SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્રો ૧૩૩ જેનું વદન શરદ-પૂર્ણિમાના સકલ કળાઓના આલય ચંદ્રમંડલને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર કાંતિથી પરિપૂર્ણ, કામથી વિકસિત વેત કલસ્થલથી શોભતું હતું. જેનું વક્ષસ્થલ પરસ્પર એક બીજા સાથે અથડાવાથી પીડા પામતા, મેટા વિસ્તારથી રોકી લીધેલ, ઉપર આંદલિત થતા હારવાળું, બંને વચ્ચે અલ્પ પણ અવકાશ વગરના સ્તનયુગલવાળું હતું. તેનું બાહયુગલ સર્વ ઉપમાઓ જિતનાર પરસ્પરની સ્પર્ધાથી વૃદ્ધિ પામતા રમણ-સ્તને વડે કરીને તેને મધ્યભાગ તેવી રીતે ક્ષીણતા પામે, જેથી ઉદરની દુર્બળતાના કારણે મુષ્ટિથી ગ્રહણ કરી શકાય તે પાતળે હતે. મદનરૂપી કલહંસના વિલાસ માટે અપૂર્વ અને યોગ્ય જેને તટસ્થલવાળે ઉસંગ-ઓળો મધ્યભાગ સરખો પ્રગટ કીડાના મહાસ્થાન રૂપ નવીન ઘડેલા કંદોરાવાળા સાથળથી વિભૂષિત, વિશાળ જઘનસ્થલવાળો હતે. ઉપરની છાલ વગરના કદલીવૃક્ષના ગર્ભભાગ સમાન સ્વચ્છ કાંતિવાળા, સ્થૂલ વિશાળ વર્તુલાકાર, કામદેવના ભવનના ઉત્તમ સ્તંભ સરખા મનેહર જેના સાથળ-યુગલ હતા. હંસશ્રેણિઓને આકર્ષણ કરનાર, મણિ-રચિત તુલાકેટિ–ચરણાભૂષણમાં જડેલાં રત્નોથી અલંકૃત, સારી રીતે પરસ્પર બંધાયેલ સંધિઓવાળા, ગુપ્ત નસોવાળા જેના ચરણુયુગલ હતા. સંપૂર્ણ ભૂષણ ગુણને અલંકૃત કરનાર, સર્વાગ–સુંદરતાવાળી તે મૃગાવતી રાણી સાથે રાજા મનવાંછિત ભેગેને ભગવતે હતું. આ પ્રમાણે સર્વાગ–સુંદર શરીરવાળી સમગ્ર ગુણભૂષણથી શોભતી આ રાણીની સાથે રાજા મન ઈચ્છિત ભેગો ભગવતે હતે. એ પ્રમાણે વિષયસુખ અનુભવતાં રાજાને કેટલોક સમય પસાર થયે. કેઈક સમયે ભરતપુત્ર મરિચિને જીવ સંસારમાં ભ્રમણ કરીને બીજા ભવમાં મહાશુક્ર દેવલોકમાંથી ચવીને આ રાણીના ગર્ભમાં ઉત્પન્ન થયે. તે રાત્રિએ રાણીએ સાત સ્વપ્ન દેખ્યાં, પતિને જણાવ્યાં એટલે તેણે “પુત્ર જન્મશે એમ આશ્વાસન આપ્યું. નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા ત્યારે સુખપૂર્વક પુત્રને જન્મ આપે. પુત્ર-વધામણુ કર્યા. કેદખાનાનાં બંધને છોડાવ્યાં. તે પુત્રના પીઠભાગમાં વંશત્રિક જોઈને માતા-પિતાએ ‘ત્રિપૃષ્ઠ એવું નામ પડ્યું. તેને મોટેભાઈ અચલ નામને બલદેવ હતું. તે ત્રિપૃષ્ઠ પણ વાત્રષભનારાજી સંઘયણવાળા મહાબલ-પરાક્રમવાળો સર્વ લેકને પરાભવ કરતે વૃદ્ધિ પામવા લાગે. બાલ્યભાવને ત્યાગ કરીને પરાક્રમ કરવામાં રસિક સુભટના ગર્વને વહન કરતે વયે વધવા લાગે. વિશેષમાં તે વીર મહાપુરુષની કથાના શ્રવણમાં ખુશ થતો હતો, તથા સાહસરસિકેની પ્રશંસા કરતા હતા. પિતા કરતાં અધિક પરાક્રમવાળાને જોઈ એ રોમાંચિત થત હતું. આ પ્રમાણે નિરંતર વીરની કથાઓની પ્રશંસા કરતા માતા-પિતાને આનંદ કરાવતે, સાહસિકોને “શાબાશ શાબાશ’ કરતે, સમગ્ર લેકને ચમત્કાર કરાવતા હતા ત્યારે કેઈક વખત એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે–યુવતીવર્ગની જેમ શું હું મારું પરાક્રમ બહાર બતાવ્યા. વગરને ? લેકે પણ મારા બેલાબેલને જાણતા નથી અને ઘરમાં જ ઉદ્યમ કરી કહે છું એ મારા માટે યોગ્ય છે? માટે ઘરમાંથી નીકળીને મારું પૌરુષ બતાવું, ભુજાબલને પ્રકાશિત ક, આત્માની તુલના કરું. સર્વેના બલને ગર્વ દૂર કરું-એમ વિચારી માતા-પિતાને પૂછીને રથમાં આરૂઢ થઈ કેટલાક સૈન્ય-પરિવાર સાથે પોતાની ભુજારૂપ દંડ-સહિત પોતાના વિક્રમને અંગરક્ષક બનાવી પિતાને સલાહ આપનાર મંત્રી સાથે સર્વના પરાક્રમની અવગણના કરતે પૃથ્વીમંડલમાં ભ્રમણ કરવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy