SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ દ્રવ્યસMતિકા' ના આધારે કેટલીકસમજવા જેવી બાબતો પોતાના ઘરનો દીવો પ્રભુદર્શન કરવા દેરાસરે લાવ્યા હો તો તે દીવો દેવદ્રવ્ય' નથી બનતો. નૈવેદ્ય ચડાવવા દેરાસરે થાળી-વાસણ લાવ્યા હો તે પણ “દેવદ્રવ્ય બનતા નથી. આંગી માટે પોતાના અલંકારો શુદ્ધ કરીને પ્રભને ચડાવવા માત્રથી તે “દેવદ્રવ્ય” બનતા નથી. એ શ્રાવક ફરી પોતાના ઉપયોગમાં લઈ શકે છે. દેવની ભક્તિમાં જે સમર્પિત કરવામાં આવે છે, તે જ દેવદ્રવ્ય બને છે. ધાર્મિક દ્રવ્યોનો વહીવટ કરવા માટે ૧ - માર્ગાનુસારી ગૃહસ્થ, ૨ - સમ્યગ્દષ્ટિ શ્રાવક અને ૩ - દેશવિરતિધર શ્રાવક અધિકારી છે. સર્વવિરતિધર સાધુભગવંત પણ વિશિષ્ટ સંયોગ-કારણ ઉપસ્થિત થાય ત્યારે ધર્મદ્રવ્ય-રક્ષા વગેરે માટે અધિકારી છે. કર્માદાન (હિંસક ધંધા-ફેક્ટરીઓ-શેરોમાં રોકાણ) વગેરે અયોગ્ય કાર્યોનો ત્યાગ કરીને, ઉત્તમ વ્યાપાર વગેરેથી જ દેવદ્રવ્ય વગેરે ધર્મદ્રવ્યોની વૃદ્ધિ કરવી. શ્રાવકોને વ્યાજથી પણ દેવદ્રવ્ય ન ધીરવું. બીજાઓને આપતી વખતે પણ વધુ મૂલ્યના અલંકારો રાખીને જ આપવું. પરિશિષ્ટ-૨-૩: દરેક કાર્યો વિધિપૂર્વક દ્રવ્યસપ્તતિકાના આધારે કેટલીક. ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy