SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સને પુત્રના સમાચાર કેવી યુક્તિપૂર્વક આપ્યા સગરને પત્ર મરણના સમાચાર કેવી યુક્તિપૂર્વક આપ્યા? - ત્યાર પછી સામંત-મહાસામંતે સહિત મંત્રિમંડલ મંત્રણા કરવા લાગ્યા કે—કઈ વખત સંભાવના પણ ન કરી શકાય તેવું આ કાર્ય રાજાને કેવી રીતે નિવેદન કરવું? આ એક લજ્જાસ્પદ કાર્ય થયું છે. કારણ કે કઈ પુરુષ સમીપવતી પારકાનું પણ મરણ થવા ન દે, તે પછી આ તે આપણું સ્વામી. જીવતા રહેલા આપણે બીજાને સ્વામીના મરણ-સમાચાર કેવી રીતે કહી શકીએ? વળી આ સંસારની અંદર એવા પ્રકારનાં કાર્યો દૈવયેગે આવી પડે છે, કે જે કઈને કહી શકાતાં નથી, કે તેથી રક્ષણ કરી શકાતું નથી, છૂપાવી પણ શકાતું નથી કે હૃદયમાં ધારણ પણ કરી શકાતું નથી. પૂર્વે ઉપાર્જિત કરેલા દુષ્ટ દૈવાગે તેવું કંઈ કાર્ય આવી પડે છે, જેથી મરણ-સમયે નિંદા અને વળી જીવ પાપ–પરિણામવાળે બને છે. વિશાલ વંશવાળા ભરતાધિપને હતભાગી દેવે આ એવું કાર્ય નિર્માણ કર્યું છે કે, જે ચિંતવવું પણ અશક્ય છે. તેથી આપણે પણ સ્વેચ્છાએ મહાજવાલા શ્રેણિથી ભયંકર એવી અંગ્નિમાં પતંગ – મરણ પામવું યુક્ત છે, પણ પુત્ર મરણ બોલવું ઠીક નથી; અથવા હવે બાલચે સરખા એવા અપમરણથી સર્યું. ભવિતવ્યતાથી તેમને વિનાશ અને આપણી અપકીતિ થઈ છે. આ પ્રમાણે મંત્રણ કરતા હતા ત્યારે એક પરિવ્રાજકવેષધારી બ્રાહ્મણ ત્યાં આવ્યું. તેણે પૂછયું કે, તમે આટલા આકુળ-વ્યાકુળ કેમ જણાવ છે? વિષાદને ત્યાગ કરે, આલંબન અંગીકાર કરે, સંસારમાં રહેલા પ્રાણીને આ કેટલું માત્ર ગણાય? બીજું વળી સાઠ હજારનું એક સાથે મૃત્યુ કેમ થયું? તે કારણે તમે વિરમય પામ્યા છે, પરંતુ તે પણ ગ્ય નથી. કારણ કે કમપરિણતિ વિચિત્ર છે. સંસારમાં તેવું કઈ સંવિધાનઘટના-રચના નથી, જે પ્રાપ્ત ન થાય.જેને જેટલા પુત્રો હેય તેટલા મરણ પામે છે, તેમાં શું આશ્ચર્ય ? માટે હું રાજાને તેવી રીતે કહીશ, જેથી પતાને પણ સંસાર-સમુદ્રથી તારે' એમ કહીને તે છાવણીમાંથી નીકળી ગયે સગરરાજાની રાજધાનીમાં પહે. સકલ સામેતાદિક સાથે સભામંડપમાં બેઠેલા ભરતાધિપને દેખ્યા તે સમયે મોટા શબ્દથી બૂમ પાડી બ્રાહ્મણે રાજાને કહ્યું—“અરે સમગ્ર પૃથ્વીમંડલને જિતને દૂર ફેલાવેલ પ્રતાપવાળા, શત્રુગજેન્દ્રોને દમન કરનાર કેસરિસિંહ સરખા, કે અસુરે અને વિદ્યાધરના ઈન્દ્રો વડે સુંવાળા બનાવેલ પાદપીઠવાળા હે રાજન! તમારી ભુજાઓથી રક્ષાયેલે છતાં ભારતમાં હું લુંટાયે લુંટાયે, “અબ્રહ્મણ્ય, અબ્રહ્મણ્ય” એમ ઉષણા કરી. સમગ્ર રાજ્યમાં પહેલાં ને સાંભળેલ શબ્દ સાંભળીને ભરતાધિપસિગરરાજાએ કહ્યું કે, “તે બ્રાહ્મણને જલ્દી બોલાવે અને પૂછે કે કોણે તેને લૂંટ? કયા પ્રદેશમાં લૂંટાયે? તે શું ગુમાવ્યું?” તરત જ એક પછી એક એમ પ્રતિહારે તેની પાસે ગયા, બ્રાહ્મણને જે અને કહ્યું, “અરે મહાપુરું? કેપ ન કરીશ. સમગ્ર ત્રણે લેકનું રક્ષણ કરનાર મહારાજ તને બોલાવે છે, માટે વિશ્વસ્ત બને, તારા મનોરથે પૂર્ણ થશે. ધીમે ધીમે ચાલ. તે સાંભળીને દુઃખપૂર્વક પગ સ્થાપન કરીને ચાલતે, કરમાયેલ મુખકમલવાળ, અશ્ર વહેતા નયનયુગલવાળે, ઉડતા કેશવાળ, દુબે ગાલવાળે, પરાધીન અંગોપાંગવાળે, બ્રાહ્મણ પ્રતિહારે બતાવેલ માગે રાંજાન સભામંડપમાં પહોંચ્યો. રાજાએ કહ્યું-“અહીં બેસ.” તે ચક્રવતીને પ્રણામ કરી તેની આગળ બેઠે. રાજાએ પૂછ્યું કે, ભટ્ટ! શાથી ઉદ્વેગ થયે છે? વિશ્વાસપૂર્વક બેલ કે, તે શું ગૂમાવ્યું છે? સેનુ, માણેક - 1, જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy