SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ચાપન્ન મહાપુરુષોનાં ચિત થાય છે ? જીવનાં કરેલાં કાર્યો કયા કથી નાશ પામે છે? કરેલુ સુકૃત કેવી રીતે નાશ પામે છે, તે કહેા. ખેંચેલી તલવારવાળા, દાંત વડે હેઠ પીસતાં, ભ્રકુટી ચડાવવાથી ભયંકર ચીસાવાળા, ભયાનક રણાંગણમાં મેળવેલી જયલક્ષ્મી અહીં કયા કથી ચાલી જાય છે ? પરમાર્થ જાણનાર હે પ્રભુ ! કયા કર્મ થી તે જ સ્થિર થાય છે? તથા વાંકા અને ગંધાતા મુખવાળા, વામન, કુખડા, હિંંગણા થાય છે? હું કૃતાર્થ ! ક્યા કથી પગાની સ્થિરતા અસ્થિરતા થાય છે ? કયા કર્મથી જીવ અંધ, બહેશ, મૂંગા, ઘણા રોગવાળે થાય? વળી હું નિષ્કારણુ બંધુ! કયા કર્માંના પ્રભાવથી જીવ નીરોગી, અખંડ દેહવાળો, આકાર પ્રાપ્ત કર્યા વગરના અથવા સંપૂર્ણ અંગોપાંગવાળો થાય છે? તે કહેા, અહીં કયા કર્મથી જીવ ધનાઢ્ય અથવા દરિદ્ર થાય છે? તથા જગતમાં જીવ પ્રગટ યશવાળો અને અપકીતિ વાળા કયા કમ થી થાય છે? કયા કર્યાંથી જીવ સમગ્ર લાકોને સલાહ લેવાયેાગ્ય, પ્રશસવા યોગ્ય, વચનસિધ્ધ પુરુષ થાય છે? અને આ જગતમાં કયા કથી તેનુ વચન કોઈ સાંભળતું પણ નથી ? નિત્ય ઉદ્વેગવાળો, આછી ઇન્દ્રિયવાળા, અનંત સંસારી અથવા મર્યાદિત સંસારવાળા જીવા કયા ક્રમથી થાય છે? તે કહેા.’' આ પ્રમાણે ગણધર ભગવત વડે પૂછાયેલા કેવલી પ્રભુએ દેવા, મનુષ્યા અને અસુરાની પદામાં ઉત્તર આપ્યા. માંસાહાર કરવામાં પ્રસકત બનેલા, મહા આરંભ-પરિગ્રહમાં ખૂંતી ગયેલા, પંચેન્દ્રિય જીવાના વધ કરનાર, રૌદ્ર મહાપાપ કરવાના પરિણામવાળા, બીજા પણ મહાપાપી, કસાઈઓ, શિકારીઓ, માછીમારા અને તેવા રાજાએ માણુસરખા સીધા માર્ગે નરકમાં જાય છે. આત્ ધ્યાનમાં વતંતા, બીજાઓને દુઃખ ઉપાર્જન કરવામાં પ્રસક્ત, બહુમાહવાળા, અજ્ઞાની જીવા તિય ચપણુ પામે છે. અલ્પ કષાય કરનારા, દાન આપવાની રુચિવાળા, ક્ષમા-નમ્રતાવાળા, સ્વભાવથી ભદ્રિક જે જીવા હાય, તે મનુષ્યગતિ પામે છે. અજ્ઞાનતપ કરી કાયા દુબળી કરનાર દાનરુચિવાળા, શીલ, સ’યમ, સવિરતિ ધારણ કરનાર સભ્યગૂદૃષ્ટિ જીવા હાય, તે દેવલાકમાં જાય છે. આ સંસાર અટવીમાં જે જીવ કપટ ન કરતા હોય, ક્ષમાવાળા હાય, જેના સારે સ્વભાવ હાય, જે અલ્પમેહવાળા અને ગુણયુકત હાય, તે પુરુષપણું પામે છે, જી ખેલનાર, ખાટાં આળ ચડાવનાર, જે કપટ પ્રપંચ, છેતરપિંડી કરવામાં કુશલ હોય, સાહસ કરી પાપ સેવન કરનારો હેાય, તે સ્ત્રીપણું મેળવે છે. જે જીવ ઘેાડા, બળદ, પાડા વગેરેને હમેશાં નિર્ભ્રાંછનકર્મ કરે છે, તથા ઉત્કટ માહ કરનાર જીવ નપુંસક થાય છે. એકેન્દ્રિયાક્ત્તિક જીવાના ઘાત કરનાર, માંસભક્ષણમાં આસકત, મદિરાપાન કરવામાં રસવાળે, હાય અલ્પાયુ ભાગવનાર મનુષ્ય થાય છે.શીલ, દયા અને ક્ષમાવાળા, દીન દુઃખી ઉપર અનુક ંપા કરનારા, મીઠું ખેલનારા પુરુષો પ્રાણવધથી વિરમેલા હાય, તે સર્વે સંસારમાં લાંબા આયુષ્યવાળા થાય છે. જે સાધુ ભગવંતાને એષણીય દ્રવ્ય, ક્ષેત્ર, કાળના ગુયુક્ત સદા આહારાદિક દાન આપતા હાય, તે જીવ કાલ–ઉચિત અનંત ભાગલ પ્રાપ્ત કરે છે. જે પુરુષ પરરમણીના રૂપ-દર્શનના સુખની કદાપિ પ્રાર્થના કરતા નથી, તેમજ પારકા રૂપની જે નિંદા કરતા નથી, તે રૂપવાન થાય છે. જે કાઈ પોતાના રૂપમાં ગતિ અને છે અને બીજાના રૂપની નિ ંદા કરે છે, તે મનુષ્યપણામાં કુરૂપવાળા, હુંડસંસ્થાન વાળા થાય છે. આવનારને જે પ્રથમ ખેલાવી માન આપે છે, મધુર શબ્દ ખેલનાર, પ્રિયવચનવાળા, વિનય-ક્ષમાવાળા, લેાકેાનાં નયનાને અને મનને આનંદ આપનાર તે દરેક સ્થળે - આવકાર પામે છે, તે દરેકને પ્રિય લાગે છે. દરેકને ઠગનારા, ક્રૂર, કુલ અને રૂપમાં ગવાળા, દુષ્ટ. વર્તનવાળા, દરેકને ઉદ્વેગ કરાવનાર મનુષ્ય કાંય માન પામતા નથી અને દરેકને અળખામણું! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy