SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ચિપન મહાપુરનાં ચરિત અને નગરે સર્વ આકુળ-વ્યાકુળ બની ગયાં છે. આનું નિવારણ આપ સિવાય બીજા કેઈ કરી શકે તેમ નથી- એમ જાણુને દેવની પાસે અમે આવ્યા છીએ. જે જળનું કાણ કરવામાં નહિ આવે, તે ઘણે મે વિનાશ થશે. તે કૃપા કરીને આપ તરત તેનું નિવારણ કરે.” ત્યારે પુત્રના પુત્ર ભગીરથને આજ્ઞા આપી કે “હે વત્સ! ઉપદ્રવ પામેલા લોકોનું ઉપદ્રવથી રક્ષણ કર અને દંડરત્નથી પાણીના પૂરને સમુદ્ર તરફ વહેવડાવ. સાથે નગરે, ગામ, રહેઠાણે ઉદ્યાન, વાવડીઓ, સવારે અને ભવનવાસીનાં ભવનોને નુકશાન ન થાય અને રક્ષિત રહે. તેમ લક્ષ્ય રાખીને પ્રવાહ પાછો વહેવડાવજે. પ્રમાદાચરણનાં ફળ વત્સ બરાબર દેખી લીધાં છે, માટે સર્વકાર્યમાં અપ્રમાદ-સાવધાની પૂર્ણ રાખવી. દેવ, દાનવ, ઈન્દ્રની આજ્ઞાને અનુસરનારા બનવું. ” એ પ્રમાણે ઘણું શિખામણો આપીને ભગીરથને મોકલવા તૈયાર કર્યો. તેણે ભરતાધિપ પિતામહ સગરને પ્રણામ કરી “મહાપ્રસાદ કર્યો ” એમ કહીને મસ્તક વડે આજ્ઞા અંગીકાર કરી. ફરી વિનય_હિતશિક્ષા ગ્રહણ કરવા સગરે ભગીરથને બોલાવ્યું. રાજા પાસે પ્રવેશ કર્યો. ફરી પ્રણામ કરી રાજાના ચરણ પાસે બેઠે. સગરે કહ્યું, “હે વત્સ ! સુકુત્પત્તિ, પ્રભુતા, વૈભવ, નવીન યૌવન, કોઈને ન હોય તેવી રૂપસંપત્તિ, કળાઓમાં પ્રવીણતા, શાસ્ત્રના અર્થોના પાર પામવાપણું, આયુધકળાની કુશળતા, દઢ પ્રહાર કરવાપણું, અનુપમ પરાક્રમ, અસાધારણ પૌરુષ, દરેક ઉપર પ્રભાવ પાડવાપણું– આ સર્વ ગુણ તને વરેલા છે. આ એક એક ગુણ ઉન્માર્ગે પ્રવર્તાવવા સમર્થ છે, તે એકીસાથે દરેક ગુણ એકઠા થાય, પછી શું બાકી રહે? તારામાં આ સર્વગુણને સમુદાય એકઠો રહેલો છે, માટે તારે સારી રીતે પ્રયત્નપૂર્વક તે ગુણેને પચાવવા, પણ તેના તાબે ન થવું. ઉત્તમકુળમાં જન્મ થે, રમણીઓના હૃદય સરખું સુકુમાલ રૂપ, શાસ્ત્રના અર્થ ભણવાના પરિશ્રમથી પક્વ થયેલી મતિ, સમર્થ ભુજાબેલ, ત્રણે ભુવનમાં વખાણવા ગ્ય લક્ષમી, નરેશ્વરેના મસ્તક પર આજ્ઞા વહેવડાવવાપણું આ સર્વ એક એક અતિદુર્જય હેય, પછી સર્વગુણ-સમુદાયની વાત શી કરવી? સૂર્ય, અગ્નિ અને રત્નનું તેજ વગર લઈ જવાયે પણ પિતાને પ્રતાપ દૂર સુધી પહોંચાડે છે, તેમ મેહના સહારાથી યૌવન અંધકાર પૃથ્વીના માર્ગમાં વિસ્તાર પામે છે. હે મહાયશવાળા પૌત્ર! આ ભુવનમાં સમગ્ર રાજાઓના સ્વામી તરીકે પરિણામ પામેલ લક્ષ્મીનો મદ અસાધ્ય અને ભયંકર છે, તે તરત જ પુરુષને લઘુતા પમાડે છે. વૈભવ, કુલ, બેલ, રૂપ આ વગેરે પૂર્વે કરેલાં કર્મના ફલરૂપે પ્રાપ્ત થાય છે, તે પણ તે આત્માના ગુણ નથી. મહાભિમાનને ત્યાગ કરીને વિનય શીખજે, નમ્ર બનજે, વિનયથી નમ્ર બનેલાને મહાન ગુણોની પ્રાપ્તિ થાય છે. વિનયમાં ઉદ્યમ કરનારને કીર્તિ, વિદ્વાન પુરુષના મુખમાંથી નીકળેલા જ્યકારના શબ્દ, ધર્મ, અર્થ, કામ, કળાઓ અને વિદ્યા વિનયથી પ્રાપ્ત થાય છે. વિનયથી લમી મળે છે, અવિનયથી મળેલી લક્ષ્મી પણ પલાયન થાય છે. આ જીવલેકમાં સમગ્ર ગુણોને આધાર હોય તે વિનય છે. ઇન્દ્રિયને જય કરવાથી વિનય, વિનયથી ગુરુ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થયેલા ગુરુ મહારાજ પાસેથી શાસ્ત્રના યથાર્થ અર્થો, તેથી કાર્યાકાર્યનો મહાન વિવેક પ્રગટ થાય છે. વિવેક વડે જગતમાં પ્રભાવ વધારનારા ગુણોની પ્રાપ્તિ, ગુણવાન પુરુષ વિષે લોકોને અસાધારણ અનુરાગ થાય છે. જોકેના અનુરાગથી આ સમગ્ર ત્રણલેકમાં એવી કોઈ વસ્તુ નથી કે, જે સિદ્ધ ન થાય. માટે કલ્યાણ-પરંપરાને મૂલકારણરૂપ વિનય કરતાં શીખજે. ” આ પ્રમાણે ભગીરથને હિતશિખામણ આપીને, લક્ષમીની નિંદા અને વિનયની પ્રશંસા કરીને, પ્રમાદ–વર્તનનાં માઠાં કુલ કહીને ભરતાધિપે દંડરત્ન આપીને ભગીરથને મોકલ્યા. કહ્યું કે, “આ દંડરત્નથી પ્રવાહ વાળીને જળસમૂહને સમુદ્ર તરફ ખેંચી જજે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy