SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ચાપન મહાપુરુષામાં રિશ્ત આપને પ્રવેશ કરવા ચાગ્ય નથી’ તે સાંભળી કુમારે ચિતવ્યું કે, ‘સીમાડાના પ્રદેશના ખાનાથી મને પુષ્પકર ડક બગીચામાંથી બહાર કઢાયેા, વિશાખનઢીને પ્રવેશ કરાવ્યા. તા પિતાજીએ આમ મારા સરખા સાથે માયા ન રમવી જોઈ એ, વિશાખનંદીના સેવકોને તિરસ્કાર્યાં. કહ્યું કે, “તમારા ખલ થી આ કુમાર ક્રીડા કરે છે, તેા તમને શુ' કરવાનું હાય ? તેઓએ કહ્યું—“તમારૂ ખળ કેવુ છે ? જેથી આમ ખેલા છે ?” કુમારે પણ કોઠાના વૃક્ષ પર મુષ્ટિ-પ્રહાર કર્યાં. પૃથ્વીપીઠ સહિત તેને કપાળ્યે, તેનાં સર્વાં ફળો ભૂમિ પર તૂટી પડ્યાં. “તમારી પાસે આ અન્યાય નિર્વાહ કરાવનાર બીજા રાજા છે. તેના મલથી તમે જીવા છે.” એમ કહીને તે વૈરાગ્ય પામ્યા. તેણે વિચાર્યું. કે- આ જગતમાં પુરુષા વિષય ખાતર અનેક પ્રકારની વિડંબના પ્રાપ્ત કરે છે. જે ક પતા અને ત્રાસ પામતા હૃદય વડે કહી પણ શકવા સમર્થ થઈ શકાતુ નથી. પક્ષપાત માજુએ રાખીને લાંખા સમય સુધી શુદ્ધ બુદ્ધિથી વિચારણા કરીને સ્પષ્ટપણે કહે। કે, જો ભાગથી કંઈ સુખ મેળવી શકાતુ હાય. યૌવન–મદથી ઉન્મત્ત થયેલા વિષય-તૃષ્ણામાં મૂંઝાયેલ મનવાળા પુરુષાધમા આ લેાકમાં જ નરકગતિના કારણભૂત કાર્યામાં પ્રવૃત્ત થાય છે. માણિકયરત્ન સરખું, સદ્ગતિના અપૂર્વ કારણરૂપ અપૂર્વ દુર્લભ મનુષ્યપણું પામીને વિષયપ્રસંગોનું સેવન કરીને જીવા જન્મ હારી જાય છે. વિષયમાં રક્ત થયેલા મનુષ્યપણું, વિવેક, સુકુલમાં જન્મ, વિશિષ્ટ સાધુપુરુષોના સમાગમ, લજ્જા, ગુરુવની ભક્તિના ત્યાગ કરે છે. જે પુરુષાધમેાનુ મન વિરસ વિષયેથી હરણ કરાય છે, તેમને શુભ વિવેક એસરી જવાથી તે બિચારા અસત્પુરુષો થઈ જાય છે. પેાતાના પરાક્રમાધીન શુભ પરિણામવાળા મેક્ષમાગ સ્વાધીન હૈ।વા છતાં મૂઢપણાથી લેાકો ઘણા દોષવાળાં વિષયની પ્રાર્થના કરે છે. ઉત્તમ ધર્માનુષ્ઠાનરૂપ ધર્મોંમા માં મંદ આદરવાળા, વિષય સુખની લાલસાવાળા, સારાસારના વિવેક-રહિત પુરુષાના હસ્તમાં રહેલ અમૃત સરી જાય છે. દુઃખદાયક ભય ́કર સંસાર-સાગરમાં માહિતમતિવાળા વિષયસુખની તૃષ્ણામાં નૃત્ય કરતા ક્ષીણપુણ્યવાળાનુ આયુષ્ય નિરર્થક વહી જાય છે. આ ઘેર સ`સારસાગરમાં જે ભાગ્યશાળીએ મત્ત કામદેવનાં બાણુ ઉત્પન્ન કરવામાં સમ યુવતિની શૃગાર-ચેષ્ટાઓ તરફ નફરત કરે છે, તેવા ઉત્તમ પુરુષાને નમસ્કાર થાએ. પાપના ઘેાર આસવ સ્વરૂપ અધમ વિષયાના ત્યાગ કરીને હવે હું એકાગ્રમનવાળા થઈ પૂર્વના મહાપુરુષોએ સેવેલ ધર્મની સાધના કરીશ.’ આ પ્રમાણે મહાસંવેગ પામેલા મનવાળા વિષય સુખની અભિલાષા એકદમ ત્યાગ કરીને સંસારના સ્વરૂપને યથાર્થ પીછાણી સત્પુરુષના ચરિત્રનું અવલંબન ગ્રહણ કરીને વિજ્યસિંહ આચાર્યની પાસે તેણે દીક્ષા અંગીકાર કરી. સૂત્ર અને અર્થના ગુરુ પાસે અભ્યાસ કરી, એકાકી વિહાર પ્રતિમા અંગીકાર કરી, કોઈક વખતે વિશાખનંદી વિવાહ-નિમિત્તે શ ંખપુર ગયા, વિશ્વભૂતિ અનગાર પણ વિહારક્રમે તે જ નગરમાં આવ્યા. મહિનાના ઉપવાસના પારણા માટે ભિક્ષા નિમિત્તે તેમણે નગરમાં પ્રવેશ કર્યાં. વિશાખનદીના સેવક પુરુષોએ વિહાર કરતા આ મુનિને જોયા અને આળખ્યા. દેખીને તે પુરુષોને દ્વેષ પ્રગયો, અજ્ઞાન-અધકાર ફેલાયા. અજ્ઞાન-અધકારમાં અંધ બનેલા સેવક એ નવપ્રસૂતા ગાયને તેના તરફ દોડાવી. તેની સામે આવતા મુનિને ધક્કો વાગ્યા. મુનિ ગબડી પડયા. મુનિની ક્રાધાગ્નિ સળગ્યેા. દોડીને સીંગડાવડે ગાયને પકડી, અને મસ્તક ઉપર ભમાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy