SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા પાસે પુત્રોની પ્રાના ૮૩ તેમન સહસ્રાંશુ, સહસ્રાક્ષ, સહસ્રબાહુ દૈવત વગેરે નામના સાઠ હજાર પુત્રો થયા. એ પ્રમાણે ચાસઠ હજાર અંતઃપુરની સ્ત્રીઓ સાથે વિષયસુખ અનુભવતાં સૂકાઇ જતા શરીરવાળા અને સ્રીરત્નના ઉપભાગ વડે ફી નવા થતા તે સગર ચક્રવતીના વિસે પસાર થતા હતા. એમ સંસાર વહી રહેલા હતા. પિતા પાસે પુત્રોની પ્રાના કંઈક સમયે સુખાસનમાં બેઠેલા રાજાને સહસ્રાંશુ વગેરે પુત્રોએ વિનંતિ કરી કે, વ્હે પિતાજી ! આપે પ્રતિપક્ષ રાજાએ અને ઈન્દ્રિયગણને વશ કર્યા છે, ભરતક્ષેત્ર રૂપી કામિનીના વદનકમલને શેાભાયમાન કર્યું છે. સર્વ દિશામાં નિર્મળ યશસમૂહને તથા ગુણગણને પ્રકાશિત કર્યો છે. કીતિ સરિતાને અને આજ્ઞાને છેક સમુદ્રના કિનારા સુધી પહેોંચાડી છે. દોષ-સમૂહને અને દુ નવના નાશ કર્યાં છે. ધનભંડાર અને બંવર્ગની સમુન્નતિમાં વધારે કર્યો છે. આપે સ્વાભાવિક ગૌરવવાળા જિન-કથિત ધર્મને અને પ્રતાપને વિસ્તાર્યા છે. રૂપલક્ષ્મી અને શીલસંપત્તિ પ્રાપ્ત કરી છે. તમે જિતેલા "ભરતક્ષેત્રમાં તમારી લક્ષ્મીને ભાગવટો કરતાં તથા પેાતાનું' પરાક્રમ પ્રકાશિત કરતા અમે તમારી આજ્ઞાથી ઈચ્છા પ્રમાણે વિચરીએ, ” આ વલાકમાં દુઃખે ઉપાર્જન કરેલી, બળાત્કારે મેળવેલી તે જ લક્ષ્મી ખરેખર શાભા પામે છે, જે પુત્ર-પૌત્રાદિક વર્ગ વડે લાંબા કાળ સુધી ભોગવાય છે, પુત્ર માતાના સ્તનાનુ લાંખા કાળ સુધી પાન કરે, તેા તે જેમ શેાભા પામે છે, તેમ પુત્રો પિતાની સંપત્તિના ઈચ્છા પ્રમાણે ભાગવટા કરે, તે પણ શાભા પામે છે. સખત પવનથી ઉડતી ધ્વજા સરખી ચંચલ રાજલક્ષ્મી જો પુત્રો વડે ભેગવાય, તેા જ તેના પિતાને લેાકે વખાણે છે. આ જગતમાં તે ખરેખર કૃતાર્થ અને કૃતપુણ્ય છે, પરાક્રમથી પ્રાપ્ત કરેલી રાજ્યલક્ષ્મી જેના પુત્રો વડે ભાગવાય છે, પેાતાના જીવન દરમ્યાન પુત્રોવડે અને ખવર્ગ વડે જે લક્ષ્મીના ભોગવટા થાય, તે જ લક્ષ્મી સ ંતેાષ આપનારી ગણાય છે. મર્યા પછી ભાગવટાના, કશો અર્થ નથી. આ સ્થિર ભુજારૂપ સ્ત ંભના આધારે રહેલી તમામ જીવનલક્ષ્મીને ભાગવીએ, તથા દરેક સ્થળે ભ્રમણ કરીએ. ” જ્યારે પુત્રો પિતાને આ પ્રમાણે કહેતા હતા ત્યારે, તેમને સાંભળીને તે સમયે હજારા દેવાએ પુષ્પવૃષ્ટિ કરતાં યજયકાર શબ્દ કર્યાં. સત્પુરુષાની ધાર્મિક કથાના અવસરે સભાખડમાં બેઠેલા પેાતાના પુત્રીએ વિસ્મયથી વિકસિત થયેલા નયનપત્રવાળા રાજાને વિન ંતિ કરી, ત્યારે નરેન્દ્રે કહ્યું કે, “ હે પુત્રો ! ખરેખર હું ધન્ય છું કે, જેના ગુણવાન પુત્રો અને પૌત્રો ઇચ્છા પ્રમાણે લક્ષ્મી ભાગવે છે. પુત્ર, ખંધુ અને પરિવારથી રહિત જે લક્ષ્મી હાય, તે તે નિંદ્મનીય છે. પેટ ભરનારા પશુ-પક્ષીઓ સરખા તેમના જીવનથી સયું. તમારી ઈચ્છા પ્રમાણે ભુવનની અંદર ક્રીડા કરો, ઉદાર સપત્તિને તમે સ્વેચ્છાએ ભેગવા, એમાં તમને કણ વિગ્ન કરનાર છે ? માટે ભરતક્ષેત્રમાં શીઘ્ર ભ્રમણ કરે. ” આ પ્રમાણે પિતાની આજ્ઞા પામેલા પુત્રએ દારિધ દૂર કરનાર પિતાના ચરણકમલમાં દીર્ઘ કાળ પૃથ્વીને સ્પર્શ થાય તેવી રીતે નમસ્કાર કર્યાં. * પ્રયાણ-સમયે અપમ ગલના ઉત્પાતા ત્યાર પછી પિતાદિક ગુરુવની સંમતિ પામેલા સાઠ હજાર પુત્રોએ પ્રયાણ-ઢકકા વગડાવી. ૮ આવતી કાલે પ્રાતઃકાળે પ્રયાણ થશે ’ તેમ ઉદ્ઘાષણા કરાવી. આ સમયે અપશકુન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy