SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્રો ૧૩૫ નથી. જો કે આપ મહાબલ–પરાક્રમવાળા છે, તે પણ આ સિંહ છે અને જાતિના કારણે સમગ્ર પુરુષના પરાક્રમ કરતાં એ ચડિયાતે છે. ખાસ કરીને આ સિંહ જુદા પ્રકારનો છે. માટે રથમાં બેસી જાવ, બખ્તર પહેરે, અવસરેચિત આયુધ ગ્રહણ કરે, મારી નાખવાનું જ માત્ર પ્રયોજન છે, પરંતુ આ તમે જે પ્રકારે કાર્ય કરવા તૈયાર છે, તે વાત બરાબર નથી. માટે કુમારે મારી સલાહ અનુસરવી. તે સાંભળીને કુમારે કહ્યું “સર્વથા તારું વચન સર્વકાળ અનુસરવાનું જ છે, અત્યારે તે તારે મને અનુસરવું પડશે.” એમ કહીને સિંહકિશોરને હાક મારી કહ્યું કે, “અરે દુષ્ટ ! તિર્યચનિવાળા હે સિંહ! હમણું જતું હતું ન હતો થઈશ.” તરત જ રે રેકાર બેલતાંની સાથે જ સિંહે ગર્વથી કૂદકે ફલાંગ મારવાની તૈયારી કરી. એટલામાં કુમારે બે હાથ વડે નીચે ઉપરના બને હોઠ સજડ પકડીને વચ્ચેથી સિંહકિશોરને ચીરી–ફાડી નાખે. ફાડતા જ ક્રોધથી તે તડફડવા લાગ્યું. તે પ્રમાણે તડફડતા સિંહને સારથિએ કહ્યું કે, “રે સિંહ! તું આમ બળાપ ન કર. તેને સામાન્ય પુરુષે નથી માર્યો, પરંતુ પુરુષમાં સિંહ સરખા મહાપુરુષે માર્યો છે, માટે સંતાપ ન કર. તે સાંભળીને રોષ વગરને થયેલ સિંહ મૃત્યુ પામે. સારથિએ કુમારની પ્રશંસા કરી. દેશને ફરી વસતિવાળે કર્યો. પોતે પૃથ્વીમંડલમાં ભ્રમણ કરવા લાગ્યો. કેઈક સમયે શંખપુર નગરના ઉધાનમાં પડાવ નાખેલ કુમારના સારથિએ ઉદ્યાનમાં રહેલા ચાર જ્ઞાનવાળા, ઘણુ સાધુઓથી પરિવરેલા, લોકોના સંશને છેદતા, ભવ્ય જીની મેહ-નિદ્રા દૂર કરતા, નિજીવ ભૂમિપ્રદેશમાં રહેલા ગુણચંદ્ર નામના સાધુને દેખ્યા. તેમને દેખીને ઉત્પન્ન થયેલા કુતૂહલવાળે, હર્ષયેગે વિકસિત થયેલા નેત્રવાળે, કુતૂહલ–પૂર્ણ હૃદય, વિકસિત સુખ અને નયનવાળે તે સાધુ પાસે પહોંચે. રોમાંચિત બની વંદન કરી, ગુરુના ચરણકમલ પાસે ધર્મ શ્રવણ કરવાની ઈચ્છાથી બેઠે. કથા પૂર્ણ થયા પછી ભગવંતને પૂછ્યું કે, “હે ભગવંત! અત્યંત ક્રુરકમ કરનાર, મનુષ્ય અને પશુઓને મારી નાખવામાં રસિક ગિરિગુફામાં વસતા એવા સિંહને અમારા સ્વામીએ મારી નાખે, તે અત્યંત બલ અને પરાક્રમવાળે અને દરેક પુરુષની અવજ્ઞા કરનાર હતે; એને અમારા સ્વામીએ ઊભે ને ઊમે ચીરી નાખે. તેવી સ્થિતિમાં પણ તે રોષને માર્યો ધમધમતું હતું અને પ્રાણ છેડતે ન હતું. ત્યારે મેં કહ્યું કે, “હે મહાપરાક્રમી ! તને પુરુષસિંહે માર્યો છે, સામાન્ય પુરુષે માર્યો નથી.” એમ સાંભળી તે પંચત્વ પામે, તે હે ભગવંત! આપ કહે કે, શું તે તિર્યંચભાવમાં પણ તેવા સ્પષ્ટ વિજ્ઞાનવાળે, કહેલું લક્ષ્યમાં લઈ શકે અગર ન લઈ શકે ?” તે સાંભળીને કેવલજ્ઞાની ભગવંતે કહ્યું –“હે મહાસત્ત્વ! સાભળ, તે જે પૂછ્યું, તે મેટી કથા છે. ત્રિપૃષ્ઠના મરીચિ વગેરે-વિશાખનંદી સુધીના પૂર્વભવે જંબુદ્વીપ નામના આ જ કપમાં ક્વિાકુ ભૂમિ છે. ત્યાં નાભિ નામના કુલકર હતા. તેની મરુદેવી ભાર્યાને અષભસ્વામી નામના તીર્થંકર પુત્ર ઉત્પન્ન થયા હતા. કેવલજ્ઞાનવાળા રાષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિને વૈરાગ્ય ઉત્પન્ન થયે, દીક્ષા લીધી અને શાવિધિ અનુસાર ભગવાનની સાથે વિચરતા હતા. કેઈક સમયે કર્મ પરિણતિની અચિન્ય શક્તિથી, અવશ્ય બનવાવાળા ભાવી ભારે હોવાથી ઉન્માર્ગ–દેશનાના કટુક વિપાકે જાણતા હોવા છતાં પણ ઉન્માર્ગ–દેશના કરવાના સંયેગમાં મૂકાયા. ભાગવત-દર્શનને ખોટો વેષ પ્રવર્તાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy