SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અરેહતવ બધી ઇંદ્રિયો શાંત થઈ ગયેલી છે, જેમાં નિરભિમાન છે, જેમનાં દેશોનાં ઝરણું : સુકાઈ ગયેલાં છે, તેવા અરહંતાની દે પણ પૃહા કરે છે. ૫ જે પુરુષ પૃથ્વીની પેઠે કેઈની સાથે વિરોધ કરતો નથીઅર્થાત્ સર્વ પ્રકારે સહન કરે છે, ઇંદ્રષ્ટીલ છે તંભ જેવો રિથર-અડગ સુવતી છે, કાદવ વગરના પાણીના ધરાની પેઠે તદ્દન નિર્મળ છે, એવા અરહંત પુરૂષને સંસાર હતો નથી એટલે કે એવા પુરુષને સંસારના પ્રપંચ કશી પણ ઇજા કરી શકતા નથી. ૬ જગતના સ્વરૂપને સારી રીતે સમજીને તેના બંધનથી છૂટા થયેલા, વિશેષ શાંતિને પામેલા એવા અરહંતનું મન શાંત હોય છે, વાણી શાંત હોય છે અને કર્મ એટલે પ્રવૃત્તિ પણ શાંત હોય છે. ૭ - આ માટે મૂળમાં માનવ (આસ્રવ) શબ્દ છે. “આસવ' નો પદાર્થ “ઝર્યા કરવું-ટપક્યા કરવું' છે. જેમ થી દેષ કર્યા કરે તે આસવ. આ શબ્દ બૌદ્ધ અને જૈન પરંપરામાં જ પ્રચલિત છે. બૌદ્ધપરિભાષ માં આસવ ચાર છે –કામતૃષ્ણા, ભવ એટલે પરલોકની વાસના. દષ્ટિ એટલે કઈ પંથ કે વાડા દુરાગ્રહ અને અવિદ્યા-અજ્ઞાન. જૈન પરિભાષામાં આસવ પાંચ છે.-હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. જૈન પરંપરામાં કોઈ કઈ સ્થળે આસવ'ને બદલે “અણક્ય' (અન્નવ) શબ્દ પણ આવે છે, પરંતુ એ બંને શબ્દનો અર્થ એકસમાન છે. જ નગરના દરવાજા ઉપર હાથી સીધે ધસારે કરી ન શકે માટે તેની પાસે મજબૂત થાંભલો ખેડેલે હેય છે તેનું નામ ઇન્દ્રનીલ અથવા ઇશ્વકીલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy