SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ (૬ ચાપન્ન મહાપુરુષોનાં ચરિત જે ઉત્તમ પુરુષા હાય છે, તેઓને પેાતાના માનનેા ભંગ થવાના સમય આવે તે દાંતથી હાઠ દબાવી, ભૃકુટિ ચડાવી, તીક્ષ્ણધારવાળી ચમકતી તલવારવાળા ગાઢ રણુ–સંગ્રામમાં પ્રવેશ કરે છે, અથવા તેા પવનપ્રેરિત મહાજ્વાલા-શ્રેણિથી ભયંકર દેખાતા અગ્નિમાં એકદમ અપલાવે છે અને કીતિ ઉપાર્જન કરે છે, એટલું' જ નહિ, પરં'તુ પવનથી ઉછળતા દુસ્સહ મહાકલ્લેાલના ભયંકર ખળભળાટ કરતા સમુદ્રમાં પ્રવેશ કરે છે, પણ પેાતાનું માન ગુમાવતા નથી. પેાતાનાં અતિપ્રિય પત્ની પુત્રાદિકના સ્નેહની શિથિલતા કરે છે, ધન કે સ્વદેશના ત્યાગ કરે છે, પરંતુ માનીએ કેઇ પ્રકારે માનભંગ થવા દેતા નથી. જગતમાં પરાભવા તે ઘણા હશે, પરંતુ પેાતાના જીવતાં પોતાની ભાર્યાંનુ ખળાકારે કોઈ અપહરણ કરી જાય, એ મહાન પરાભવ ગણાય છે. ' હે રાજન્ ! આ વચને સાંભળીને મને મોટી અશાંતિ ઉત્પન્ન થઇ. મે મનમાં વિચાર્યું... કે, તેનું દુષ્ચરિત્ર કોઈ એ જાણ્યુ નથી, પણ મારો આ પરાભવ દરેકના જાણવામાં આવી ગયા છે. હવે આ માટે કાળ પાકી ગયા છે કે તે દુરાચારિણી પત્નીને મારા કે બીજાના પરાક્રમ કે બીજા કોઈ ઉપાયથી પલ્લિપતિ પાસેથી છેડાવીને આ કુટુંબીઓને સોંપી દઉં-એમ વિચારીને ઘેાડુ' દ્રવ્ય લઇને પેાતાના ભવનથી નીકળ્યા. મે વિચાયું કે, · હું એકલા છું. ક્રૂરકમ કરનારા તે ચાર ઘણા છે. અટવીમાં પ્રવેશ કરવા મુશ્કેલ છે. પલ્લિઓમાં નિવાસ કરવો કઠણ છે. તેથી મારી શક્તિ અનુરૂપ યથેાચિત તેના ઉપાય કરું. ત્યાર પછી થોડા દિવસમાં સંસારની વિષમતા સરખી મહાઅટવીમાં પ્રવેશ કર્યાં. ત્યાર પછી કૃષ્ણસર્પના મુખની દાઢ સરખી વિશાળ, હિમાલય પર્વતના શિખર જેવા દુઃખે કરી જઈ શકાય તેવા માગે રહેલી મુનિએનાં ચિત્તની જેમ પરલેાકની સ`પત્તિ પ્રાપ્ત કરાવનાર, યમરાજાની રાજધાની માફ્ક ભીષણુ, નિયતિ–ભવિતવ્યતા માફક દુ"ધ્ય, વેશ્યાવના ઘરની જેમ વિનીતાનુ સ્થાન, દુગ્ધારિણી સ્ત્રીની માફક મર્યાદાના ભંગ કરનાર એવી કાલજિહ્વા નામની પલ્લીમાં આવી પહેાંચ્યા. પલ્લીમાં પ્રવેશ કર્યા. ભોજન-પાણી કર્યાં. આમ તેમ ભટક્તાં દૈવયોગે કેાઈકના ઘરમાં પ્રવેશ કર્યાં. ત્યાં કેાઈ વૃદ્ધાને જોઇ, એટલે વૃદ્ધાએ પણ ઊભા થઇ સત્કાર કર્યાં અને એસવા જણાવ્યું. હું પણ તેને નમીને એક ખાટલી ઉપર બેઠો. તેણે મને પૂછ્યું કે, 'હે પુત્ર ! કાંથી આન્યા ?” ત્યારે મેં પ્રત્યુત્તર આપ્યા કે, સ્વજનના પરાભવ થવાથી અહીં આવ્યા , અને અહીં જ રહેવાની ઈચ્છા રાખુ છુ.' ડાશીએ કહ્યું, હે પુત્ર! ભલે અહીં રહેજે, તારા ભેાજન, સ્નાનઆર્દિકની સંપૂર્ણ સારસંભાળ હું કરીશ. સુમિત્રા એવું પેાતાનુ નામ મને જણાવ્યું. ત્યાર પછી તેના ઘરે ભેાજનાદિક કરતા નિશ્ચિતપણે સમય પસાર કરતા રહેલા હતા. કોઇક સમયે ઇંગિત, આકાર સમજવામાં કુશળ સુમિત્રાએ વાત્સલ્યભાવથી કાર્યાંમાં વ્યગ્ર અનેલા મારા તરફ લાંબા સમય સુધી નજર રાખીને મારું હૃદય બીજા કાર્ટીમાં પરોવાયેલુ છે, એમ સમજીને સ્નેહથી મને પૂછ્યું', હે પુત્ર ! શું તને તારા સગાસંબંધીઓ યાદ આવ્યા છે ? કે હૃદયસ તાપકારી કોઈની સાથેના વેરાનુખ ધનુ સ્મરણ થયું છે? કારણ કે લાંખા ઉચ્છવાસ નિઃશ્વાસથી સૂકાયેલા તારા હાઠ જણાય છે. વળી દીર્ઘકાળ સુધી મનમાં કઈક ધ્યાન કરીને, હાઠ પીસીને તથા ભમ્મર ચડાવીને ચમકતા તીક્ષ્ણ હથીયારનું અવલેાકન કરે છે, તે ગુપ્ત હકીકત ન હેાય તે મને કહે. તારા દુઃખથી દુ:ખી થયેલી હું તારી માતા સમાન છું. માટે વિશ્વાસ રાખીને વાત કર, જેથી કાર્યની રૂપરેખા જાણીને યુવતીજન ઉચિત ઉપકાર કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy