SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમાર ચંદ્રગુપ્તની વિરહાવસ્થા ૧૪૯ કુમારને કહ્યું કે- “હે કુમાર ! મારી સાથે જુદાઈ રાખી મને યથાર્થ હકીક્ત કેમ જણાવતા નથી?” કુમારે કહ્યું- “હે મિત્ર ! શું બોલું ? આવા પ્રકારના વિષયમાં મારી વાણી જ બેલતાં અટકાવે છે. મેં વિચાર્યું કે, આવી વાતના વૃત્તાન્ત બીજાને કહીને શું? આપોઆપ તેની શાંતિ થઈ જશે. જ્યારે અત્યંત તેની અવગણના કરી, ત્યારે પાંચબાણે મારા પર સો બાણ સરખે હલ્લો કર્યો. તે હવે હું શું કરું? હવે હું આ મારા આત્માને ધારી રાખવા સમર્થ ન થઈ શક્યો. તારા સિવાય આ મારી હકીક્ત મારે બીજા કોને કહેવી ? બીજે કેણુ મને ઉપદેશ આપી શાતિ પમાડી શકે એમ છે? તારા સિવાય બીજા કોને મારા દુઃખની પડી છે? તે હું તને સર્વ હકીકત કહું છું કે-“આજે રાત્રે હું રાજપુત્રીને જીવાડવા નિમિત્તે ગયે. દુષ્ટ સર્ષે તેને ડંખ માર્યો હતો, તે પણ મંત્રપ્રયાગથી તેને મરતી બચાવીને જીવાડી. તે જ્યારે સ્વસ્થ થઈ ત્યારે, નયનના કટાક્ષે રૂપી બાણના પ્રહારથી મને તેવા પ્રકારને શલ્યવાળે કર્યો, જેથી મને કાર્યાકાર્યની કશી ખબર પડતી નથી. ભજનની રુચિ થતી નથી, નિદ્રા આવતી નથી કે બધા પરિવાર વચ્ચે પણ શાંતિ થતી નથી. વધારે શું કહું ? દુર્લભતાથી મેળવી શકાય તેવા સ્નેહી વર્ગ ઉપર નિર્ભાગીને જે મમત્વ થાય છે, તે પર્વત પરથી વહેતી નદીના જળની જેમ દરરોજ શેષાયા કરે છે. તે બિચારી રાજપુત્રી લજજાથી પરાધીન છે, હું અહીં દેશાંતરથી આવેલો છું. આવા પ્રકારની અવરથામાં કોણ તેની પાસે જઈને મારી હકીક્ત નિવેદન કરે? દુર્લભ જન પ્રત્યે અનુરાગ કરે, મહાપ્રેમાનુબંધની વૃધ્ધિ થવી-આવા પ્રકારના સમયમાં હું મિત્ર ! મરણ એ જ શરણું પ્રશંસવા લાયક છે. એ સાંભળીને તેના દુઃખથી દુઃખી થયેલ પ્રસન્નચંદ્રે કહ્યું, “હે કુમાર! આટલામાં આટલે આકુળ કેમ બની ગયે? જેમ તેણે તારી આવી અવસ્થા ઉત્પન્ન કરી, તે પ્રમાણે હું અનુમાન કરું છું કે, તે પણ આવી અવસ્થા કરી જ હશે, માટે સંતાપ ન પામ, તે પણ તને ઈચ્છતી જ હશે. કુમારે કહ્યું, “હું નથી જાણતા કે તે ઈચ્છે છે કે નથી ઈચ્છતી, મારી તે આ અવસ્થા છે. મિત્ર ! પ્રિય-સમાગમની મેટી આશા કરવું, પ્રચંડ મરણથી ત્રાસ પામેલું આ મારું હૃદય અત્યારે કેવી રીતે શાંત કરવું ? તે સમજી શકાતું નથી.' પ્રસન્નચંદ્ર કહ્યું- “સ્વસ્થ થાથા, હું તેવી બેઠવણ કરીશ, જેથી તેનો તારી સાથે સમાગમ થશે.' એમ કહીને ઘરેથી નીકળે. દુકાને જઈને મૂલ્ય આપીને વીણુ ખરીદી. વીણા લઈને રાજકુલ તરફ ગયે. કુમારીની દાસીએ વીણ જોઈ. દાસીએ પૂછયું, “શું આ વેચવાની છે ?” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “હા ! વેચવાની છે.” દાસીએ કહ્યું કે, “ અમારી રાજકુંવરી મૂલ્ય આપીને આ ખરીદશે, જે જોવા માટે અર્પણ કરતા હો તે.' તેણે કહ્યું- “તમારે જલદી પાછી લાવવી. તેઓએ કહ્યું- ‘તરત પાછી લાવીશું.' વીણું આપી. દાસીઓ કુમારી પાસે ગઈ. વીણું બતાવી. કુમારીએ પૂછ્યું, “કેટલા મૂલ્યથી મળશે ?' દાસીઓએ જવાબ આપ્યો કે, તે અમે પૂછયું નથી.” ત્યારે કુમારીએ મૂલ્ય પૂછવા માટે દાસીને મોકલી. તેણે કહ્યું, “ જે હું જાતે કુમારીને દેખું, તે કુંવરીને જે ઠીક લાગે, તે આપે તે હું આપી દઈશ.' તે પ્રમાણે જઈને કુવરીને જણાવ્યું. મહાવિરહથી શેષિત અંગવાળી કુમારીએ બળઝળી રહેલા હદયના વિદ માટે તેને બોલાવ્યું. ત્યાર પછી ત્યાં જઈને કુમારના પગે પડ્યું અને આપેલા આસન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy