SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧oo ચિપન્ન મહાપુરુષોનાં ચરિત સત્ય હકીકત છે ? હે રાજન્ ! આ સંસારના સર્વ વિલાસે અસાર છે એમ જાણીને હે દેવ ! હું જે કહું, તે વિષયમાં તમારે પણ શેક ન કરે. હું જે તમને કહું છું, તે કેવી રીતે માનવું ? અથવા હે નરનાથ ! આ સંસારમાં તેવું કંઈ નથી, જે પ્રાપ્ત થતું નથી. હે નરનાથ ! ઘેડા, હાથીઓ, શ્રેષ્ઠ ર સહિત તમારા સર્વ પુત્રો એકી સાથે વિધિગે પંચત્વ પામ્યું છે. ” આ સમયે સામતે, મહાસામંતે, મંત્રી–મહામંત્રીઓ વગેરે તથા બીજા કુમારે પાસે રહેલા પગપાળાઓ મુખ ઢાંકીને આમણ-દમણ ઉત્સાહભગ્ન બનેલા શરીર–સંસ્કાર કર્યા વગરના, ચિંતા-સમુદાયથી દુર્બલ દેહવાળા, “શું કરવું ? એવી મૂંઝવણમાં પડેલા એવા તે સર્વેએ રાજસભામાં પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરીને તેમને ચરણ પાસે બેઠા. ત્યાર પછી અશકનીય અસંભવનીય તેવું વચન સાંભળીને કુમારોના પરિવારને દેખીને આમણદુમેણ, ખંભિત થયા હોય, ચિતરેલ હોય તેવા, જાણે મૂછ આવી હોય, ચિરની જેમ સ્થિરનેત્રવાળા, દરેક ક્ષણે શૂન્યપણું પામતા એવા મહારાજાને બ્રાહ્મણે કહ્યું કે- “હે દેવ ! પરમાર્થ ન સમજનાર, સંસારસ્વભાવ ન જાણનાર ગામડીયા પુરુષની જેમ આમ હિંમત કેમ હારી જાય છે ? સંસારમાં નિવાસ કરનારને આ દુઃખ કઈ ગણતરીનું છે ? તે હવે આ આવેલા કુમારના પરિવારને પૂછે કે, સૈન્ય વચ્ચે રહેલા સાઠ હજાર પુત્રોને વનદવ માફક હતભાગી દેવે કેવી રીતે બાળી નાખ્યા ? આ એક મહાન આશ્ચર્યની ઘટના બની છે તે તેને થથાર્થ વૃત્તાન્ત આવેલા પરિવારને પૂછે. સગરરાજા આ સાંભળીને પોક મૂકીને રડાળ કંદન કરતા અંતઃપુરના વર્ગને, રુદન કરતા પરિવારજનને, વિલાપ કરતી સ્ત્રીઓને, મૂચ્છ પામતી કુમારની માતાઓને, વિરસ શબ્દથી રુદન કરતા અંતઃપુરના સેવકેને, દેડાડી કરતા પ્રતિહાસને, છતી કૂટતી વિલાસિનીઓના સ્તને વચ્ચે રહેલા તુટી જતા હારને, નીકળી જતાં સુપૂરને, પડી જતાં કડાંને, ભાંગી જતાં વલેને, ઉખેડી નખાતા કેશને, મરડી અને ભાગી નંખાતા અવયવોને, મૂંઝાઈ ગયેલા વામને અને કુબડાઓને, હાહારવ શબ્દ ઉછળવા ગે તેના પડઘાથી દશે દિશાઓને પૂર્ણ થયેલી દેખીને, સૈન્ય-વાહન– પરિવારવાળા ભરતાધિપ સિગર મહારાજે સામાન્યપુરુષ માફક વિલાપ કરવા લાગ્યા. કેવી રીતે? પુત્રક અને આધાસન હે નિર્દયે દેવ ! દુષ્ટ પવનથી જેમ પ્રદીપે ઓલવાઈ જાય, તેમ મારા સર્વ પુત્રોને સત્ય પમાડી ન કરવા ગ્ય કાર્ય કર્ય! હે નિર્દય દેવ ! શું તેઓના આયુષ્ય બાંધવાન કારણ સમકાલ જ હતું ? અથવા તે શું અકાલમરણનું શંકાકુલપણું તારાથી વિસરાઈ ગયું ? હે નિષ્કરુણ દુષ્ટપન્નગાધિપ ! તને મારા એક પુત્ર ઉપર પણ કરુણું ન આવી? જેથી મારા સર્વે પુત્રીને તેં વિનાશ કર્યો ? સમગ્ર રને દેખીને તેમના સ્વામીને ઠપકે આપે કે, દુષ્ટ ભુજથી તમે પણ મારા પુત્રોનું રક્ષણ ન કર્યું ? હે સેનાપતિ ! સંગ્રામમાં દેવેને પણ તારું બેલ સમર્થ જણાતું હતું, તે મારા પુત્રોના અતિવિષમ અવસરે તે ક્યાં ચાલ્યું ગયું? હે પુરોહિત ! તે પણ તે સમયે શાંતિકર્મ ન કર્યું? હે વાર્ષકિ ! તું પણ પુત્રોની રક્ષા કરવાનું ભૂલી ગયા ! હે ગજપતિ ! મારા પુત્રના આવા સંકટ સમયે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy