SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સિંહનું વિદ્યારણ સ્વચ્છ દર્પણે ભ્રમણ કરતાં કાઈક પર્વતની નજીકના પ્રદેશમાં જ્યાંથી લાકો પરદેશ ચાલ્યા ગયા હતા, દેવકુલા. ધર્મશાળા, બગીચાએ, ગામા, નગર, વસ્તુવગરનાં ભવના, કમલખડો, વાવડીએ એમને એમ અવાવરાં થયેલાં છે, એવા ઉજ્જડ પ્રદેશ જોવામાં આવ્યા, તેવા પ્રકારના મનુષ્ય, પશુઓ વગરના ઉજ્જડ સ્થાનને દેખી પોતાના સારથિને પૂછ્યું કે, આવા મના હર પ્રદેશ કયા કારણથી ઉજજડ–વેરાન બની ગયા હશે ?” તેણે કહ્યુ—હે સ્વામી ! આપ સાંભળે, અહી' નજીકના પર્વતની ગુફામાં સમગ્ર મત્ત હાથીને પરાભવ કરનાર, દુઃખે સહુન કરી શકાય તેવા વિકરાળ, પવનયેાગે આવેલ જેની અત્યંત ગ ંધથી મૃગટોળાંએ જેનાથી નાસી ગયેલાં છે, મેઘ-ગજારવ સાંભળી ભૂમિ સાથે પુછડી અફાળતા, સિંહનાદને નહિ સહેતા એક સિંહ રહેલા છે. તે નિર ંતર મનુષ્ય-સમૂહને મારી નાખે છે, પશુઆને મારીને ભક્ષણ કરે છે. ગામલાકને અને નગરલકોને અત્યંત ત્રાસ પમાડે છે. તેનાથી મડાલય પામીને આ દેશ વસ્તિ વગરના વેરાન થઈ ગયા છે.’ તે સાંભળી કુમારે કહ્યું—આવા વિક્રમરસિક મહાપ્રાણીને જોવા જોઈએ, માટે રથ તે તરફ વાળા.’ સારથિએ કહ્યું –‘આવા નિષ્કારણુ અન દંડથી શે! લાભ ? આ દેશ વસ્તિવાળા હોય કે ઉજડ-વેરાન હાય, તેનું આપણે કાઈ પ્રયાજન નથી, તેમજ સિહુને મારવાનું પણ આપણે કોઈ પ્રયાજન નથી.' તે સાંભળી કુમારે કહ્યું- પારકા પરાક્રમને સહન ન કરવું એ જ માત્ર પ્રયેાજન છે. મેઘગર્જના સાંભળીને સિંહુ કયા લની અપેક્ષા રાખીને રાષાયમાન થાય છે ? ” ચાપન્ન મહાષાનાં ચરિત કાની આશંસા રાખ્યા વગર તેમજ યશ અને જીવની દરકાર કર્યાં વગર જેઓ હંમેશાં કાર્યાર’ભ કરે છે, તેને લક્ષ્મી સાંનિધ્ય આપે છે.’ શું આ મૃગલાનાં માંસ ભક્ષણ કરનાર સિંહ આદિ વાપોથી ભયની શંકા કરાવતા મને લજ્જા પમાડે છે ? આવી નિ`ળ વાત જવા દે અને રથ તે તરફ હું કાર.” પછી સારથિએ સિંહગુફા તરફ રથ ચલાવ્યેા. ગુફાના દ્વાર ભાગ પાસે પહોંચ્યા. રથ ચાલવાના અવાજ સાંભળીને કંઈક હાથીના ટોળાંની શકાથી સિ ંહે નેત્રયુગલ બીડી દીધુ. ફરી વળી મનુષ્યને દેખીને અવલાયન કરતાં જ નેત્રયુગલ ખીડાઈ ગયુ.. આળસ કરતા સિંહને દેખીને કુમારે કહ્યું ~ અરે મહાસત્ત્વ ! આ તારી નિષ્ક્રિયતા જ તારું પરાક્રમ કહે છે. આ પ્રત્યક્ષ અમારા વધના ત્યાગ કરીને સમગ્ર વીરપુરુષાને ભગાડીને વેરાન થયેલા આ પ્રદેશ તારું પરા મ પ્રગટ કરે છે. જો કે તું જાનવર હાવાથી તારી મને દયા આવે છે, તે પણ તારુ પરાક્રમ સહી નથી શકતા અને ખલની પરીક્ષા કરવાની કુતૂહલવૃત્તિવાળા હું અહીં આવ્યે છું, માટે ઊઠ, અને તારું પેાતાનું પરાક્રમ બતાવ, અને ખાટી નિદ્રાના ત્યાગ કર.’ પછી તેને સાંભળીને ભુરા રંગની કેશવાળીના સમૂહને ધૂણાવીને, પૂંછડી પૃથ્વીતલ પર અફાળીને, કાયાના અગ્ર ભાગને ઊંચા કરીને, મુખ-વિવર પહેાળું કરીને તે બગાસુ ખાવા લાગ્યા. તેને ઊભા થયેલે દેખી કુમારે ચિંતવ્યું કે— આ હથિયાર વગરને ભૂમિ પર રહેલા પશુ છે, તે સાથે રથમાં બેસીને તેની સાથે યુદ્ધ કરવું, તે મારા સરખા માટે યોગ્ય ન ગણાય.' એમ વિચારી કુમાર રથમાંથી નીચે ઊતર્યાં. સારથિએ કહ્યું – હું કુમાર! આપ આ ઠીક કરતાં આયુધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy