SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત પર બેઠે. કુમારીએ પૂછયું કે, “તમે ક્યાંથી આવે છે ?” તેણે કહ્યું કે, એકાંતમાં આપ પધારે, તો સર્વ કહું. તરત બાજુમાં નજર નાખી. પરિવાર ખસી ગયે, દષ્ટિ તે તરફ રાખીને રાહ જેતે રહે છે. પછી પ્રસન્ચ કહ્યું- “હે દેવી ! તમને શું કહું? બેલી શકાતું નથી. શ્રીગુમના પુત્ર ચંદ્રગુપ્ત સાથે હું અહીં આવ્યો છું. તે રાત્રિએ તમને દેખીને કુમારની આવા પ્રકારની અવસ્થા થઈ છે, જે કહેવી તે વચનના વિષયની બહાર છે. તે કુમાર સેવકવર્ગ તરફ ચિત્ત આપતું નથી, મિત્રવર્ગને બોલાવતો નથી, ચોથું ગૂઢપદ, બિંદુમતી, અક્ષરચુત, બિન્દુસ્યુત વગેરે પ્રહેલિકાઓથી ખેલત નથી, ચિત્રકર્મના વિનેદની અભિલાષા કરતો નથી. ન શયનમાં કે દંતવલભીવાળા મહેલમાં કે ભૂમિતલમાં તેને આનંદ થતું નથી. ભેજનની અભિલાષા કરતે નથી. માત્ર તમારી કથા કરતે જીવી રહેલ છે. માટે હવે તમે કહો, તે પ્રમાણુ.” કુમારીએ વિચાર્યું -- “હે નિભંગી કામ ! મારી અવસ્થા આ કરી તે તે ઠીક કર્યું, પણ તેની પણ આવી અવરથા કરી ?” એમ વિચારી કુમારીએ કહ્યું- ત્યારે બેલે, શું કરવું?” પ્રસન્નચંદ્રે કહ્યું -મારે મિત્ર અને મારા સ્વામી આવા પ્રકારના પ્રલયકાળના તાપથી મુક્ત થાય, તે ઉપાય કરે” કુમારીએ પૂછયું કે- “તે ઉપાય કર્યો?” તેણે કહ્યું – “જેમ અગ્નિ વડે બળેલાનું ઔષધ તે અગ્નિ હોય છે, તેમ તમારા દર્શનના વિયેગમાં પણ તમારું દર્શન જ અમૂલ્ય ઉપાય છે.” કુમારીએ પૂછ્યું કે- “કયા એવા અનિંદિત ઉપાયથી અમારે સમાગમ થઈ શકશે?” આ સમયે કુમારીના બીજા હૃદયભૂત વસંતતિલકા નામની સખીએ કહ્યું કે- “નવમીના દિવસે બહાર રહેલાં ભગવતી દેવીની યાત્રા થશે. અમે ત્યાં જઈએ એટલે તમારે પણ કુમારને લઈને ઉદ્યાનમાં આવવું.” આ વાત ચાલતી હતી ત્યારે, માતાએ કુમારીની અવસ્થા જાણીને વૈદ્ય બેલાવ્યો હતો. તે વૈદ્ય સાથે માતા પણ ત્યાં આવી. તે વીણા મૂકીને બહાર નીકળી ગયે, જઈને કુમારને સર્વ હકીકત કહી. મનમાં ખુશ થયા. સ્વસ્થતા આવી. ભેજન–પાણી કર્યા. મિત્રને પૂછયું કે, નવમી ક્યારે આવે છે ? પ્રસનચંદે કહ્યું કે, આજથી ચોથે દિવસે.” કઈ પ્રકારે નવમીને દિવસ આવ્યા. પ્રથમ કુમાર હૃદયથી ત્યાં ગયે, પછી શરીરથી. દુર્ગા માતાના ઉદ્યાનના મધ્યભાગમાં એક પ્રદેશમાં સર્વ પરિવારને મૂકીને પ્રસન્નચંદ્રની સાથે સર્વ કેળના ઘરમાં અને લતામંડપમાં શેધવા લાગે. એટલામાં તે લીલાવતી (દેવદત્તા) કુમારીને વસંતતિલકા સાથે એક માધવીલતામંડપના મધ્યભાગમાં રહેલી દેખી. મસ્તકના કેશાગ્રથી માંડી ચરણના અગ્ર સુધી સંપૂર્ણ અવકન કર્યું. તે લીલાવતી કેવા પ્રકારની છે ? લગભગ બારીક કાળા ચળતા ઢીલા લટકી રહેલા કેશકલાપવાળી, લીલાકમળના વાયુથી ફરકતા કેશથી ઉત્પન્ન થએલી મુખશોભાવાળી, તીવ્ર આતપથી ઉત્પન્ન થતા પરસેવાના બિન્દુઓથી અલંકૃત, જળબિન્દુએથી યુક્ત વિકસિત કમળ સરખા મનહર મુખવાળી, પાકેલા બિંબફલ સરખા અત્યંત લાલ કેમલ હોઠને વહન કરતી, કામદેવના વિલાસની મંજૂષાની જાણે રત્નજડિત મુદ્રા હોય તેમ પાતળા અંગવાળી, અત્યંત ચમક્તા મનેહર ઉત્તમ શંખની કાંતિ સરખી ત્રણ રેખાવાળી, ઘણાં ભૂષણોથી યુક્ત, માનથી ઉત્તમ ગ્રીવાને ધારણ કરતી, કમલ કમલદંડ-સમાન સ્વચ્છ કાંતિવાળા ભુજયુગલના અધિક વિલાસથી શોભતી, અશોક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy