. પશ્ચિમ ભરતક્ષેત્રમાં અનંત એવા મોક્ષને આપવાના વ્યસની-સ્વભાવવાળા જગન્નાથને ઉત્પન્ન થયા જાણીને નીતિ અને લક્ષમી એ બંને એકદમ વિકસ્વર થઈ. “આ ભરતવર્ષમાં તીર્થાધિપતિને જન્મ થતાં તીર્થ સ્થપાશે એમ જાણીને હર્ષથી ઉત્સુક બનેલી પ્રવચનલક્ષ્મી માંચિત બની. એ રીતે ભરતમાં જેમનો જન્મ થતાં વિહૂલ બનેલી લમીઓએ ઉચ્છવાસ ખેંચે અર્થાત્ જીવન પ્રાપ્ત કર્યું, એવા તે યુગાદિજિન તમોને સુખ આપો. જેમનું વિશાલ નિર્મલ મહાન શાસન પ્રવતી રહેલું છે, એવા તે વદ્ધમાન સ્વામીને તમે હંમેશાં નમસ્કાર કરે કે દુષમા કાળમાં પણ જે શાસનની મલિનતા થઈ નથી. હવે નવ ગાથાઓથી મહાવીર પરમાત્માને નમસ્કાર કરે છે––જેમની પ્રથમ માતાને ગર્ભના ભારને ન સહન કરી શકતી દુઃખ પામતી જાણીને હોય તેમ ઈન્દ્રમહારાજાએ તરત ગર્ભનું પરાવર્તન કર્યું. બે માતાના ગર્ભમાં વાસ કરીને જેમણે એ વાત પ્રગટ કરી કે, “એવી કઈ અવસ્થા નથી કે કર્માધીન બનેલે આત્મા ન પામે. ” ત્રણ ભુવનમાં મહા ખળભળાટ કરનાર, પ્રભુના અભિષેક સમયે ઈન્દ્રમહારાજાને શંકા કરાવનાર, જેમના પાદાગ્ર ભાગનું પીડનસ્પંદન શોભે છે. જેણે બાળપણમાં પણ લેકેના મનને મેટો ચમત્કાર કરાવનાર, ઈન્દ્રનું વચન, અહંકારી દેવના દમન કરવા વડે યથાર્થ વ્યવસ્થિત કર્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી જેમના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારે તુષ્ટ થયેલા દેએ પુષ્પવૃષ્ટિ કરી. અનુકૂળ અને પ્રતિકૂળ મહાઉપસર્ગો સહન કરતાં જેમણે સંગમને કર્મક્ષય કરવા તૈયાર થયેલ મને આ સહાયક મો” એ સ્વરૂપે સ્વીકાર્યો. ત્રાસ પામેલા ચમરેન્દ્રને મહેન્દ્રથી રક્ષણ કરવા વડે કરીને લેકમાં જાહેર કર્યું કે, તેમના ચરણ-કમલની છાયા સમસ્ત ને રક્ષણ કરવામાં નક્કી સમર્થ છે. ઉત્તમ સિદ્ધિપુરીમાં પ્રવેશ કરવા માટે વિમાને સહિત ચંદ્ર અને સૂર્ય આરતી ઉતારતા હોય તેમ જે પ્રભુના સમવસરણને પ્રદક્ષિણા આપે છે. આ પ્રમાણે પ્રભુ ગર્ભમાં આવ્યા ઈત્યાદિ લોકોત્તર અભુત આશ્ચર્યો ઉત્પન્ન કરનાર અને જેમનું નામ ગુણોથી ઉત્પન્ન થયેલું છે, એવા “મહાવીર ભગવંતને તમે હંમેશાં પ્રણામ કરે. તથા બાવીશ પરિષહના સમૂહથી ન મૂંજાયેલા, અને દુઃખે કરી પાર પામી શકાય તેવા સંસારસમુદ્રના પાર પામવા માટે સેતુપથ-પૂલના માર્ગ સરખા બાકીના વચ્ચેના બાવીશ જિનેરોને પણ તમે પ્રણામ કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy