SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ - દીક્ષા માટે તત્પર સ્વ-પુત્રી વગેરેનું તેમને સમર્પણ કરવું. ૭- સ્વોચિત આચારને ચૂકનારને તે આચારોની યાદી દેવી. ૮- અન્યાયની પ્રવૃત્તિ થાય ત્યારે તેને વારવી. ૯- એકવાર ખોટું કાર્ય કરે ત્યારે શિક્ષા કરવી (શિખામણ આપવી). ૧૦ - ફરી ફરી ખોટું કાર્ય કરે ત્યારે કઠોર વચનો દ્વારા શિક્ષા કરવી (શબ્દનો માર મારવો). ૧૧ - ઉચિત વસ્તુઓ આપી સહાયક બનવું. શ્રાવક ક્ષેત્રમાં ધન વાવવું - શ્રાવકના સાધર્મિકો તો શ્રાવકો જ હોય છે. - એક સમાન ધર્મવાળાનો સંગમ પણ મહાન પુણ્ય માટે થાય છે, તો તેમની ભક્તિ અંગે વધુ કહેવું? ૧- પોતાના પુત્ર વગેરેના જન્મોત્સવ, વિવાહ અને બીજાં પણ કાર્યો ઉપસ્થિત થતા સાધર્મિકોને બોલાવવા. ૨- વિશિષ્ટ ભોજન-પાન-વસ્ત્ર-અલંકારો આપવાં. ૩- આપત્તિમાં આવી પડેલા તેવા સાધર્મિકોનો સ્વધન-વ્યય કરીને પણ ઉદ્ધાર કરવો. ૪- લાભાંતરાય દોષથી નિર્ધનતા આવે ત્યારે ફરીથી તેમને પૂર્વવત્ બનાવવા. પ-ધર્મમાં પાછા હઠતા (ખેદ પામતા) સાધર્મિકોને જૂદા જૂદા પ્રકારોથી સ્થિર કરવા. - ધર્મમાં પ્રમાદ કરે ત્યારે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વગેરે કરવા. ૭- વાચના-પૃચ્છના-પરિવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં તેમને યોગ્યતા મુજબ જોડવા. ૮ - વિશિષ્ટ ધર્માનુષ્ઠાન કરવા માટે સર્વને ઉપયોગી એવી (સાધારણ) પૌષધશાળા વગેરેનું નિર્માણ કરવું. પરિશિષ્ટ-૧ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના.... ૧૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy