SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જ મૈયા-ગુરખાઓને છૂટા કરી શકો છો, અમારી કોઈ ચિંતા ન કરશો.” આ વાર્તાલાપના અંતે જીવાભાઈ, નગીનભાઈ વગેરે ઊભા થઈ ગયા. જીવાભાઈના અવાજમાં ઉગ્રતા અને આવેશ વર્તાતો હતો. ત્રણેય આગેવાનો નીચે આવ્યા. ઉપાશ્રયના ઓટલે બેઠા. આજે પણ એ વાતની સાખ પૂરતો ઓટલો ત્યાં મોજૂદ છે. નગીનભાઈએ કહ્યું : “જીવાભાઈ ! સાચું કહું તો, મને તો આજે એક સાચા સાધુનાં દર્શન થયાં. જેને સંસારીની કાંઈ પડી જ ન હોય, જે એકમાત્ર વીતરાગ શાસનના સહારે જ જીવતો હોય. તમને નથી લાગતું કે આજના વ્યવહારમાં આપણે ભૂલ કરી છે ?' ‘ભૂલ તો કરી જ છે, પણ કરવું શું? મારાથી બોલાઈ ગયું. મને પણ થાય છે કે મારે આમ નહોતું કહેવું જોઈતું.” આમ બોલીને જીવાભાઈ પોકે પોકે રડી પડ્યા. ત્રણેય આગેવાનો ફરી ઉપર આવ્યા. બન્નેએ પૂજ્યોના પગમાં પડી માફી માંગી. બન્નેય પૂજ્યોએ સહજ ભાવે માફી આપી અને સમજાવ્યું કે “ધર્મોપદેશ સાંભળવા આવનારને ધર્મોપદેશ આપવો એ સાધુનું કર્તવ્ય છે. વિધિમાર્ગ સમજવા માગે એને વિધિ સમજાવવી અમારી ફરજ છે.” અધ્યાત્મસારમાં કહ્યું છે - विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधिच्छूनाम् । अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ।। “વિધિનું કથન કરવું, વિધિનો રાગ ધરવો, વિધિમાર્ગે ચાલવા ઈચ્છતા લોકો આગળ વિધિમાર્ગનું સ્થાપન કરવું અને અવિધિનો નિષેધ કરવો આ પ્રમાણે અમારી પ્રવચન પ્રત્યેની ભક્તિ છે.” ગુરુદેવે આગળ કહ્યું : “આ વ્યાખ્યાન બંધ રાખવામાં આવે તો જગત સુધી પરમાત્માનો સાચો માર્ગ પહોંચે શી રીતે ?” જે પરિસ્થિતિમાં આ બધો વાર્તાલાપ થતો એ સમયની પરિસ્થિતિ સામાન્ય ન હતી. એ સમયે રોજની ખૂનની ધમકીઓ અને જાસાચિઠ્ઠીઓ આવતી. એક नियदव्यमईव जिणिदभवणजिणबिंबवरपइट्ठासु । वियरइ पसत्थपुत्थय-सुतित्थतित्थयरपूआसु ।। भक्तपक्खाण ૧૨૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy