SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ સગર ચક્રવતીનું ચરિત્ર ભાગીરથી—-જાહ્નવી નામકરણ પિતાને પ્રણામ કરી, આજ્ઞા મસ્તકે ચડાવીને ભગીરથ નીકળે. રોકાયા વગર નિરંતર પ્રયાણ ચાલુ રાખતે કેમે કરીને અષ્ટાપદ પહોંચી ગયે. દૂર રહેલા અષ્ટાપદને પ્રણામ કર્યા. નાગદેવેને બલિ આપીને તેમનું સ્મરણ આદિ વિધાન કરીને તેમની તથા ગંગાની રજા લઈને દંડ ગ્રહણ કરી જલપ્રવાહુ વા. દંડથી ખદાયેલી પૃથ્વીને અનુસાર ખાઈમાંથી ઊભરાતે જલપ્રવાહ સમુદ્ર તરફ વહેવા લાગ્યો. પછી તે ગંગાનદી હિમવાન કુલપર્વતથી નીકળીને “ શ્વેતકૃટ ગિરિને ભેદીને નીકળી. “ ગંધમાદન પર્વતનું ઉલ્લંઘન કરીને દંડે કરેલા માર્ગ દ્વારા ભગીરથે તેને સમુદ્રમાં પહોંચાડી. નાગદેવેના કપાગ્નિથી બળી ગયેલ પિતાના પિતા, કાકા આદિકના અસ્થિશેષ–સમૂહને દેખી ભગીરથે ગંગાના જળપ્રવાહ સાથે સમુદ્રમાં લાવી વિચાર્યું કે, “અરે ! મેં સુંદર કર્યું, કે કલેવરનાં હાડકાંને ગંગાપ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચાડ્યાં, નહિંતર ઢંક, સમળી, કાગડા વગેરે તુચ્છ પક્ષીઓ ચરણ અગર ચાંચથી ફેલીને, અશુચિ સ્થાનમાં રગદોળીને પિતામહ વગેરેની લઘુતા કરાવતે, એમ ચિંતવતા તેને ત્યાં રહેનાર કોએ જલ-ઉપદ્રવ નિવારણ કરવાથી અભિનંદન આપ્યું. ગંગાના પ્રથમ પ્રવાહને જનુકુમાર ખેંચી લાવે, તેથી તે જાદવી, પછી ભગીરથે સમુદ્રમાં પહોંચાડી, તેથી તેનું નામ ભાગીરથી પડ્યું. સગરના પુત્રોનાં અસ્થિઓને પ્રવાહમાં વહેવડાવ્યાં, તેથી આજે પણ લોકો તે જ પ્રમાણે અસ્થિઓને નદી, સમુદ્રમાં નાખી વહેવડાવે છે. ગંગા–ભાગીરથીનાં જળ સારાં સ્વાદિષ્ટ હોવાથી ઘણાઓને તે સેવન કરવા ગ્ય બની છે. આ પ્રમાણે ભગીરથકુમાર ગંગાના જળ-પ્રવાહને સમુદ્ર તરફ લાવીને અષ્ટાપદની નજીકમાં રહેનાર લોકને શાંતિ પમાડીને ગંગાની લેક-પ્રસિદ્ધિ કરીને, પિતામહ સગર પાસે આવ્યો. તેમને પ્રણામ કર્યા. સગરે પણ ભગીરથને રાજ્ય પાલન કરવા અને પૃથ્વી ધારણ કરવા સમર્થ જાણીને સામંતે--મહાસામંતની સાથે મંત્રણા કરીને તેને રાજ્યાભિષેક કર્યો. કેઈક સમયે સંસારની અસારતા જાણીને, કમેની વિષમતા અવકન કરીને, વિષયનાં કડવાં ફલ ભેગવવાનાં જાણીને, રાજ્યલક્ષમીને અસ્થિર સમજીને સુસ્થિત નામના આચાર્યની પાસે કુમારે, સામંતે, અને મહાસામંતના પરિવાર સાથે સમગ્ર કર્મ-નિર્જરા કરવાના કારણભૂત, મેક્ષનગરી પમાડનાર, કુગતિના માર્ગની અર્ગલા, સ્વર્ગમાં જવા માટે પગથિયાની શ્રેણી, સુકુત્પત્તિની લતાના અમેઘ બીજભૂત એવી દીક્ષા અંગીકાર કરી. બારે અંગને અભ્યાસ કર્યો. દશ પ્રકારના શ્રમણધર્મને અભ્યાસ પાડી, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિએથી સમિત, શાસ્ત્રાનુસારે સાધુધર્મનું પાલન કરી ભૂત, વર્તમાન અને અનાગત કાળના પદાર્થોને જણાવનાર શાશ્વત એક પ્રકારનું વર કેવલજ્ઞાન-દર્શન સ્વરૂપ દિવ્યજ્ઞાન પ્રગટ કર્યું. ભવોપગ્રાહી કર્મો આયુથી કંઈક અધિક જાણીને વેદનીય, નામ અને ગેત્ર કમેને સમુદ્રઘાત કરીને-આયુષ્ય સમાન સ્થિતિ કરીને શેલેશીકરણ કરીને, અજરામર, અવ્યાબાધ અનંતસુખવાળું મક્ષસ્થાન પામ્યા. આ પ્રમાણે ચેપન્ન મહાપુરુષચરિતને વિષે બીજા સગર ચક્રવતીનું ચરિત્ર પૂર્ણ થયું. ૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy