SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) શ્રી સંભવનાથ તીર્થકરનું ચરિત્ર મનવાંછિત ફળ આપનાર કલ્પવૃક્ષના અંકુરા સમાન એવા કેઈસપુરુષ પ્રજાના પુણ્યપ્રભાવથી આ જગતમાં ઉત્પન્ન થાય છે. આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતના મધ્યખંડમાં લોકેનાં મન અને નયનને હરણ કરનારી, પરિણાથી વીંટળાયેલી, મહાકોટથી શોભાયમાન, ઊંચાં રત્નજડિત ભવનેની શ્રેણીથી અલંકૃત, સુંદર ગોઠવણીવાળા ત્રણ માર્ગો, ચાર માર્ગો, ચૌટાઓની રચના જેમાં કરેલી છે. સકલ ઉપદ્રવથી રહિત, પિતાને લાગ ન મળવાથી દુર્જને એ પરિહરેલી, હમેશાં રત્નપ્રભાથી કૃષ્ણપક્ષને અંધકાર તિરસ્કૃત થયેલ હોવાથી દુશીલ પુરુષોએ પણ અંધકારરહિત આ નગરીને દૂરથી જ ત્યાગ કર્યો. યુવાનનાં રૂપથી અંજાઈ ગયેલ કામદેવને આ નગરીમાં ફાવટ ન આવી. ગુણગણ ગ્રહણ કરનારા નગરલેકેથી અધિષ્ઠિત “શ્રાવસ્તી” નામની નગરી હતી. ત્યાં નામ પ્રમાણે ગુણો ધારણ કરનાર હંમેશાં આનંદ કરતા, સમગ્ર પૃથ્વમંડલનું પાલન કરવામાં સમર્થ “વિજિતારિ’ નામના રાજા હતા. તે રાજાને રૂપ અને ગુણથી આકર્ષિત કરેલ સમગ્ર પરિવારવાળી સેના” નામની પૃથ્વીની શેક, રાજાને વલ્લભ એવી મહારાણી હતી. એકબીજાના વૃદ્ધિ પામતા સ્નેહ અનુરાગથી વિશ્વાસપૂર્વક રાજ્યલક્ષમીને ભેગવટો કરતાં દિવસે વીતી રહેલા છે. આ પ્રમાણે સંસાર-સરિતા વહી રહેલી છે. આ બાજુ ધાતકીખંડ નામના દ્વિીપમાં, એરવત ક્ષેત્રમાં “ક્ષેમપુરી” નામની નગરી છે. ત્યાં “વિમલવાહન” નામને રાજા હતા. તે રાજાએ મહાદુર્ભિક્ષ કાલ સમયમાં બાળકે, વૃદ્ધો સહિત શ્રીસંઘને અશન વગેરે આહારાદિક આપીને સંઘભક્તિ કરીને તીર્થંકરનામ ગોત્ર ઉપાર્જન કર્યું. વળી સંસારને અસાર સમજીને હાથીના કાન સરખી ચંચળ રાજ્યલકમી જાણીને, ભેગોનો ત્યાગ કરીને સ્વયંપ્રભ આચાર્યની પાસે મહાપુરુષોએ સેવેલી કર્મ–નિજ રાના હેતુભૂત દીક્ષા અંગીકાર કરીને, બીજાં સ્થાનકેની આરાધના કરી તીર્થંકરનામ-કર્મ પુષ્ટ કરીને આયુષ્ય પૂર્ણ કરીને આનત નામના ક૫માં ઉત્પન્ન થયા. ત્યાં પણ દેવકને મેગ્યે ભેગે ભેળવીને, આયુષ્ય પૂર્ણ કરીને ફાગણ શુકલ અષ્ટમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રને વેગ થયે ત્યારે “સેના” રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તે જ રાત્રિએ સેના મહાદેવી સુખેથી સૂતેલી હતી, ત્યારે તેણે ગજાદિક ચૌદ મહાસ્વપ્નો દેખ્યાં, તરત જાગીને કમસર પતિને નિવેદન કર્યો. વિજિતારિ” રાજાએ આશ્વાસન આપતાં જણાવ્યું કે, મૃગ સરખા નેત્રવાળી ! હે પ્રિયે! દેવતાઓને પણ પૂજ્ય, જેના ગુણે જગતને વિસ્મય પમાડશે, તે પુત્ર તને ગર્ભમાં ઉત્પન્ન થશે. જેમ જેમ ગર્ભમાં તેની વૃદ્ધિ થાય છે, તેમ તેમ ભવનમાં નિધાને, રાષ્ટ્રમાં નગરે તથા સુખે સંભવ ઉત્પન્ન થવા લાગે. નવ માસ અને સાડાસાત રાત્રિ-દિવસે પૂર્ણ થયા, ત્યારે માગશીર્ષ શુકલ અષ્ટમી (ચતુર્દશી)ના દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રનો વેગ થયે છતે સેના મહાદેવીએ સમગ્ર લક્ષણેપત પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યું. - સિંહાસન ચલાયમાન થવાથી સૌધર્માધિપતિ આવ્યા. આગળ કહી ગયા, તે ક્રમે મેરુ શિખરના ઉપર મહત્સવપૂર્વક જન્માભિષેક કર્યો. ચારે નિકાયના દેવથી પરિવરેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy