SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાશુભ-કર્મ-વિષયક પ્રશ્નોત્તર ૧૧૯ લાગે છે, જ્યાં જાય ત્યાં અનાદર પામે છે. જ્ઞાનદાન દેવા દ્વારા ઉપકાર કરનાર, જ્ઞાનીને વિનય કરનાર, તેમને દાન આપનાર, શુભ શાસ્ત્રને અભ્યાસ કરાવનાર બુદ્ધિશાળી થાય છે. જ્ઞાનાદિક ઉપકાર કરનાર પ્રત્યે દ્રોહ કરનાર, જ્ઞાનમાં અંતરાય કરનાર, જ્ઞાનને વિનાશ કરનાર, હંમેશાં અધિકશ્રત જાણનારને તિરસ્કાર, અપમાન, અવજ્ઞા કરનાર હોય, તેને બુદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેને દંડ, ચાબુક, શસ્ત્ર, દેરડાં, ઘણ, તલવાર, મગર વગેરે હથીયાથી દુઃખ ઉપજાવનાર ઘણી વેદના ભેગવનાર થાય છે. સ્વભાવથી પાતળા કષાયવાળે, અનુકંપા કરનારે, દાન, શીલ આદિ ગુણથી યુક્ત, જેને બચાવનારે જીવલોકમાં સુખી થાય છે. નિરંતર જ્ઞાનદાન કરનાર લોકમાં બહુશ્રુત થાય છે, તેથી વિપરીત મૂર્ખ અને આત્મહિત પણ સમજી શક્તો નથી. જે શ્રત પ્રત્યે બહુમાનવાળા હોય છે, ગુરુની ભક્તિ અને વિનય કરવામાં તત્પર હોય, તે ઈચ્છા પ્રમાણે ફળ મેળવે છે. કારણ કે, તેનું જ તે ફલ છે. જે ગુરુની નિંદા કરે છે કે તેમને ઓળવે છે, પિતાના ગૌરવની અભિલાષા કરે છે, તેને કદાચ વિદ્યા આવડી જાય, તે પણ તેનું ફળ તેને મળતું નથી. જે માયાવી, ચાડીયે, ઠગવાના સ્વભાવવાળે, કરેલા ગુણને નાશ કરનાર હોય, તેના પર કરેલે ઉપકાર નાશ પામે છે અને તે વિપરીત ગુણવાળે થાય છે. પારકી લક્ષમી કઈ પ્રકારે મેળવીને તેનો વિનાશ કરવા તૈયાર થાય, તે તેની દુઃખે ઉપાર્જન કરેલી વિપુલ લક્ષ્મી કોઈ પ્રકારે પલાયન થાય. જે કંઈ સ્વભાવથી ભદ્રિક હોય અને ગમે તેમ કરી સાધુ ભગવંતને પ્રાસુકદાન આપે, તે તેની અસ્થિર લક્ષ્મી પણ સ્થિર બની જાય. જે કપટભાવવાળે બીજા કેઈ યતિજનને જોઈને વાંકી નજર કરે, કપટી તેમને વક્રતાથી બોલાવે, તે પુરુષ વાંકા મુખવાળે થાય તપ કરીને જેઓ દુર્બળ અંગવાળા થયા હોય, તેમને જે પુરુષ અપ્રિય કે નિર્ભાગી કહે, તે દુર્ગધ મુખવાળે થાય છે અને પગની પાનીથી કેઈને પાટુ મારે, તે વામન થાય છે. સાધુપુરુષ પ્રત્યે અનાર્ય વર્તન કરનારા ઠીંગણ, કૂબડા હંમેશા થાય છે. વિયેગ કરાવનારને સ્થાનની સ્થિરતા રહેતી નથી. પક્ષીઓ અને પશુઓના વિયેગે જેઓ કરાવતા નથી, તથા જેઓ ના ઉપર દયા કરનારા હોય, તેનાં સંતાને જીવતાં રહે છે. પારકાં છિદ્રો, દોષ દેખેલા કે અણુદેખેલા હોય, તેને જે અનાર્ય પુરુષ બેલે, બીજાની અપકીર્તિ કરવામાં રાજી થનાર આ જીવલેકમાં જન્માંધ થાય છે. જે પુરુષ સાંભળેલ કે વગર સાંભળેલ અગર કેઈક માટે વિરુદ્ધ વાતો લેકમાં કરે, જે ચાડીઓ કરે, પારકી પંચાત કરનારે હોય, તે બહેશે અને મૂંગે થાય છે. જે પુરુષ બીજાને બાળે, ડામ દે, ઘાત કરે, અંગછેદન કરે, જેને દુઃખ-ત્રાસ આપે, તે બગી થાય, તેથી વિપરીત નિરોગી થાય. જે મહાપાપી કઈ પ્રકારે જીના અવયવોનો -ઈન્દ્રિયોને વિનાશ કરે, તે તે અંગોથી રહિત થાય છે કે તે પાપી અધૂરા અંગવાળે થાય છે. જે પુરુષ, ખરા સમયે સાધુ ભગવંતને ઔષધાદિક આપે છે, તે ધનપતિ થાય અને તેનો યશ પૃથ્વીતલમાં સ્થિર થાય છે. જે પુરુષ, કેઈને અંતરાય કરનાર કે પારકી થાપણ માટે અપલાપ કરે, તે દુર્ગતપણું પામે છે, તેમ જ દરેક તરફથી મહાપરાભવ–અપમાન પામે છે. જે, ગુરુના અને સારા પુરુષના વચન પ્રમાણે વર્તનારે હોય, ઘતેમાં મક્કમ. સત્યપ્રતિજ્ઞા ટકાવનાર હોય તેનાં વચનને સહુ કઈ માન્ય કરે છે. અને જે, એથી વિપરીત પાપમતિવાળે હેય, તેનાં વચનને કોઈ સ્વીકારતા નથી. જે બીજાને પીડા ઉત્પન્ન કરે છે, તે નિરંતર ઉદ્વેગવાળે અને હીનદેડવાળે થાય છે. જે, જિનેશ્વરને અને ચતુર્વિધ શ્રીસંઘને પ્રત્યેનીક હોય, તે અનંત સંસાર રખડનારે થાય છે. આ ભુવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy