SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ - જિનમૂર્તિ, ૨ - જિનમંદિર, ૩ - જિનાગમ, ૪ - જિનનો સાધુ, ૫ - જિનની સાધ્વી, ૯ - જિનનો શ્રાવક અને ૭ - જિનની શ્રાવિકા. એમાંથી પહેલાં ત્રણ ક્ષેત્ર મૂંગાં છે એ બોલતાં નથી, અને બાકીનાં ચાર ક્ષેત્રો બોલતાં છે. આ પાછળનાં ચારે ક્ષેત્રોનો આધાર પણ વાસ્તવમાં પહેલાં ત્રણ ક્ષેત્રો જ છે. આજે ઘણા સ્થાને અજ્ઞાનથી એમ બોલાય છે કે શ્રાવક-શ્રાવિકા હશે તો ઉપરનાં ક્ષેત્રો સચવાશે; પણ એમ બોલવું એ ઉપરનાં ક્ષેત્રોની આશાતના છે, ઘોર અજ્ઞાન છે, શાસ્ત્રની સાચી સમજનો અભાવ છે. મારા પરમતારક ગુરુદેવે વંદિત્તાસૂત્રના વિવરણમાં એક સ્થળે આ અંગે શાસ્ત્રીય પ્રકાશ પાથર્યો છે : “.. સાતે ક્ષેત્રો સમકોટિનાં છે. એમ માની લેવાની ભૂલ ન થવી જોઈએ; કારણ કે, ભગવાને સાતક્ષેત્રો કહ્યાં છે, પણ તે બધાં સમાન છે એમ નથી. સાતક્ષેત્રોનું પ્રતિપાદન કરનાર શ્રી જિનશાસનમાં શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ, એ મુખ્ય ક્ષેત્રો છે અને એથી જ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ જેને ન ગમે, એ સાધુ કહેવાતો હોય તો તે સાધુ નથી, સાધ્વી કહેવાતી હોય તો તે સાધ્વી નથી, શ્રાવક કહેવાતો હોય તો તે શ્રાવક નથી અને શ્રાવિકા કહેવાતી હોય તો તે શ્રાવિકા નથી. શ્રાવક-શ્રાવિકા એ ઉપરના પાંચેના પૂજારી છે, પાંચેના માલિક પોતે છે એમ નહીં પણ પાંચે પોતાના માલિક છે – એમ શ્રાવક-શ્રાવિકાએ માનવું જ જોઈએ. શ્રાવક અને શ્રાવિકા, શ્રી જિનબિબાદિ પાંચના પૂજક છે માટે જ પોતે પણ પૂજ્ય-કોટિનાં છે, પણ શ્રાવક-શ્રાવિકા હશે તો એ પાંચ ટકશે એમ નહિ! કારણ કે, એ પાંચ છે તો જ શ્રાવકશ્રાવિકા છે. तिहं दुष्पडियारं अम्मापिउणो तहेव भट्टिस्स । धम्मायरियस्स पुणो भणियं गुरूणो विसेसेउं ।। ૧૫૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy