SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ચિપન મહારુષોનાં ચરિત કરી કે–“હે દેવ! આપને વિનંતિ કરું, તે આપ સાંભળે.” એમ કહીને જે પ્રમાણે સમગ્ર વૃત્તાન્ત બન્યું હતું કે, અષ્ટાપદની ચારે બાજુ ખાઈ ખુંદી, તેમાં ગંગાનદીને પ્રવાહ તાણું લાવ્યા. રેષાયમાન થયેલા નાગેન્દ્રોએ નયનાગ્નિ વડે તમારા સાઠ હજાર પુત્રોને બાળી ભસ્મ કરી નાખ્યા. હે મહારાજ ! તેમાં બળ, હથિયાર, મંત્ર, તંત્ર, વિદ્યા કે બીજા કેઈ ઉપાય રક્ષણ કરવા સમર્થ થઈ શકતા નથી. આ સ્થિતિ બની ગઈ છે. હવે આ વિષયમાં અમારે જે કરવાપણું હોય, તેની આજ્ઞા કરે. હે દેવ ! આ વસ્તુ આપની પાસે કથન કરવી, તે પણ અમાસ સરખાને યોગ્ય નથી. મરણ વગર અમારી શુદ્ધિ નથી. તે હવે કયા પ્રકારના મરણથી આ અમારા કલંકની શુદ્ધિ થશે? તે આપ વિચારીને જણાવે. આપે હવે આ વિષયને શેક ન કરે. કારણ કેહે ઉત્તમપુરુષ! દે, મનુષ્ય અને અસુરેવાળા આ લેકમાં સમવત એવા આ યમરાજને કઈ વહોલે કે કોઈ અળખામણો નથી. આ જમડે બળવાળા કે દુર્બળ, દરિદ્ર કે કુબેર, પંડિત કે મૂર્ખ, એકલે કે કુટુંબના પરિવારવાળા, યુવાન, બાળક કે વૃદ્ધ અથવા મધ્યમવયને હાય, દુર્જન કે સજજન ગમે તે હોય, પાપ-પરિણતિ અને રૌદ્ર પરિણામવાળે તે કાળ કોઈની ખેવના કરતું નથી. ઈચ્છા પ્રમાણે પિતાના મનોરથ પૂર્ણ કરનાર તે દેના જીવિતનું હરણ કરે છે, તે પછી મનુષ્યનું તે તેની પાસે શું ચાલી શકે? હે દેવ ! ભાગ્યયોગે દેવતાઓ દેવલોકમાં ભલે વર્તતા હોય, તેને “અમર’ એવા નામથી બોલાવાય છે, પરંતુ આયુષ્યનો ક્ષય થાય એટલે, તેમને પણ મરવું પડે છે. પ્રચંડ પવનથી ધકેલાયેલા મેઘ-સમૂહે ગર્જના કરીને નાશ પામે છે અને વિજળીલતા પણ ક્ષણવાર તેજ ફેંકીને અદશ્ય થઈ જાય છે, ઈન્દ્રધનુષ ક્ષણવાર આકાશતલને શોભાવીને ઓસરી જાય છે અને કાળના પ્રભાવથી સંધ્યા પણ અલ્પકાળમાં અલેપ થાય છે. ત્રણે ભુવનમાં આ ચંદ્ર અનિત્યતાને પાઠ ભણાવે છે કે, તે ચંદ્ર પણ હંમેશાં એક સરખા દિવસે પસાર કરી શકતો નથી. કારણ કે, ચંદ્રની કળા દરરોજ વૃદ્ધિ પામતી અને ક્ષીણ થતી દરરોજ જુદી જુદી હોય છે. પૃથ્વી અને આકાશના અંતરાલને પિતાના મહાતેજથી પ્રકાશિત કરતા સૂર્યની પણ ઉદય, અસ્ત આદિ અનેક અવસ્થાએ એક દિવસમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે હે પ્રભુ! નિંદિત સંસારની અનિત્યતા જાણીને અનિષ્ટ ભવ–પરંપરા વધારનાર શોકને દબાવે, ત્યાગ કરે. વળી હે દેવ! આ શેક સમગ્ર પાપને પ્રવાહ વહેવડાવનાર ઝરે છે. અણસમજઓએ આચરેલો છે, પરંતુ પંડિતજનોએ તેને ત્યાગ કર્યો છે. તે શોક વ્યાધિનું મોટું સ્થાનક, અરતિનું મૂળ, સુખને પ્રતિપક્ષી, અજ્ઞાનનું પ્રથમ ચિહ્ન, નરકનું દ્વાર, ગુણનો વિનાશ કરનાર છે. સકલ કાર્યોમાં આડે આવનાર, ઉત્તમ કાર્યો બગાડનાર, ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચારે પુરુષાર્થમાં અંતરાય ઊભું કરનાર મહાપાપી હોય તે આ શોક છે. શોક પિતાનો દરજજો દૂર કરાવે છે, પુરુષાર્થને ત્યાગ કરાવે છે, કુલની વ્યવસ્થા છોડાવે છે. શોક-મહાગ્રહથી ઘેરાયેલે પુરુષ શું શું ન આચરણ કરે? તેની ધીરજ ખૂટી જાય છે. એટલું જ નહિ, પરંતુ તે પિતાના આત્માને પણ દુઃખ આપે છે. ગ્રસિત પુરુષે કાર્યાકાર્યને પણ જાણતા નથી. ખરેખર તે જ મહાપુરુષો છે, જેઓ સંસારના પરમાર્થને જાણીને કદાપિ અનાર્ય શેકને આધીન બનતા નથી. “હે દેવ! શેક હોય, ત્યાં લક્ષમી, યશ અને કીર્તિ વાસ કરતા નથી, તથા સુખ, રતિ, લીલા અને વિષયમાં મનની એકાગ્રતા મેળવી શકતો નથી. માટે આ શોકના વેગને ત્યાગ કરે. હે નરપતિ! સમગ્ર કને વિચાર કરે. તમે શેક પામે તે સમગ્ર ભારત પણ દીનતા પામે છે. આ પ્રમાણે ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy