SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પિન્ન મહાપુરુષોનાં ચરિત પુત્ર ! પ્રજાના પુણ્યથી તારા સરખાનો જન્મ થાય છે. માતા-પિતા તે માત્ર તેમાં નિમિત્તભૂત છે. આ પૃથ્વી તારાથી સનાથ છે, માટે સકલ સંસારના આધારભૂત તારે ફરી આ પ્રમાણે ન વર્તવું. કારણ કે, મારું રાજ્ય, કેષસંચય અને જીવિત તારા આધીન છે. સિંહના વૃત્તાન્ત સરખું વર્તન હવે ફરી તારે ન કરવું.' આ બાજુ મહાબલ-પરાક્રમવાળે સમગ્ર રાજાઓમાં ચૂડામણિ સરખે અશ્વગ્રીવ નામને એક રાજા હતા. સર્વ રાજાઓ તેની આજ્ઞા માનનારા અને તેનાથી ભયવાળા હતા. તેને મૃત્યુને ભય છે” એમ વિચારી યથાર્થ કહેનાર નિમિત્તિયાને પૂછ્યું કે- “મને તેનાથી મરણને ભય છે?, તેણે પણ સભ્ય નિમિત્તબલથી અવેલેકન કરીને કહ્યું કે-જે મહાબલ-પરાક્રમવાળા સિંહને ઘાત કરશે, તે તારા દૂતને પણ મારી નાખશે, તેના તરફથી મરણને સંદેહ કરે.” નિમિત્તિયાએ આમ કહ્યું, એટલે રાજાએ તપાસ કરનાર ગુપ્તપુરુષે પાસે સિંહની તપાસ કરાવી અને સાંભળ્યું કે પ્રજાપતિ રાજાના પુત્રે બે બાહુથી હથિયાર વગર તેને મારી નાખે છે. ભયથી ઉદ્વેગ પામેલા અશ્વગ્રીવ રાજાએ દૂતને બોલાવીને પ્રજાપતિરાજા પાસે મોકલ્યો કે, તમે હવે વૃદ્ધવયવાળા થયા છે, તે મહાઆદેશ પાલન કરવા માટે તમારા પોતાના પુત્રને તરત મેકલી આપે. લાગલાગટ-રોકાયા વગર પ્રયાણ કરતે દૂત ત્યાં ગયો. પિતનપુર પહોંચી રાજદ્વારે ગયે. નાટક પ્રેક્ષણક-સુખ અનુભવતા રાજાને પ્રતિહારે દૂત આવ્યાના સમાચાર આપ્યા કે, “હે દેવ ! અશ્વગ્રીવ રાજાને દૂત આવ્યો છે, તે શું કરવું ? આપ કહો, તે પ્રમાણે વૃદ્ધિ પામતા રસાતિશયવાળા કુતૂહલપૂર્ણ કુમાર અને પ્રેક્ષકવર્ગ નાટક જોવામાં એકતાન બન્યા હતા, તે નાટક બંધ કરાવ્યું. રંગભૂમિથી રાજા બહાર ગયે અને રાજસભામાં પ્રવેશ કર્યો, તને અંદર બોલાવ્યો. દત રાજાના પગમાં પડ્યો. એગ્ય આસને બેસાડ્યો. રાજાના વચનથી યથોચિત ભેટશું આપ્યું, મુહૂર્તકાળ પછી રાજાએ મહારાજના શરીરના કુશળ સમાચાર પૂછ્યા. તે કહ્યું “કુશળ છે” –એમ કહીને મહારાજને સંદેશે જણાવ્યું. પ્રજાપતિ રાજાએ આદેશ મસ્તકથી અંગીકાર કર્યો. મનમાં ચિંતવ્યું કે, મહાબલવાળે અશ્વગ્રીવ રાજા દુખે કરી આરાધવા યોગ્ય છે, તેમજ તે આકરે દંડ કરનારે છે. મારા પુત્રોએ હજુ ભય દેખ્યા નથી, ખાસ કરીને આ ત્રિપૃષ્ઠ પુત્ર તે તદ્દન નાનું છે. સમજાતું નથી કે આ વિષયમાં શું કરવું ? એમ વિચારીને દૂતને ક્યાંય ઉતારે મેકલ્ય, તેને માટે યોગ્ય સારસંભાળ કરાવી. નાટકને રંગમાં ભંગ આ બાજુ સંગીત અને નાટકના રંગમાં ભંગ પડવાથી આકુલ થયેલા ત્રિપૃષ્ઠ પરિવારને પૂછયું કે, “આ વળી ક્યાં આવ્યો છે ? કે જેના આવવાથી પિતાએ પ્રેક્ષણકમાં વચ્ચેથી ભંગ કરાવ્યું ?” પોતાના પરિવારમાંથી હકીકત મેળવી. કુમારે ચિંતવ્યું કે, “વળી એ પાપી કયાં ગયે? તેની સેવા થાય તે પહેલાં જ કુતૂહલ દૂર કરું, પછી તેના સ્વામીનું” એમ વિચારી તેનું રક્ષણ કરાવ્યું. પછી પ્રજાપતિ રાજાએ મોટા પ્રબંધથી તેનું રક્ષણ કરાવ્યું અને મોટા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy