SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૪- લખેલા પુસ્તકોનું સંવિગ્ન ગીતાર્થ સાધુઓને બહુમાનપૂર્વક દાન કરે. ૫- વ્યાખ્યાનમાં વંચાતા પુસ્તકોનું પૂજન કરીને રોજ સાંભળે. સાધુ ક્ષેત્રમાં દાન વાવવું ૧-સંયમ સાધનામાં ઉપકારી બનતા નિર્જીવ (પ્રાસુક) અને કલ્પનીય (એષણીય) અશન વગેરે આહારનું દાન કરે. ૨- રોગોનું નિવા૨ણ કરતા ઔષધોનું દાન કરે. ૩- ઠંડી વગેરેનું નિવારણ કરતા વસ્ત્ર વગેરેનું દાન કરે. ૪- પ્રતિલેખન ક૨વા માટે રજોહરણ (ઓઘો-દંડાસણ) વગેરેનું દાન કરે. ૫-ભોજન વગેરે માટે પાત્રનું દાન કરે. ૬-ઔપગ્રહિક ઉપધિરૂપે કામ લાગતા દાંડો વગેરે ઉપકરણોનું દાન કરે. ૭ - નિવાસ (૨હેવા) માટે ઉપાશ્રય આપે. ૮ - પોતાની સમસ્ત સંપત્તિનું દાન કરે. ૯-સાધુ ધર્મનો સ્વીકાર કરવા ઈચ્છતા સ્વપુત્ર-પુત્રી વગેરેનું પણ સમર્પણ કરે. ૧૦ - મુનિરાજો વિઘ્ન વિના પોતાની આરાધના કરી શકે તેવા બધા કાર્ય કરે. ૧૧ - જૈનશાસનના શત્રુઓ અને સાધુધર્મની નિંદા કરવામાં તત્પર લોકોનું યથાશક્તિ નિવારણ કરે. સાધ્વીક્ષેત્રમાં ધન વાવવું ૧- સાધુની જેમ જ સાધ્વી ક્ષેત્રમાં યથોચિત આહારાદિ દાન આપવું. ૨- દુરાચારી અને નાસ્તિકોથી એમને દૂર રાખવા. પોતાના ઘરની નિકટ, ચારે બાજુથી ગુપ્ત અને સુરક્ષિત દ્વારોવાળી વસતી (ઉપાશ્રય) તેમને આપવી. ૪- પોતાની પત્ની વગેરે દ્વા૨ા તેમની સેવા-શુશ્રુષા કરાવવી. ૫- પોતાની પુત્રીઓને તેમની પાસે રાખવી. ૩ - પરિશિષ્ટ-૧ : યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના... ૧૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy