SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમારી દેવદત્તા (લીલાવતી)નું વર્ણન ૧૫૧ વૃક્ષના પલ્લવ સરખા અરુણુ વર્ણવાળા હરતાથી અપચ્છરાના તિરસ્કાર કરતી, તપાવેલા સુવણૅના કળશેાની વિશાળ કાંતિ સરખા શ્રેષ્ઠ હારથી શાભાયમાન, તિના વલ્લભ -કામદેવના વિશાળ સિ ́હાસન સરખા સ્તનપૃષ્ઠને ધારણ કરતી, ત્રણ રેખારૂપ તરંગથી યુક્ત મધ્યપ્રદેશ વડે અત્યંત શૈાભતી, મજબૂત જઘનને સ્થિર ધારણ કરવા માટે ઘેાડા ઊંચા કરેલા અંગુલિપ્રદેશવાળી, નદી—કિનારાના પ્રદેશ સરખા વિશાળ, કામદેવના રતિક્રીડાના ગૃહસમાન, પતિને આરેાહણ કરવા ચેાગ્ય એવા અત્યત શાભતા જઘનના રમણપ્રદેશવાળી,કેળના ગર્ભ સરખા લાવણ્યથી અલ'કૃત જ ઘાએ વડે રમણભાગને વહન કરતી, નુપૂરવડે મનેાહર શબ્દ કરતી, કાચમા સરખા ઉન્નત, નખરૂપ મણિએથી શાભાયમાન, માંસમાં છૂપાએલ ગુપ્ત શુલ્કવાળા, ચરણા વડે ચપળ સ્થળપદ્મિનીની શંકા ઉત્પન્ન કરાવતી, આ પ્રમાણે સ` અંગેા વડે નિર્માણુ થયેલ મનેાહર શૈાભાવાળી લીલાવતીને જોઈ ને કામદેવે પેાતાનું નિલ ધનુષ જગતમાં ઊંચું —એમ હું માનું છું. વળી કામદેવના અગ્નિથી તપેલા શરીર-તાપથી શાષિત થયેલા છે બિછાનાના સમગ્ર કમલિનીના પત્ર-સમૂહ જેના, રસવાળા–તાજા કમલ મૃણાલના કરમાયેલ વલયપ ક્તિવાળી, નિરંતર કરેલા ચંદનરસના સાંચનથી શેખવાતી અને તેથી મેટો સંતાપ પામેલી છે—તેમ જણાવતી, તાપની નિવૃત્તિ માટે મુક્તાહારથી શોભિત પાધરના મધ્યભાગમાં ધારણ કરેલા કમલવાળી, ઠંડું જળ રેડવાથી ફેલાએલા સુગધી ચૂર્ણ યુક્ત, વિરહાગ્નિના તાપથી શાષિત થએલા અને શ્વેતવર્ણ કપાલતલવાળી, પ્રિયતમના દર્શનની તૃષ્ણાના કારણે સંતાપથી તપેલા દે અને ચરણેાવડે નિલની કમળના બિછાનાને વારવાર અવ્યવસ્થિત કરતી, ‘શું તે આવશે ? મને દર્શન દેશે ? તે આજે જ મારા માટે સૌભાગ્યશાલી છે.' પ્રિયજને જે વચના કહેલાં હતાં, તે જ વચનાને સ્મરણ કરતી, કંઠના અંદરના ભાગમાં ફેલાએલ પ'ચમ સ્વરના ઉદ્ગાર સરખા કાયલના જેવા મધુર સ્વરવાળી, વિલાસથી સ્થાપિત કરેલા નીલકમલના લાંખા પત્રસરખા ખંધ થતા નેત્રવાળી, એક ક્ષણ શૂન્ય હૃદયવાળી થઈને સવ ચેષ્ટા અંધ કરી, સ્થિર ન રહી શકવાથી એકદમ સખીઓના ખેાળામાં ઢળી પડી. અત્યંત ફેલાતા લાંબા નિ:શ્વાસવડે સૂકાઈ ગએલા હાઠના મધ્યભાગવાળી તે અસ્પષ્ટાક્ષર એલવાથી જણાવી દીધેલ મહાવેદનાના સંતાપવાળી, એ પ્રમાણે અત્યંત પ્રગટ થએલાં કામબાણા પ્રસરવાના કારણે પ્રગટ કરેલ વિલાસવાળી તે લીલાવતી ક્ષણમાં અનુક ંપા કરવા યાગ્ય હેાવા છતાં અત્ય’ત રમણીય જણાવા લાગી. આવા પ્રકારની કુમારીની અવસ્થા દેખીને આત્માને આશ્વાસન આપ્યુ અને ચિંતવ્યું કે ~~‘આ કુમારીને આવા પ્રકારના સતાપ ઉત્પન્ન કરનાર તપેલા દેડુવાળા મઢને મારે કોઈ અપરાધ કર્યાં નથી. ફરી પણ ધીમે ધીમે અવાજ ન થાય તેવાં સ્થિર ડગલાં ભરતા કુમાર નજીક જઈને લીલાવતી અને વસંતતિલકાના પરસ્પરના થતા વાર્તાલાપને શ્રવણ કરવા લાગ્યા. વસંતતિલકાને ઉદ્દેશીને લીલાવતીએ કહ્યું કે હું પ્રિયસખી ! આવનાર જનતું અવસરચિત સ્વાગતાર્દિક કરવુ જોઈ એ, તે સ તારેજ કરવું. હુ તા તે સમયે મારાં અંગેાને પણુ, ચલાવવા શક્તિમાન નહિ થઈ શકીશ. તે પણ તે સમયે મારે કરવા લાયક હાય, તે કહે, વસંતતિલકાએ કહ્યું —હે પ્રિયસખી ! કાલેાચિત સહું સંભાળી લઈશ. માત્ર તારું પ્રિયતમ પ્રત્યે અનુકૂલ થવું. કારણ કે, ગાઢ પ્રણયવાળા પણુ પ્રેમ મહિલાઓની પ્રતિકૂળતાથી દૂર થાય છે.’ એમ વિચારીને હું સુદરી ! પ્રિયને અનુકૂળ વર્તાવ કરજે.' કુમારીએ કહ્યું કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy