SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સગરને પુત્રમરણના સમાચાર કેવી યુક્તિ-પૂર્વક આપ્યા ? ૯૯ કરીને ભયભીત હરણ માફક તમારી પાસે આવ્યેા છું. એવી કોઈ વસ્તુ નથી, જે તમેા સિદ્ધ ન કરી શકે. અત્યારે ભુવનના સર્વ સ્થળમાં તમારી અસ્ખલિત પ્રતાપ ભ્રમણ કરી રહેલા છે. દિશાના છેડા સુધી તમારી કીતિ પહોંચી છે. દેવા, અસુરા, મનુષ્યા અને વિદ્યાધરાના સ્વામી પણ તમારી આજ્ઞા સ્વીકારે છે. તમારૂ પરાક્રમ કાંય પણ સ્ખલના પામતું નથી. અપરિમિત વીય વાળા છે, ઉજ્જવલ અપ્રતિહત યશવાળા છે, અનુપમ ત્યાગ શરણાગત-વત્સલતા અસાધારણ છે. દીન, અનાથાદિ દુઃખી વર્ગના ઉદ્ધાર કરવાના સ્વભાવ અપૂર્ણાંકોટીનેા છે. શરણુ વગરના હું' આપના શરણે આવેલા છું. ‘ દીનના ઉદ્ધાર કરવા ' એ મહાપુરુષોને સહજ છે, તે કૃપા કરીને હે દેવ ! મારો પુત્ર મને આપો. હતભાગી કૃતાંતને જિતીને હે દેવ ! મારે પુત્ર મને જલ્દી આપેા, જેથી હું મહાયશવાળા ! આપનું પરાક્રમ અકલ ક્તિપણે વિસ્તાર પામે. જે ધીરપુરુષા નિષ્કામવૃત્તિથી ભુવનમાં દુઃખીએનાં દુઃખ દૂર કરવા દ્વારા વાના ઉદ્ધાર કરે છે– એવા તમારા સરખા કાઈક જ ઉત્તમ સ્વામી વંદન કરવા યોગ્ય ચારિત્રવાળા છે, દીનાના ઉદ્ધાર કરવો, ભયમાં રક્ષણુ, ગુરુના વિનય, અહંકારીઓને સમજાવી ઠંડા પાડવા, દરિદ્રતાથી દુઃખી થયેલાઓને દાન, પ્રિયવચનથી દરેકને બેલાવવા, અંધુ વિષે સ્નેહ રાખવા, કરેલા ગુણુના જાણકાર થવું, સત્ય આ સર્વ ગુણ્ણા હે મહાયશવાળા ! સજ્જન પુરુષામાં સ્વાભાવિક નિરંતર રહેલા હાય છે. તમારા સરખાને વધારે શું કહેવું ? તા હૈ મહારાજ ! પુત્ર આપીને મને દુઃખ-મુક્ત કરા, ” આ પ્રમાણે બ્રાહ્મણે કહ્યું, ત્યારે રાજાએ તેને કહ્યું કે“ અરે ! તુ ગ્રહના વળગાડવાળા છે કે વાયુના રોગવાળા ? ગાંડા છે કે પરાધીન થયેા છે કે પરમાર્થ ના જ્ઞાન વગરના છે કે નાના બાળક છે કે ચેતના વગરના છે ? જેથી આમ ન ખેલવા ચેાગ્ય ખેાલી રહ્યો છે ? આ જગતમાં એવા કોઇ પ્રાણી નથી કે જે સ્વચ્છંદચારી સર્વના વેરી હતભાગી કૃતાન્ત-કાળના પ્રભાવને સ્ખલના પમાડે. તેથી આ સમગ્ર જીવલેાકમાં આ જીવાને રુદન કરવું, કૂટવુ, વિલાપાદિ કરવું ઘટે છે અને તે જ મારો મેટા પરાભવ છે. દેવ, અસુરા, મનુષ્યા, વિદ્યાધરા અને કિન્નરોના સ્વામી ઈન્દ્રાદિકને પણ મરણુ સામાન્ય છે, તેા પછી તેના માટે કલેશ, શાક કરવાથી શે લાભ ? આ ભરતક્ષેત્રમાં મારા પણ સાઠ હજાર પુત્રો વિચરે છે, જ્યારે કાળ તેમના કાળીયા કરશે, ત્યારે તેમનુ પણુ રક્ષણ કાણુ કરશે ? માટે રુદન ન કર, શાક છેાડી દે, જ્યાં સુધીમાં કાળરાત્રિ તારા કોળીયા ન કરે, ત્યાં સુધીમાં કાર્યં વિચાર, આત્મહિતની સાધના સાધ’ . આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું, ' હું મહારાજ ! પુત્રશોકમાં પરાભવ પામેલા મને લેાજનની પણ રુચિ થતી નથી, તેા પછી કાય કરવાની વાત તે કયાં રહી ?' રાજાએ કહ્યું- હમણાંજ તને જણાવ્યું કે, સર્વ લોકો બવગ મરણ પામ્યા પછી પેાતાના સ્વાથૅના કાર્યમાં પરાયણુ મની જાય છે. તુ એકલેા જ આટલા કેમ આકુળ-વ્યાકુળ બની જાય છે ? અને સર્વ વ્યાપાર છેડીને આમ વિલાપ કેમ કરે છે ? આ જીવલેાકમાં પેાતાના કર્મવશવતી જીવાને કાલ પાકે, ત્યારે આ મણગતિ થવાની જ છે. તેથી રુદન કરવાથી શેા લાભ ? સજીવને વિયેાગ કરાવવામાં સમથ આ મૃત્યુ છે, સંજોગ કરાવતા નથી, પાપપરિણામવાળા તે પાલન પણ કરતા નથી. તે મૃત્યુના વિષયમાં આવેલાનું દુઃખ રાજા પણ દૂર કરી શકતા નથી, એટલું જ નહિ પણ સમ શક્તિવાળા દેવા પણ તેને હઠાવી શકતા નથી. ’ આ વગેરે ઘણું કહેનાર ચક્રવતી ને બ્રાહ્મણ સામે પૂછે છે કે, ‘ હું ભરતાધિપ ! તમે જે કહેા છે, તે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy