SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ચપન્ન મહાપુરુષનાં ચરિત હેર કે કઈ માણસ? તને કેણે લૂંટ્યો? અથવા તે તારો કેઈએ પરાભવ કર્યો? અથવા સુધાવેદના ઉત્પન્ન થઈ છે? કે કઈ એ કલંક આપ્યું છે? અથવા તારી ધર્મચારિણે પત્ની સંતાનના નિમિત્તભૂત પુત્રજન્મની પ્રાર્થના કરે છે? કે તારે શરીરમાં કોઈ વ્યાધિ થયા છે? કેઈ શત્રુએ તને ઉપદ્રવ કર્યો છે? કેઈ લેણદાર તને કદર્થના કરે છે? અગર બીજું કઈ ઇચ્છિત પૂર્ણ થતું નથી? માટે જે હેય, તે યથાર્થ જણાવ, જેથી કરીને તારે અભિપ્રાય જાણુને યથાશક્તિ તારી શરીર–પીડા દૂર કરી શકાય. તે સાંભળી બ્રાહ્મણે કહ્યું -“હે મહારાજ! હું જે વિજ્ઞાપના કરૂં, તે સાંભળો. હે પ્રભુ! તમારા પ્રતાપથી પાલન થતા ભુવનતલમાં લેકે શાંતિપૂર્વક વાસ કરે છે, તે વિષયમાં હે દેવ ! લેમ્પાલે પણ સદા શંકાવાળા થાય છે. આવા સુરક્ષિત પ્રદવાળા ભરતદેશમાં વસનાર હું જે અસાધ્ય સંકટ પામ્યો છું, તે જણાવું છું– સર્વ ઉપદ્રથી રહિત, હર્ષવાળે “અવંતિ” નામનો દેશ છે, ત્યાં સર્વ ગામેથી ચડીયાતા ગુણવાળું અશ્વભદ્ર નામનું ગામ છે. તેમાં વેદ અધ્યયન કરતે, અગ્નિહોત્રાદિ ગુણયુક્ત, શાસ્ત્રોક્ત કિયા કરાવનાર હું રહું છું. એક સમયે પુત્ર પત્નીને ભળાવીને, વેદ અધ્યયન કરવા હું બીજા ગામે ગયા. ત્યાં ભણતાં ભણતાં મનમાં અરતિ પ્રગટી. વિચાર્યું કે, અરતિ થવાનું શું કારણ? માટે મારા ઘરે જાઉં. ઘરે પહોંચે, ત્યારે દૂરથી જ દેખતાં નાશ પામેલ વૈભવવાળું ઘર જોયું. વિચાર્યું કે, આ શું? પ્રવેશ કરતાં જ ડાબી આંખ ફરકી. સૂકાયેલા વૃક્ષ ઉપર બેઠેલે કાગડો શબ્દ કરતું હતું. ત્યાર પછી દુઃખી મનવાળા થઈ પિતાના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યારે મને જોઈને મારી બ્રાહાણ પત્ની “હા પુત્ર! હા પુત્ર!” એમ વિલાપ કરતી ધસ કરતાંક ધરણું પર ઢળી પડી. ત્યારે મેં વિચાર્યું, “મારા કુલની વૃદ્ધિ કરનાર પુત્ર મૃત્યુ પામ્યા. તે પછી હું પ્રાણે ચાલ્યા ગયા હોય, તેમ ભૂમિ પર ઢળી પડે. મૂચ્છ ઉતરી, એટલે રડારોળ કરતે ભૂપે, તરસ્ય, રાત્રે જ નિદ્રા પામે. આ સમયે જાગતો હોવા છતાં મારું નામ ગ્રહણ કરીને દેવતાએ કહ્યું-“અરે ભટ્ટ! પુત્ર મરણથી આટલે ઉદ્વેગ કેમ કરે છે? જો મારૂં કહેલું કરે, તે તારે પુત્ર પાછું મેળવી આપું' મેં કહ્યું, “જરૂર ભગવતી દેવી શક્ય આજ્ઞા કરશે, તે કરીશ જ. ત્યારે દેવતાએ કહ્યું, “તું જલ્દી જઈને ખેળ કરીને કઈ સારા ઘરેથી અગ્નિ લાવ કે, જેના ઘરે કઈ મરણ પામ્યું ન હોય. ત્યારે હું વિવેકરહિત થઈ શક્યાશક્યને વિચાર કર્યા વગર દરેક સ્થાનમાં તે અગ્નિ શેધવા લાગ્યા. તપાસ કરતાં દરેક ઘર અનેક સંખ્યામાં થયેલાં મરણ કહે છે. ત્યારે આવીને દેવતાને મેં કહ્યું કે, આ સંસારમાં એવું કે ઘર નથી કે, જ્યાં અનેક મરણે ન થયાં હોય.” ફરી દેવેતાએ કહ્યું કે, તે પછી નિરુપદ્રવ ઘરેથી અગ્નિ લાવે.ત્યારે તેની તપાસ કરતાં નિરુપદ્રવ ઘર પણ કેઈ નથી.” એમ કહ્યું, ત્યારે દેવતાએ કહ્યું- “ આ જગતમાં એ કઈ છે ? જે પાપ કરતું નથી અને આ સંસારમાં પોતાની કર્મ–પરિણતિથી જન્મ, મરણ ન થાય તે કોઈ જીવ છે ? બંધુઓના મરણમાં લેકે આ સંસારની નિંદા કરે છે, પશ્ચાત્તાપ કરીને વળી પ્રયત્નપૂર્વક ગૃહ-કાર્યો અને પાપારંભ કરે છે. તે કદાપિ પણ આ જગતમાં એવા કેઈને જોયો ? સાંભળ્યો કે શંકા કરી કે જેનાં પાપી જન્મ-મરણ નહિ થાય ? આવા પ્રકારના નિર્ગુણ પ્રકૃતિવાળા દુસહ સંસારમાં આમ બળ પિ-શેક કરવાથી કેઈ લાભ થાય ખરે ? તે કહે.” એમ કહીને તે દેવતા પિતાના સ્થાનકે ગયા. હું પણ હે દેવ ! તેને શેક કરતો કરતો તમારી પાસે આવ્યા. તેથી હે મહારાજ ! દુર્ભાગી દૈવથી લૂંટાયેલી હું કઈ જગ્યાએ રક્ષણ ન મળવાથી ભરતક્ષેત્રમાં ભ્રમણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy