SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વરુણવમની આત્મકથા ત્યાર પછી હે રાજન ! તેનું આ વચન સાંભળીને વિકસ્વર વદનકમળવાળા મેં તેને કહ્યું, “હે માતાજી! સારું સારું. મારો મને ગત અભિપ્રાય તમે બરાબર સમજી ગયાં. તેવું કંઈ નથી જે તમને ન કહી શકાય, ખાસ કરીને આ વૃત્તાન્ત તમને કહેવો જ જોઈએ. પરંતુ લજ્જાથી પરાધીન બનેલો હોવાથી આટલા સમય સુધી, “હું તમને ન જણાવી શક્યો. અત્યારે તમે મારા દુખથી દુઃખી થયેલાં છ-એમ પણ સમજી શકું છું, તેથી જણવું છું.” ત્યાર પછી શીલવતીને સમગ્ર વૃત્તાન્ત જણાવ્યું. વૃદ્ધાએ કહ્યું, હે પુત્ર! આ ઠીક થયું નથી. કારણ કે તું એકલે છે. વિષમ કિલ્લા વચ્ચે પલ્લી રહેલી છે. પલિપતિ બળવાન છે. માયા-કૂડકપટ ભરેલો યુવતીવર્ગ હોય છે. તેમાં ખરાબ શીલવાળી સ્ત્રીઓ તો વિશેષ પ્રકારે કપટવાળી હોય છે. તે પણ મને કહ્યું, તે ઠીક કર્યું. હવે હું તેનો અભિપ્રાય જાણી શકીશ. એમ કહીને મધુર શબ્દ તથા ઘણા હેતદાન્તાથી આશ્વાસન આપીને શીલવતીની સાથે સંબંધ જોડવા તેના ઘરે જવાનું શરૂ કર્યું. કાલઉચિત વાર્તાલાપ અને સ્થાઓ કરે છે, ઉચિત લક-વ્યવહાર જળવાય છે. કેઈક સમયે સુમિત્રાએ શીલવતીને પૂછ્યું કે, “તારા પિતાનું નિવાસસ્થળ ક્યા ગામમાં? આ સિંહ સાથે સમાગમ કેવી રીતે થયે? તારા બંધુઓ અને સાસરા પક્ષ કે છે? તારે પતિ યુવાન છે કે નહિ? આ પલિપતિની તું પ્રિયા છે કે પહેલે પતિ બીજે કઈ છે?— તે પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહિલાઓના કપટીસ્વભાવપણાથી પ્રેમસ્વભાવનું અવિશ્વાસપણું હોવાથી તેના ભાવની ભવિતવ્યતાથી સાચી વાત ન જણાવી, અને કહ્યું કે, “અરે ભેળી! તું જાણતી નથી? બંધુવર્ગ, સાસરાનું ઘર, માતા, ધૂળમાં સાથે રમનાર મિત્ર, ભર્તાર આ સર્વની સાથે યુવતીઓને આપત્તિઓ એ સંપત્તિ જ ગણવાની હોય. તે હે સુમિત્રા! ગમે તેમ કરીને સમય પસાર કરે જોઈએ. પરાધીન શરણ વગરને સ્ત્રીવર્ગ બીજું શું કરી શકે?” “સુમિત્રાએ કહ્યું, “જો આમાંથી નીકળવાને ઉપાય હોય તે બહુ સારું.” પોતાને વિચાર છૂપાવતી શીલવતીએ પણ કહ્યું, ‘એટલાં મેટાં અમારાં ભાગ્ય ક્યાંથી હોય? એ પ્રમાણે કહેવાયેલી સુમિત્રા પિતાના ઘરે ગઈ. આ વૃત્તાન્ત મને કહ્યો. મેં વિચાર્યું કે આ પણ તેનામાં સંભાવના કરી શકાય. મરતાને જીવિતદાન આપે, કેઈકને મારી નાખે, તેની સાથે મરી પણ જાય, યુવતીનું ચરિત્ર અને વળી વિશેષથી શીલરહિત યુવતીનું ચરિત્ર જાણવા કેણું સમર્થ થઈ શકે? બીજા કેઈક દિવસે સુમિત્રાએ ૫ટથી તેને કહ્યું કે, “તારા શ્વશુર કુળમાંથી સમાચાર આવ્યા છે અને તારી શોધ ચાલુ છે.” શીલવતીએ કપટથી જળપૂર્ણ નેત્રયુગલ કરતાં કહ્યું, “શું આ વાત સત્ય છે? કેવા સમાચાર અને તેની શી હકીકત છે? તે કહે.” સુમિત્રાએ કહ્યું, સામાન્યથી એવા સમાચાર આવ્યા છે કે તારે ભર્તાર તારી શેધ નિરંતર કર્યા કરે છે.” શીલવતીએ કહ્યું, “એમ પણ બને કે મારા પતિ અહીં પણ આવે. હું મારાં નેત્રોથી તેમનાં દર્શન કરું. માટે હે સુમિત્રા ! તમે મારા બંધનું કાર્ય કરે. મારા પતિ ઉપર એક સંદેશપત્ર મોકલે અને તેમાં એમ લખી જણાવે કે “હે નિય! અહીં તમારી પત્ની નિરંતર રુદન અને તારું સ્મરણ કરતી રહેલી છે. લેકમાં સુભટ તરીકે તમારી ખ્યાતિ હોવા છતાં તમારી પત્નીની આવી પરાધીન અવસ્થા છે. આ વિષયમાં તમારા સરખા પરાક્રમીને વધારે શું કહેવાનું હોય? માટે જે યંગ્ય લાગે તે કરવું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy