SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ચપન મહાપુરુષોનાં ચરિત કરનાર ઉત્પાતે દેખાવા લાગ્યા. તે આ પ્રમાણે–દક્ષિણ દિશામાં મોટા શબ્દ, સેંકડો કેતુગ્રહોથી વીંટળાએલ સૂર્યમંડલ, વચ્ચે કાણુંયુકત ચંદ્રબિંબ, કંપતી પૃથ્વી, દિશામાં દાહ, દિવસે કેતુગ્રહના ઉગવાથી કરેલા વિવરવાળા સૂર્યનું બિંબ–એવી રીતે જોવામાં આવ્યું કે જાણે આકાશલક્ષમીના ચરણમાંથી આકાશમાં પડી ગયેલું નૂપુર હોય, ચંદ્રનું બિંબ, છિદ્રમાંથી બહાર લાલ અવયવવાળું દેખાય છે, જાણે અકાળે-અકસ્માત્ ફૂટી ગયેલ લઈ જવાતે ગહન બ્રહ્માંડખંડ હોય અને તુરંગે વેગ પૂર્વક વહન કરેલા બહાર કાઢતા ધૂમ અને મલ જેવા કલુષિત હિષારવ કરે છે, જાણે કે મુખમાં રહેલા લોઢાના ચેકડાની છાયા-કાંતિથી તે ભેદાયેલ હેય. એ પ્રમાણે તે સમયે ભુવનમાં પ્રયાણ કરવા માટે નીકળેલા મનુષ્યને ભય ઉત્પન્ન કરનાર પ્રયાણ રેકવાના નિમિત્તભૂત અનેક ભયંકર અમંગલ ઉત્પાત થયા. મુનિ-દર્શન તે અપશકુન-પરંપરાને અવગણીને કૌતુક મંગલ-ઉપચાર કરવા પૂર્વક ભવિતવ્યતા મેગે કર્મપરિણતિ રજજુથી બંધાયેલા દિશામુખને સ્વાધીન કરવા માટે પિતાની રજા મેળવીને સ્ત્રીરત્ન વગર બાકીનાં રત્ન સહિત મોટા પરિવાર સાથે , હાથી, ઘડાઓ અને મનુષ્યની ચતુરંગ સેના સાથે પ્રશસ્ત તિથિ, કરણ, નક્ષત્રના યંગ તથા શુભ લગ્ન-સમયે કુમારોએ પ્રયાણ કર્યું. યથાગ્ય ભેંટણાંઓ મેકલાવે છે, મંગળ કરે છે, બિરુદાવલિ બોલાય છે, હાથીઓ ગુલગુલ શબ્દ કરે છે, અ હેકારવ કરે છે. ગર્વિત પાયદલસેના કેલાહલ કરે છે. એ પ્રમાણે મેટો કેલાહલ કરતા રાજકુમાર રાજધાનીથી બહાર નીકળ્યા. એકાંત ખાલી ભૂમિ ઉપર પડાવ નાખે. યથાયોગ્ય નિર્જીવભૂમિ–પ્રદેશમાં સાક્ષાત્ મૂર્તિમાન પુણ્યરાશિ સરખા એક મુનિનાં દર્શન થયાં. સહસ્ત્રાંશુ વગેરે કુમારોએ ભગવંતને વંદના કરી પૂછયું, “હે ભગવંત! સંસારની અસારતા અમે જાણુંએ તે છીએ જ, વિષાના કડવા વિપાકે પણ સમજીએ છીએ. કયા એવા ડાહ્યા મનુષ્યને આવા પરિભાવથી વિવેકરત્ન સ્કુરાયમાન ન થાય? છતાં પણ બાહ્ય નિમિત્ત વગર આવા સંસાર–ત્યાગની વિવેકબુદ્ધિ ઘણે ભાગે પ્રગટ થતી નથી. માટે કૃપા કરીને આપના ધ્યાન અધ્યયનાદિકને હરક્ત ન આવે અને આપની અમારા ઉપર કૃપા હેય તે સંસારને ત્યાગ કરવાના કારણભૂત આપને વૈરાગ્યનું શું નિમિત્ત થયું છે? અતિશય જ્ઞાની એવા મુનિભગવંતે સરળ સ્વાભાવિક બીજાના મનને આનંદકારી કેમળ નિર્દોષ વચન કહેવા પૂર્વક જણાવ્યું–હે સૌમ્ય ! જે મને જાણવાનું કુતૂહલ થયું છે, તે મારા નિર્વેદનું કારણ સાંભળો. આ કથા ભવ્ય જીને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી છે એમ કહીને પછી કથા કહેવાનું શરૂ કર્યું – દુ:શીલ પત્નીના કારણે થયેલા વૈરાગ્ય ઉપર વણવર્માની આત્મકથા પિતાનાં કરેલાં કર્મનાં ફળથી ઉત્પન્ન થયેલા દુઃખ-સમૂહના સંકટોથી પૂર્ણ ભવસમુદ્રમાં પડતા જીવને ઉદ્ધાર કરવા માટે દેવતાઓ પણ સમર્થ થઈ શક્તા નથી. જેને પિતાનાં ચરિત(આચરણ)થી ઉપાર્જન કરેલાં ભારે કર્મોના દુસહ વિપાકેથી નિર્માણ કરેલી દુઃખ પરંપરા સ્વભાવથી વિરસ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy