SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ કથા-પીઠ તે મૃતદેવી જ્ય પામે. કેવા ગુણવાળી દેવી? તે કે જે દેવી અભિલાષાપૂર્વક જમણા હાથમાં કમળ એટલા માટે ધારણ કરે છે કે, લોકો પ્રત્યક્ષ પ્રમાણથી કમલ અને મુખને તફાવત જાણી શકે. વળી ગુણયુક્ત પુસ્તકરત્ન ક્ષણવાર પણ જેના હસ્તથી અળગું થતું નથી, તે જાણે એમ ઉપદેશ આપવા માટે હોય કે “શ્રુતજ્ઞાન ભણવામાં લગાર પણ પ્રમાદ ન કરે.” વિકસિત કમળ સરખા વદનવાળી, કમળ-પાંખડી સરખા નેત્રવાળી, કમલયુક્ત હાથવાળી, શ્વેતકમલ સરખા ઉજ્જવલ દેહવાળી, વિકસિત કમલ પર બેઠેલી શ્રતદેવી જય પામે. કમલની પાંખડીઓના મધ્યભાગમાં પ્રેમાનબંધકરનારી લક્ષ્મીની શંકાથી હોય તેમ ગુણથી પૂજિત જે શ્રતદેવીની સ્થિતિ ઈચ્છા પ્રમાણે સેંકડે કવિઓની જિલ્લા વિષે શેભે છે. અર્થાત્ લક્ષમી કમળ ઉપર અને સરસ્વતી કવિઓની જિલ્લા ઉપર શોભે છે. “હે મૃતદેવી ! જ્યાં સુધી સમગ્ર લેકને વંદન કરવા લાયક તમે પ્રસન્ન થતાં નથી, ત્યાં સુધી શાસ્ત્રોના સાર જાણનારા અને પાર પામેલા વિદ્વાન પંડિત પણ કવિપણું પામી શક્તા નથી.” તે શતદેવતાને પ્રણામ કરીએ છીએ કે, જેની કૃપાથી તેવા પ્રકારનું ઉત્તમ કાવ્ય રચી શકાય કે જે, પંડિતેના ગુણ દોષની વિચારણામાં દૃષ્ટાંતરૂપ થાય. જે મૃતદેવતાના પ્રસાદથી હંમેશાં જગતમાં ઉપાર્જન કરેલ ગૌરવવાળો કાવ્ય-પ્રબંધ જાણે પંડિતના મુખમાંથી ઉછળેલ યશ હોય તેમ વિચરે છે. જે શ્રીદેવીના શરીરનાં અંગો “આચારાંગ આદિ શ્રતસ્વરૂપ છે અને તેના શરીરનાં ઉપાંગો તે “ઉવવાઈ વગેરે ઉપાંગસ્વરૂપ છે, આવા પ્રકારની સર્વ શ્રુતમાં વ્યાપીને રહેલી તદેવી મારું સાંનિધ્ય કરે. હંમેશાં સજ્જન સ્વભાવવાળા સાથે સજજનતાથી અનુસરવું, તેવી જ રીતે દુર્જન સાથે તે જ પ્રમાણે તેની પ્રકૃતિને અનુસરવું, પિતપિતાની પ્રકૃતિને અનુસરનારા એવા તેઓને કર્યો વિશેષ તફાવત ગણી શકાય ? જે ખલજન કોઈની નિંદા કરે, તો તે લોકે વડે નિંદા પામે છે, ગુણ-કીર્તન કરવા રૂપ સ્તુતિ કરે છે, તો કે તેની સ્તુતિ કરે છે, આ પ્રમાણે હંમેશાં ખલ-દુષ્ટની નિંદા અને સજજનની સ્તુતિ લોકો કરે, તેમાં તેઓનો શો દોષ ? લોકો સજનની સજનતા અને દુષ્ટની દુષ્ટતા પણ પ્રગટ કરે છે. કાર્યની અપેક્ષાએ સજ્જનતા અને દુર્જનતાની વ્યવસ્થા થાય છે. જે એક પુરુષ એકના માટે દુષ્ટ હોય, તે બીજા માટે સજ્જન થાય છે, તેથી આ સજજન છે એમ સ્તુતિ કેવી રીતે કરવી અને દુષ્ટ ગણીને નિંદા પણ કેવી રીતે કરવી ? ખલરૂપ શ્વાન પિતાના જાતિવભાવના કારણે કદાચ બીજાની નિંદા કરવારૂપ ભસે, તે પણ પિતાની નિર્મળતાના કારણે સજ્જને તેનું દુષ્ટપણે જાણતા નથી. હંમેશાં સજ્જન પુરુ ગુણ ગ્રહણ કરનારા હોય છે અને દુર્જને દોષ ગ્રહણ કરનારા થાય છે, તે પણ બંનેને સંતોષ થાય તેવા કાવ્યની રચના કરવામાં આવે તે શું પર્યાપ્ત ન ગણાય ? સુંદર ન ગણાય? તે પણ– કઈ પ્રકારે કંપતા ભયવાળા અને લજ્જિત હૃદયવાળા પુરુષએ દુટ અને વૈરીઓની આગળ રણમાં કે કાવ્ય રચવામાં વજ હૃદયવાળા બનવું જોઈએ અને પોતાની શક્તિ અનુસાર શુભ કાર્યમાં પ્રયત્ન કરે જોઈએ કહેલું છે કે જેના ગુણ-દોષની વિચારણામાં લોકો આનંદવાળા થતા નથી, એવા તણખલા સરખા હલકા, દેખતાં જ નાશ પામવાવાળા, શક્તિહિન પુરુષના જન્મથી જગતમાં કયે લાભ હોઈ શકે ?” અથવા પંડિત પુરુષને હાસ્ય કરવા યોગ્ય, મૂર્ણવર્ગને બહુમાન્ય, દોષ ગ્રહણ કરવાના ફળવાળી, પારકાના વ્યાપારની ચિંતાથી સર્યું. અને કદાચ પારકી ચિંતા કરવી જ હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy