SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ચપન્ન મહાપુરુષોનાં ચરિત શંકાદિ શલ્યરહિત સમ્યક્ત્વ જેને હય, તેને સંસાર મર્યાદા કાળવાળે થાય છે અને તે પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરનારે થાય છે. જે, શાસ્ત્રજ્ઞા પ્રમાણે વર્તનારના મનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર વતી રહેલાં છે, તે મનુષ્ય અવશ્ય સ્વર્ગ અને પરંપરાએ મેક્ષ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ગણધર ભગવંતને ઉત્તર આપીને પ્રભુ ઈચ્છા પ્રમાણે વિહાર કરીને ભવ્યજીને પ્રતિબોધ કરીને ‘સમેત શિખર પર્વત ઉપર ગયા. ત્યાં એક મહિનાના ભક્ત-પ્રત્યાખ્યાન કરી, શૈલેશીકરણ કરી, ગરુંધન કરી ગુણસમૃદ્ધ એવા સુમતિનાથ સ્વામી કમરજથી સર્વથા મુક્ત થઈ સિદ્ધ થયા. બાધારહિત એવા શાશ્વત સ્થાન મોક્ષને પામ્યા. એ પ્રમાણે ૩૦૦ ધનુષની કાયાવાળા પ્રભુ સુમતિનાથ ભગવંત ચાલીશલાખ પૂર્વનું સર્વ આયુષ્ય પરિપાલન કરી સમેત પર્વતના શિખર ઉપર શૈલેશીકરણ અંગીકાર કરી સિદ્ધિગતિને પામ્યા. ચેપન્ન મહાપુરુષ-ચરિત વિષે પાંચમ સુમતિનાથ સ્વામીનું ચરિત્ર પૂર્ણ થયું. [૭] (૮) શ્રી પદ્મપ્રભ સ્વામીનું ચરિત્ર પૂર્વના કેટલાક ભામાં ઉપાર્જન કરેલા તીર્થકર નામકર્મના પુણ્યદય–વેગે ઉત્પન્ન થયેલ મહાપ્રભાવવાળા એવા કેટલાક મહાપુરુષોને જગતમાં જન્મ થાય છે કે, જેમનાથી આ ભુવન પણ પૂજાપાત્ર બને છે. શ્રી સુમતિનાથ ભગવંત નિર્વાણ પામ્યા પછી એકકોડ સાગરેપમ અને નવ હજાર વર્ષો ગયા પછી અઢીસો ધનુષની ઊંચી કાયાવાળા “પદ્મપ્રભપ્રભુ ઉત્પન્ન થયા. કેવી રીતે તે કહે છે – જંબુદ્વીપ નામના આ જ દ્વીપમાં, ભારતવર્ષમાં, કૌશાંબી નામની નગરી હતી. જે ધન સુવર્ણ, રત્નાદિકથી સમૃદ્ધ લોકે વડે સમગ્ર ઉપદ્રવ-રહિત અને હંમેશાં પ્રમુદિત હતી. તે નગરીમાં પૃથ્વીના ભારને ધારણ કરનાર “ઘર” નામને રાજ હતું. તે રાતને પૂર્ણ મર્યાદા સાચવનારી સંસીમાં પૃથ્વી જેવી “સુસીમા નામની પત્ની હતી. તેને ચૌદસ્વપ્નથી સૂચિત પુણ્યરાશિથી ઉત્પન્ન થયેલા, વેયકથી ચવેલા “પદ્મપ્રભ નામના પુત્ર થયા. માઘ કૃષ્ણછઠ્ઠીના દિવસે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રયોગ થયે, ત્યારે પ્રભુ દૈવલેકમાંથી ચવ્યા. કાર્તિક કુષ્ણદ્વાદશીના દિવસે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને વેગ થયે, ત્યારે પ્રભુ જમ્યા. પહેલાં કહી ગયા, તે કમે સૌધર્મ ઈન્દ્ર તેમને જન્માભિષેક કર્યો. ભગવંત ગર્ભમાં હતા, ત્યારે માતાને પકમળના શયનને દેહલે થયું હતું, તે કારણે યથાર્થ ‘પદ્મપ્રભ નામ પાડ્યું. તેઓ કેમે કરી વૃદ્ધિ પામવા લાગ્યા. લૌકિક સ્થિતિ અનુસરતા ભગવંતે પાણિગ્રહણ કર્યું. કુમારભાવમાં સાડાસાત લાખ પૂર્વે ગયાં, બીજાં સાડી એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ રાજ્યપાલનમાં ગયાં. ત્યાર પછી પ્રભુ સંસાર છોડવાની અભિલાષાવાળા થયા, કાતિક દેથી પ્રેરાયેલા પ્રભુ છટ્ઠ તપ કરીને કાર્તિક વદિ તેરશના દિવસે પ્રાધાનસત્રમાં સામાયિક વ્રત ગ્રહણ કરી વિચારવા લાગ્યા. વિચરતા વિચરતા છ મહિના પછી વડલાના વૃક્ષની છાયાતલમાં ચિત્રી પૂર્ણિમાએ ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને ચેગ થયે, ત્યારે કેવલજ્ઞાન પ્રગટ થયું. પંચાણુ ગણધરોને દીક્ષા આપી. દેવેએ સમવસરણ રચ્યું. નગરકો અને જનપદે આવ્યા. સમવસરણને દેખીને જાતિ વૈરવાળા તિયનાં વેરે વીસરાઈ ગયાં. કેવી રીતે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy