SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પુત્ર-શેક અને આધાસને ૧૦ પણે નિર્બળ બની ગયો? નાગે ( હસ્તિરને) જળતા નાગને વિનાશ કેમ ન કર્યો છે અશ્વરત્ન! પવનવેગ સરખી ગતિથી તમે પુત્રોને કેમ દૂર હટાવી ન ગયા ? હે કાકિણીરત્ન ! આ વિષધરના અગ્નિને તમે કેમ ન ઓલવી નાખ્યો? હે ખટ્ટરત્ન ! તે વખતે તમે સપનાં મસ્તકને છેદી કેમ ન નાખ્યાં ? હે દંડરત્ન ! તારાથી જ આ અનર્થ ઉત્પન્ન થયે, હે ચર્મરત્ન! તે વખતે તે વિષમ વિષધરને ઢાંકી કેમ ન દીધે? હે છત્રરત્ન ! તે પણ મારા પુત્રોનું રક્ષણ ન કર્યું? હે ચક્રરત્ન! પૃથ્વીના વિવરમાંથી બહાર નીકળતાં નાગદેવનાં વિષમ નયનાગ્નિવાળાં મસ્તકેને કેમ ન છેદી નાખ્યાં છે, જેમણે મારા પુત્રોને. વિનાશ કર્યો? આ પ્રમાણે રત્નને નિંદતા અને વિલાપ કરતા ભરતાધિપ સગરને બ્રાહ્મણે કહ્યું કે –“હે મહારાજ! હમણું જ તમે મને શિખામણ આપતા હતા અને એટલામાં હવે અમારા સરખાથી તમે શિખામણ પામવા પાત્ર બને છે ! આ જગતમાં બીજાઓ જ્યારે આપત્તિ ભેગવતા હોય, ત્યારે લેક સુખેથી સંસારની અનિત્યતા કહી શકે છે, પરંતુ પોતાના નેહી બંધુવર્ગના વિનાશમાં સર્વ કોઈની બુદ્ધિ ચાલી જાય છે. આ સંસારને ધિક્કાર થાઓ, જ્યાં પારકાને આપત્તિમાં આશ્વાસન અપાય છે, પણ જે પિતાને તે પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે કરુણાથી બીજાને રુદન કરાવતે રુદન કરે છે. જે તમારા સરખા આવા સમજુ પુરુષ એ દઢ શેકને આધીન બની જાય, તે પછી ભુવનમાં અનિંદિત ધીરતા કયાં સ્થિરતા પામશે? તમે હમણાં જ મને શિખામણ આપી, તે તમે શું ભૂલી ગયા ? દુર્ભાગી દેવગે પુત્ર મૃત્યુ પામ્ય, તેને શક હવે ન કરે. કદાચ હે મહારાજ ! એક પુત્રનના મરણદુઃખને સહન કરવા માટે અસમર્થ છે, તે પછી સાઠ હજાર પુત્રોનું દુઃખ અસહ્ય કેમ નહિ? તેના સમાધાનમાં સમજવાનું કે પર્વત ઉપર વજી પડવા માફક સત્ત્વગણવાળ મહાપુરુષને હંમેશાં મહાઆપત્તિઓ જ તેમને પ્રભાવ વધારે છે. મહાપુરુષોને સંકટકાળ અને ઉત્સવકાળ બંને એક સ્વરૂપવાળા જ હોય છે. સૂર્યને ઉદયકાળ સરખો જ અસ્તિકાળ હોય છે. પુરુષ જેમ જેમ સંકટની કસોટીમાંથી પસાર થાય છે, તેમ તેમ તેને મહાન પ્રતાપ વિસ્તાર પામે છે. પૃથ્વી જ વજાને ઘા સહન કરે છે, નહિ કે તાંતણે, “મેટાને જ સંકટ આવે છે, પણ નાનાઓને નહિ.” રાહુ, ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ કરે છે, પણ તારાનું ગ્રહણ કરતા નથી. સપુરુષને વિષે જ આપત્તિઓ આવી પડે છે, પણ સામાન્યને નહિ. ચંદ્રમાં મલિનતા જણાય છે, પણ રાહુમાં દેખાતી નથી. કાળ પણ ગુણવાન પુરુષને પરાવર્તન કરવા સમર્થ નથી. ગમે તેટલા પ્રભાવવાળે શિશિરકાળ અગ્નિને શીતળ કરવા સમર્થ થતું નથી, સંકટ આવી પડવા છતાં પણ પુરુષ પિતાનો સ્વભાવ કદાપિ છોડતું નથી. રાહુના મુખથી ગળાઈને મુક્ત થયા પછી પણ સૂર્ય પૃથ્વીપીઠને તપાવે છે. હે મહાયશવાળા! મહારાજા ! વિરસ દુર્ગમ અસાર સંસારને યથાર્થ સમજીને, શેકસાગરને ત્યાગ કરીને, હે ધીરપુરુષ! ધીરતાનું અવલંબન કરે. હે શ્રેષ્ઠ સ્વામી! સારી રીતે શાસ્ત્રના અર્થ અને પરમાર્થના જાણકાર તમારા સરખાને પિતાનો વિવેક ચૂકીને બીજે કણ ઉપદેશ આપે?” આ પ્રમાણે બ્રાહ્મણે પિતાનું કથન પૂર્ણ કર્યા પછી મહામંત્રીને કહ્યું કે, “જે બનાવ જે પ્રમાણે બન્ય, તે પ્રમાણે મહારાજને નિવેદન કરે. ત્યાર પછી “સુબુદ્ધિ પ્રધાને વિનંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy