SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિધભૂતિ અને વિશાખનંદી ૧૩૯ તૃણના પૂળાની માફક ભૂમિ પર ગાયને અફાળી. તેઓને સંભળાવ્યું કે- “અરે અધમ દુજે ને ! શિયાળ સાથે હરિફાઈ કરતારા થઈને મારી મશ્કરી કરે છે ? શું અત્યંત ક્ષુધાવાળા દુર્બલકાયાવાળા ફણિધરના મુખ–પિલાણમાં આંગળી નાખવા કઈ શક્તિમાન થાય ખરો ? માત્ર મુખથી જ સાર પ્રગટ કરનારા, રાહુ સરખા, શિયાળ અને ધાન સરખા તમારા જેવા વડે મારું શું કરી શકાય તેમ છે ? આ પ્રમાણે લાંબા સમય સુધી વિચારીને મહાઅભિમાનને આધીન થયેલા, કેપથી અવરાયેલા વિવેકવાળા તે મુનિએ નિયાણને અનુબંધ કર્યો. તે આ પ્રમાણે– મેં મારા જીવનમાં જે આ દુષ્કર તપ-ચારિત્રનું સેવન કરીને તેનું જે ફલ પ્રાપ્ત કર્યું હોય, તે હવે હું આવતા ભવમાં-ભવિષ્યકાળમાં અતલ બલ-પરાક્રમવાળે થાઉં. એ પ્રમાણે નિયાણું બાંધીને તે સ્થાનને પ્રતિક્રમ્યા– આલેવ્યા વગર કેટલેક કાળ વિચર્યા. આયુષ્ય પાલન કરી મૃત્યુ પામીને મહાશુક્ર દેવલેકમાં ઉત્કૃષ્ટસ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ઈચ્છા પ્રમાણે ભોગ ભોગવીને દેવકથી અવીને પિતનપુર નામના નગરમાં પ્રજાપતિ રાજાની મૃગાવતી ભાર્યાને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે, તે રાજાનું “રિપુપ્રતિશત્રુ' નામ પ્રસિદ્ધિ પામ્યું. પાછળથી પુત્રી સાથે લગ્ન-સંબંધ બાંધ્યું, તેથી પ્રજાએ પોતાની પુત્રીને પતિ’ અને લેકે એ “પ્રજાપતિ” –એવું નામ કર્યું. તે પ્રજાપતિને ત્યાં વિશ્વભૂતિ અનગારને જીવ મહાશુક દેવકમાંથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયે. માતાને સાત સ્વપ્રો જોવામાં આવ્યા. નિમિત્તિયાએ કહ્યું કે, પ્રથમવાસુદેવ થશે. શુભ દિવસે તેને જન્મ થયે, અનુક્રમે વૃદ્ધિ પામ્ય અને યૌવન વય સુધી પહોંચે. આ બાજુ વિશાખનંદી કુમાર રાજ્યલક્ષ્મી જોગવીને મૃત્યુ પામે. કેટલાક સમય સંસારમાં રખડ્યો. ત્યાર પછી પર્વત નજીક સિંહપણે ઉત્પન્ન થયે. અતિબલ-પરાક્રમવાળે સિંહ પ્રસિદ્ધિ પામ્યો. ત્રિપૃચ્છે તેને મારી નાખ્યું. તેના શરીરમાં ક્રોધ વ્યાપી ગયે. જાતિસ્મરણજ્ઞાન થયું. આગલી જાતિ યાદ આવી, તેનું બેલ જાણ્યું. અભિમાનને વેગ જાયે, એટલે દ્વેષ ચાલ્યા ગયે. સિંહે પ્રાણવૃત્તિને ત્યાગ કર્યો. તે જે સિંહનું ચરિત્ર પૂછ્યું, તે તને જણાવ્યું તને કુમાર પ્રત્યે અત્યંત સ્નેહ રહેલ છે. ગૌતમ ગણધર પૂર્વભવ આ કુમાર આ અવસર્પિણીમાં છેલ્લા બે વર્ધમાન ” નામના તીર્થંકર થવાના છે. તું પણ તેમને “ગૌતમ ” નામને પ્રથમ ગણધર થશે. માટે તારે આ કુમારને અત્યંત અનુસરવું. આ ઘણુ બલ-પરાક્રમવાળા છે. આને માટે અન્યપુરુષની શંકા ન કરવી.” - ત્યાર પછી સારથિ મુનિને વંદન કરી પિતાના આવાસમાં ગયો, કુમારને દેખે. તેના ચરણ પાસે બેઠો. કેટલાક સમય બેઠે એટલામાં પ્રતિહારે આવીને નિવેદન કર્યું કે હે દેવ ! મહારાજ પાસેથી લેખ લઈને આવેલ માણસ દ્વારમાં રહેલું છે.” તે સાંભળી કુમારે કહ્યું- “તરત પ્રવેશ કરાવે.’ હુકમ થતાં જ પ્રવેશ કરાવ્યું. લેખવાહકે લેખ આપે. લેખ આ પ્રમાણે વાંચ્યું કે- “કુમારે આ લેખ વાંચીને તરત જ વિલંબ કર્યા વગર આ તરફ પ્રયાણ કરી આવી જવું.કુમારે તરત પ્રયાણ ચાલુ કર્યું અને પિતનપુર પહોંચ્યા. પિતાજીને મળે, પગમાં પડ્યો. પિતાજીએ પણ કુમારને આલિંગન આપીને હિતશિખામણ આપી કે, “હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy