SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણમાં રહેલા વાને થતી વેરની શાંતિ સમવસરણમાં રહેલા વાને થતી વેરની શાંતિ વિશ્વાસુ મૃગ, સિંહના કાનના મૂળમાં કઠપ્રદેશમાં પ્રગટ પ્રચંડ નાળીયેરના સરખા રંગવાળા કેશવાળીના સમૂહને ખજવાળે છે. દેવા, અસુરે અને નિલ મણિના કરણાની પ્રભાથી કલેશ પામતા સુકુમાર સર્પને માર પેાતાના શરીરનાં પીંછાં ઢાંકીને સ્વસ્થ કરે છે, તે જીવા, વિશ્વાસ પામેલેા ડેલી આંખવાળે અશ્વ, પાડાના તીક્ષ્ણ શિંગડાંના અગ્રભાગ સ્થાનમાં નેત્રના અંતભાગ ખણે છે. તીર્થંકર ભગવંતની વાણીમાં એકતાન અનેેલેા, નિશ્ચલ સરવા કાન કરીને શ્રવણુ કરતા ઉંદર, પેાતાની કાયાના એક ભાગથી સર્પની ફણાને સંતાપ કરે છે, તે તમે દેખા, ધમ કથા શ્રવણુ કરવામાં તલ્લીન થયેલ વેરાનુબંધ શાન્ત કરેલ બિલાડા, કે જેના મુખાગ્રમાં રહેલ ઉંદર-ખચ્ચુ નિશ્ચલ અને શાન્તિથી બેઠેલું છે, તેને તમે જુએ. મૃગબચ્ચું, શ્વેત સ્તનવાળી વાઘણને ઓળખ્યા વગર ધાવે છે અને તે પણ પેાતાના બાળકને એળખ્યા વગર ક્ષીરપાન કરાવે છે. હાથી ભૂરા રંગવાળી કેશવાળીવાળા સિંહની ગરદન ઉપર પોતાની સૂંઢ રાખીને પેાતાના કાન સ્થિર કરીને પ્રભુવાણી શ્રવણ કરે છે. જિનવચન શ્રવણુ કરનાર હર્ષિત વૃષભે મુખાગ્ર ભાગમાંથી બહાર નીકળેલી ભયંકર દાઢવાળા સિંહના દેહને દાખી રાખ્યું છે, તે દેખે. ગાયના વાડાના શ્વાન, ખેાળામાં દેડકાને બેસાડીને દેવા, અસુરેાવાળી સર્વ સભા સમજી શકે તેવી મનેાહર પ્રભુની વાણીને શ્રવણ કરે છે. જેમના પ્રભાવથી આ પ્રમાણે છેાડી દીધેલા બૈરાનુબ ધવાળા તિર્યં ચ-ગણેા પણ થાય છે, તેમનુ આ શીલગુણુયુક્ત સમવસરણુ જગતમાં જય પામે છે. આવાં સમવસરણને જોતાં લેાકેા અંદર આવ્યા. સિંહાસન પર વિરાજમાન, સસાર અને મેાક્ષમાગ ને પ્રકાશિત કરતા તીર્થંકર પરમાત્માને તેઓએ જોયા. પ્રણામ કરીને તેમના ચરણકમલ પાસે બેસી ધ શ્રવણ કરવા લાગ્યા. ત્યાર પછી ભગવતે ચાર ગતિસ્વરૂપ સ’સાર-સમુદ્રનું વર્ણન કર્યું. ક્રમસર નારકી, તિય "ચ, મનુષ્ય અને દેવગતિએ જણાવી. પછી ગણધર ભગવંતે પૂછ્યું કે હે ભગવંત! દેવા કેટલા પ્રકારના ? તેમનું આયુષ્ય કેટલુ'? તે દેવલેાકમાં સુખ કેવુ' હોય? ત્યાંનું દેહપ્રમાણ કેવડું? વિમાનાની સખ્યા કેટલી ? દેવગતિમાં કોણ જાય ? એક સમયમાં કેટલા દેવતા ઉત્પન્ન થાય ?’ વગેરે દેવવિષયક પ્રશ્નો ગણધર ભગવંતે પૂછ્યા પછી ભગવંતે તેના પ્રત્યુત્તર આપ્યા— ૧૨૧ ચાર પ્રકારના દેવાનું સ્વરૂપ "C • દેવા ચાર પ્રકારના હાય છે, તે આ પ્રમાણે-ભવનપતિ, વ્યંતર, જ્યાતિષ્ઠ અને વૈમાનિક. તેમાં ભવનપતિ દેવા દેશ પ્રકારના છે, તે આ પ્રમાણે-અસુરકુમાર, નાગકુમાર, ઉદધિકુમાર, સુપ કુમાર, સ્તનિતકુમાર, દ્વીપકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાગરોપમથી અધિક, જઘન્ય દશ હજાર વર્ષ. તેમનાં ભવનાની સંખ્યા-સાત ક્રોડ અને બાવન લાખ છે. વાનબ્યાંતરના આઠ ભેદ, તે આ પ્રમાણે-કિન્નર, કિંપુરુષ, મહેારગ, ગંધવ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય પત્યેાપમ, જઘન્ય દશ હજાર વર્ષી, તેમનાં ભવને અસ ખ્યાતાં ડાય. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy