SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ચાપન્ન મહાપુરુષોનાં ચિરત સખત ઠંડી લાગે છે, તે સહન થઇ શકતી નથી. ત્યાર પછી પિતાએ કપાળના પરસેવા લુછી નાખ્યા અને કહ્યું કે, તારું મસ્તક ભારી નથી.’ ત્યારે લગાર નજર કરી, પણ કઇ એલી નિહ. ક્રી પણ મંત્રનું ધ્યાન કરીને જળ છાંટયું. ત્યાર પછી કુમારીએ કહ્યું કે, મને ઠંડી બહુ વાય છે, એમ ખેલી સુઈ ગઈ. લાંબા સમય સુધી કુમારને જોઈ ને પછી પેાતાનું વસ્ત્ર વિશેષ પ્રકારે ઓઢી લીધુ. ફરી માતાએ પૂછ્યું, હે પુત્રી ! તને શાની પીડા થાય છે ?, તેણીએ કહ્યું, મને ઠંડીની અત્યંત વેદના થાય છે.' પછી પિતાએ કપાળના પરસેવા લુછી નાખી કહ્યું કે, 'તારું માથું ભારી કે ઉષ્ણ નથી.’ કુમારીએ કહ્યું કે, મારા હૃદયમાં ઝણઝણાટ ચાલે છે, ગભરામણ ઓછી થતી નથી. લક્ષ્યશૂન્ય દૃષ્ટિ ભમે છે. અગ અને ઉપાંગોમાં ચેતના જણાતી નથી. હું પણ સમજી શકતી નથી કે, મને શાની પીડા થાય છે ?, ત્યારે કુમારે કહ્યું–હજી સમગ્ર વષ ઉતયુ' જણાતુ નથી. માટે મહારાજને આશ્વાસન આપું. હવે અનની સંભાવના ચાલી ગઈ છે.’...... એમ કહીને ફરી મ`ત્રાક્ષરોના જાપ કર્યાં. કુમારી ઉપર અમૃતપ્રવાહ ઝરવા લાગ્યા. સમગ્ર વિષવેગ દૂર થયા. કુમારીએ પિતાને કહ્યું હે પિતાજી ! સપે મને ડંખ માર્યા, હું માત્ર એટલુ જ જાણું છું. ત્યાર પછી દિવસ હતા કે રાત હતી ? દુઃખ હતું કે સુખ હતું ? બહાર હતી કે અંદર? એ કંઈ હું જાણતી નથી. રાજાએ કહ્યું—હૈ પુત્રી ! તને, મને અને તારી માતાને જીવિત આપ્યું હોય તે, આ મહાપુરુષે આપ્યું છે. તેને એક મનુષ્યના દાન કર્યાં સિવાય પ્રતિઉપકાર કરી નહિ શકાય. આ નિષ્કારણ—વગર સ્વાથે વાત્સલ્ય રાખનારો છે, તેમજ સજ્જન પુરુષના આચરણવાળા છે. આ પ્રમાણે મહારાજનાં વચન સાંભળીને કુમારે રાજાની વાતમાં વિક્ષેપ નાખતાં કહ્યું કે,‘મહારાજ! આમ કેમ ફરમાવેા છે ? આમાં મહારાજનુ મેં શું કાર્ય કર્યું? મેં કઈ મારૂ જીવિત આપીને ઉપકાર કર્યા નથી, તેમ જ મારા આત્માને સાહસ કરીને સંશયમાં મૂકયો નથી, તથા તીક્ષ્ણ તરવારના સંકટવાળી, સ્વભાવથી ચપળ રાજ્યલક્ષ્મીને શત્રુના હાથમાંથી છોડાવીને હુ પાછી લાવ્યેા નથી. આમાં મે શું કર્યું ?’ આ પ્રમાણે ખેલતા કુમાર તરફ પ્રથમ સમાગમની દૂતી જેવી સ્નેહવાળી, હૃદયના ભાવને જણાવવા સમર્થ અભિલાષાવાળી દૃષ્ટિથી નજર કરી, વિવિધ વાતા કરવામાં ખાકીની રાત્રિ પૂર્ણ કરી. પ્રભાત–સમયે કુમારીનું હૃદય ગ્રહણ કરીને પેાતાના હૃદયના વિનેદ માટે કુમાર રાજમહેલથી નીકળ્યા, પાતના ભવને ગયા. થોડો સમય સુઈ ગયો. તેમાં રાજકુંવરીના દર્શનનું સ્વમ આવવાથી વિશેષ પ્રકારે કામ ઉત્તેજિત થયા. જાગ્યો, ઉચિત કાર્યોમાં નીપટાવ્યાં. સભામંડપમાં બેઠા, વિશ્વાસુ મિત્રો આવ્યા. તેમણે કરમાયેલું વન-કમળ દેખવાથી ચિંતાનુ કારણ પૂછ્યું, · કુમારીને સર્પ કરડો વગેરે ' આખા વૃત્તાન્ત જણાવ્યા. આખી રાત્રિ જાગવામાં પસાર કરી. આ કારણે લગાર મસ્તક પણ ભારે જણાય છે. શરીરના અવયવા ભાંગે છે. આંખમાં ઊંઘ ભરાયેલી છે. તેઓએ કહ્યુ કુમારીને જીવતી કરી, તે સારું ફ્યુ.' મિત્રો સાથે કેટલાક સમય વાર્તા–વિનેદમાં પસાર કરી કુમાર મિત્રોને રજા આપી, ઉપલા માળ ઉપર ચડીને શયનમાં પડ્યો. કેાઇ ભેટણાં આપવા આવે, તે તેમને આવતા રોકવાની આજ્ઞા આપીને પેાતાનાં દૈનિક કાર્યા છોડીને યાગીની જેમ ધ્યાન કરતા હોય તેમ રહેલા હતા. તેટલામાં પેાતાના બીજા હૃદય સરખા, સ્વદેશમાંથી સાથે આવેલા મંત્રિપુત્ર પ્રસન્નચંદ્રે પ્રવેશ કરીને k Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy