SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ બાદલું વગેરેને રીફાઈનરીમાં ગળાવીને મળેલ સોના-ચાંદી દેવદ્રવ્યમાં જમા કરવાં. ૭ - કેસર-ચંદન, દૂધ-ઘી વગેરે પૂજા યોગ્ય વસ્તુઓ મેળવી સંચય કરવો. ૮ - દેવદ્રવ્ય વગેરેની તેમજ ધર્માદા દ્રવ્યની બરાબર ઉઘરાણી કરવી. ૯ - વસૂલ કરેલ દ્રવ્ય સુરક્ષિત સ્થાને રાખવું. ૧૦ - બધાં જ દ્રવ્યો તેમજ ખાતાઓનો હિસાબ સ્પષ્ટ અને ચોખ્ખો લખાવવો. ૧૧ - ભંડારની આવક, ખર્ચ અને સુરક્ષાની વ્યવસ્થા કરવી. ૧૨ - ભંડાર, સુરક્ષા-સ્થાન વગેરેના સંરક્ષણ માટે ચોકીદારો વગેરે રાખવા. ૧૩ - સાધર્મિકો, ગુરુભગવંતો, જ્ઞાનભંડાર અને ધર્મશાળા વગેરેની ઉચિત પદ્ધતિથી સંભાળ રાખવામાં શક્તિનો ઉપયોગ કરવો. ૧૪ - ઋદ્ધિસંપન્ન શ્રીમંત શ્રાવકો, સિદ્ધાચલ વગેરે મહાતીર્થોનો તેમજ પોતાના ગામ-શહેરની આસપાસ આવેલા તીર્થોનો ઉપરોક્ત વિધિથી રક્ષણ કરે; ઉદ્ધાર કરે, એના ટેક્ષો દૂર કરાવે. આ અને આવાં જ અન્ય પણ કાર્યો કરવાં જોઈએ. જેવાં કે – ૧ - દેરાસરમાં લાઈટ-ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરવો. ઘણાં પ્રાચીન તીર્થો અને પ્રભાવક દેરાસરોમાં લાઈટનો ઉપયોગ કરાતો નથી. ૨ - દીવાઓને કાચની હાંડીઓ વગેરેમાં મૂકવાં. જેથી ત્રસ જીવોની રક્ષા થઈ શકે. ૩ - દેરાસરોના શિખર પર કાયમી માચડાઓ ન લગાડવા. એ શિલ્પનો દોષ ગણાય. એનાથી સંઘનો વિકાસ રુંધાય છે. ૪ - અંગલુછણાં-પાટલૂછણાં ધોવા માટે જુદી-જૂદી વ્યવસ્થા ગોઠવવી. પરિશિષ્ટ-૪ જિનમંદિર (દસર) સંબંધી કેટલાંક કાર્યો જે સંઘના... ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy