SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ વરુણવર્માની આત્મકથા હે મહારાજ! આ પહેલાંના બીજા ભવામાં હું જ્ઞાન-વિજ્ઞાન ભણેલા વરુણવર્મા નામને ક્ષત્રિય હતા. મારા પિતાજીએ કુલ અને વૈભવને અનુરૂપ શીલવાળી શીલવતી નામની કન્યા સાથે મારા વિવાહ કરી મને પરણાવ્યા. યૌવનવય પામ્યા. તે શીલવતી પેાતાનું નામ મેહની ઉત્કટતાથી વિપરીત કરવા માટે હાય તેમ, યૌવનનું ઉન્માગી પણ હોવાથી, કામદેવ નિરપેક્ષ હાવાથી ક-પરિણતિ અચિન્ત્ય હાવાથી અન્ને કુલને કલંકિત કરવા તૈયાર થઈ. પરલેાકથી પરામુખ અની, કલંક અને ભયને ત્યાગ કરીને પોતાના કુળના આચારનું ઉલ્લંધન કરીને સ્વચ્છંદી બની ગઈ. ત્યાર પછી હવે આ ઉપદેશ આપવાની અધિકારી નથી, પ્રતિકાર કરી શકાય તેમ ન હેાવાથી મેં તેની ઉપેક્ષા કરી. કોઈક સમયે દૈવયેાગે અતિખલ અને પરાક્રમવાળા, રૂપસંપત્તિ સાથે યૌવન ગુણવાળા સિંહ નામના પલ્લિપતિએ અમારા ગામ ઉપર ઘેરા ઘાલીને સ્વાધીન કયું”. ગામ ખેદાન– મેદાન થયું; એટલે દુરાચારિણી શીલવતી સિહુ પલ્લિપતિ પાસે પહોંચી. વિશ્વાસવાળાં મધુર વચનથી શીલવતીએ તેને કહ્યુ “ હું આર્યપુત્ર ! તમને દેખતાં જ મારું હૈયું ઉચ્છ્વાસ લેવા લાગ્યું. નયનયુગલ વિકસિત થયું, ખાહુલતા ફરકવા લાગી, આખા શરીર ઉપરના રોમાંચ ખડા થઈ ગયા. જાતિસ્મરણુ થવા માફક નયનામાં જન્માંતરના સ્નેહ જાગ્રત થયા. પ્રેમાનુરાગ-રસિક મહાસ્નેહથી નિભર એવા પ્રિયને દેખીને કામદેવના ખાણુથી વીધાયેલા પુરુષ શુ શુ ન કરે ? તે જો આર્યપુત્ર મારા પર અનુરાગવાળા, કૌતુકવાળા અને અનુકંપાવાળા હા તે, આ પુત્રને સ્વયંવરથી સ્વીકારૂ છું. ” એમ ખેલતી તેને સેનાપતિએ પ્રથમ હૃદયથી પછી હાથથી ગ્રહણ કરી. પછી શીલવતીને અને લૂટેલા ધન, ધાન્ય, સુવર્ણાદિક સારભૂત વસ્તુઓને ગ્રહણ કરીને તે પેાતાની પલ્લીમાં ગયા. પgિપતિએ શીલવતીને સવ સ્ત્રીઓમાં મુખ્ય અને સની સ્વામિની અનાવી. નિરંતર વૃદ્ધિ પામતા સ્નેહુવાળા તેઓને વિષયસુખ અનુભવતાં દિવસે પસાર થતા હતા. આમ સસાર વહી રહેલા હતા. તે દુરાચારિણી અતિમાયા ફૂડકપટથી મીઠાં વચન ખાલતી પલ્લિપતિના હૃદયમાં પેસી ગઈ. વિચારવા લાગી કે આ મહીમંડલમાં દેવયાગથી મનુષ્યાને ચિંતવેલા સુખથી પણ અધિક સુખાની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્યને સ્નેહ પૂર્ણ સદ્ભાવસહિત રૂપ-ગુણુયુક્ત સુખદુઃખમાં સમાન ભાગીદારની પ્રાપ્તિ થાય,તે સુખેથી જીવે છે.’ આ બાજુ તેના અપહરણથી અંધકાર દૂર થવા માફક વિવેક ઉત્પન્ન થયા હાય તેમ, નિધાન-પ્રાપ્તિ થઇ હોય તેમ, હું અત્યંત શ્વાસ લેવા લાગ્યા. વિચાર્યું કેખરેખર આ જીવલેાકમાં તેઓ કૃતા અને ધન્ય છે, જેઓ મેહુ પમાડનારી ઔષધ સરખી રમણીઓની દૃષ્ટિમાં પડયા જ નથી. છતાં આ સુકોમળ પત્ની સાથે આટલેા થાડા સબંધ થયા, પરંતુ માહાવત માં પટકાવનાર કે અપયશથી કલંકિત કરનાર થયા નથી. તેથી હું રાજન્ ! સનેપાત-મુક્ત થયા હારૂં તેમ, ફરી જન્મ મળ્યા હોય તેમ સસાર સુખને અનુભવ કરવા લાગ્યો. કાઇક સમયે સમગ્ર આયુધકળામાં નિષ્ણાત સ યુવાનવને જિતનાર શીલવતીની હકીકતને ભૂલી ગયેલા હતા, તેવામાં મિત્રવનામના તેના ભાઈએ આવીને મને આવેશ ઉત્પન્ન કરનાર વચના સંભળાવતાં કહ્યું કે “તારું પરાક્રમ જણાઈ ગયું. સ આયુધમાં તુ કેવા ચતુર છે, તે હવે ખબર પડી કે તારા જીવતાં જ રાત્રુએ તારી ભાર્યાનું હરણુ કર્યું. આ સ ંસારમાં જો પાતાની કીતિ ફેલાવતો ન હોય તેા, જગતમાં એકમાત્ર સ ંખ્યા પૂરવા માટે જન્મ લેવાથી શે લાભ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy