SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ • દેરાસર આદિ ધર્મસ્થાનોની વ્યવસ્થા, સારસંભાળ અને વહીવટ કરનારને ‘વૈયાવચ્ચ’ નામનો તપ કર્યાનો લાભ મળે છે. - દેરાસરની છતના પ૨નાળીયાથી આવેલ પાણીનો શ્રાવકે પોતાના કે બીજાના કાર્યમાં ઉપયોગ ન કરવો. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની જેમ આવા દ્રવ્યોનો ઉપભોગ પણ દોષદાયી છે. • દેવદ્રવ્યનાં વાજાં (વાજિંત્રો) વગેરે ઉપકરણો ગુરુમહારાજ કે સંઘની સામે (સામૈયામાં) ન વગાડવાં, ન વાપરવાં. મોટા કા૨ણે વગાડવાં-વાપરવાં જ પડે તો વધારે નકરો આપીને જ વગાડવાં-વાપરવાં. • દેવદ્રવ્યનાં ઉપકરણો નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં વા૫૨વાવાળો દુઃખી બને છે. • જ્ઞાનદ્રવ્યના કાગળો, કલમ વગેરે ઉપકરણો સાધુ-સાધ્વીજી ભગવંતોને ખપી શકે. શ્રાવક તેમનો ઉપયોગ ન કરી શકે. જ્ઞાનદ્રવ્યનાં લાવેલાં-છપાવેલાં ધાર્મિક પુસ્તકો પણ સુયોગ્ય નકરો આપ્યા વિના શ્રાવક વાંચી ન શકે. ♦ સાધારણ દ્રવ્ય પણ સંઘે આપેલ હોય તો જ શ્રાવકને ખપી શકે. • પ્રશ્નોત્તર સમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથો મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની અંગપૂજાની જેમ જ શ્રી ગુરુમહારાજની અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ગુરુપૂજનનું આ દ્રવ્ય ગુરુથી પણ ઉપરના એવા જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણ ક્ષેત્રમાં જ વા૫૨વું જોઈએ. પ્રભુની અંગપૂજામાં આ દ્રવ્ય ન વાપરવું. ધર્મસ્થાનમાં વા૫૨વા માટે બોલેલ દ્રવ્ય જૂદું જ રાખવું. એને પોતાના અંગત ખાણી-પીણી આદિના ખર્ચમાં ભેગું ન કરવું.તીર્થયાત્રા માટેકમ કાઢી હોય તો ગાડીભાડું,નિવાસ, ખાણી-પીણીનો ખર્ચો તેમાંથી ન કાઢવો. એ મોટું પાપ છે. કોઈકે ધર્મકાર્યમાં વાપરવા માટે કાંઈક ધન આપ્યું હોય, તેને તે વ્યક્તિના નામની સ્પષ્ટ જાહે૨ાત ક૨વાપૂર્વક વા૫૨વું જોઈએ. પોતાના નામે કે મૌન રહીને ન વાપરવું. માતા-પિતા વગેરે સ્વજનોને અંતિમ અવસ્થા પ્રસંગે સુકૃતમાં જે ધન વાપરવાનું જાહે૨ કર્યું હોય તેને સંઘ સમક્ષ સમયમર્યાદા પૂર્વક જાહે૨ ક૨વું ૨૦૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy