SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક સ્થાને ગુરુપૂજનનું દ્રવ્ય સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે, જે વાસ્તવમાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ વપરાવું જોઈએ. એ દ્રવ્ય અયોગ્ય રીતે વૈયાવચ્ચમાં લઈ જઈ એમાંથી સાધુસાધ્વીનાં વિહારનાં સ્થાનોનાં નિર્માણ કે ત્યાંના રસોડામાં આપવામાં આવે છે. ત્યાં સાધુ-સાધ્વીજી અને એમની સાથે આવતાં મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકા કે દર્શનાર્થે આવેલા જૈનો કે વિહારમાં સાથે રહેલ જૈન માણસના વાપરવામાં આવે, એ બધું તદ્દન અનુચિત છે. આ રીતે સાધુ-સાધ્વીજી અને શ્રાવકોના પેટમાં દેવદ્રવ્ય જેવું દ્રવ્ય જવાનો દોષ લાગે છે. સાધુ-સાધ્વીજીને કામની વહોરાવવાનો ચડાવો થાય તો એ કામળી સાધુસાધ્વી વાપરી શકે, પણ ચડાવાની રકમ તો જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ જવી જોઈએ; કેમ કે “કરેમિ ભંતે ઉચ્ચર્યા બાદની સાધુપણાની તમામ અવસ્થા સંબંધી આવક દેવદ્રવ્ય ખાતામાં જ જાય. જ્ઞાનનાં ઉપકરણો વહોરાવવાની બોલીની રકમ, સૂત્રવાંચન સમયે જ્ઞાનપૂજા, જ્ઞાનને વહોરાવવાના ચડાવા બોલાય તે ચડાવાઆદિની રકમ જ્ઞાનખાતામાં જશે. સભાઃ ગુરુપૂજન અને કામગીની બાબતમાં બે મત છે તો શું કરવું? હકીકતમાં કહું તો બે મત જેવું કશું જ નથી. આ માટે દ્રવ્યસપ્તતિકાની ૧૨મી ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપેલું છે : "स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे नव्यचैत्यकरणादौ च व्यापार्यम् ।" “સોનું વગેરે ગુરુદ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ આદિમાં વાપરવું.” આમ છતાંય એ વાત તમારી સમજમાં ન જ ઊતરતી હોય તો તમને બીજો રસ્તો બતાવું. એક કહે કે, સાધુ-સાધ્વી વૈયાવચ્ચમાં લઈ જાઓ. બીજો કહે કે, जो घास की झोपडी (कुटिया) बनावे (उसमें प्रभु की प्रतिमा पधराये-स्थापित करे) और केवल एक पुष्प भी भक्ति से परमगुरु परमात्मा को चढावे उसके पुण्य का नाप कहाँ से પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy