SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ નિયતિ સાધ્ય છે. કેમ કે ભગવાનના કેવલજ્ઞાનમાં નિયત ભવમાં જ તમારો મોક્ષ થશે તેમ દેખાય છે. હવે કદાચ મોક્ષના ઉપાયવાદી કહે કે, સંયમમાં શ્રમ ક૨વાથી મોક્ષ જલદી થાય છે. તો નિયતિવાદી કહે છે કે, જો ત્યાં પણ=ભગવાનના જ્ઞાનમાં પણ, અનેકાંત છે, તો અમે જીતાઇ ગયા=અમે તમારાથી હારી ગયા. = આશય એ છે કે, ભગવાને કેવલજ્ઞાનમાં જે ભવમાં આપણો મોક્ષ થવાનો જોયો છે, તે ભવથી પહેલાં તપ-સંયમમાં યત્ન કરવાથી મોક્ષ થાય છે તેમ સ્વીકારીએ, તો ભગવાનના જ્ઞાનમાં અનેકાંત છે, તેમ માનવું પડે. – ભગવાનના જ્ઞાન પ્રમાણે ક્યારેક કાર્ય થાય છે, અને ક્યારેક ભગવાનના જ્ઞાનથી વિપરીત પણ કાર્ય થાય છે તેમ માનવું પડે. કેમ કે તપ-સંયમમાં યત્ન કરવાથી ભગવાને આપણા જેટલા ભવો જોયા હતા તેનાથી પહેલાં મોક્ષ થાય છે. તેથી ભગવાનનું જ્ઞાન વ્યભિચારી છે=ભગવાનના જ્ઞાનમાં અનેકાંત છે. તો નિયતિવાદી કહે છે કે તો અમે તમારાથી જીતાઈ ગયા=હારી ગયા, કેમ કે નિયતિથી મોક્ષ થાય છે તેમ અમે કહી શકીશું નહિ; પરંતુ માનવું જ પડશે કે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરીએ તો મોક્ષની પ્રાપ્તિ શીઘ્ર થાય છે. પરંતુ તેમ સ્વીકારશો તો અમારો નિયતિવાદ ઊડી જશે, આમ છતાં તમે મોક્ષસાધક કોણ છો ? એ પ્રશ્ન ઉભો થશે. કેમ કે મોક્ષના ઉપાય સાક્ષાત્ દેખાતા નથી, પરંતુ ભગવાનના વચનના બળથી તમે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરો છો, અને તમે જ કહો છો કે ભગવાનનું વચન વ્યભિચારી છે. તેથી જેમનું વચન અસંગત હોય તેમના વચનથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થઈ શકે નહિ. તેથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરનાર એવા તમે કોણ રહ્યા ? અર્થાત્ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ કરનાર તમે નથી. આમ કહીને નિયતિવાદીને એ સ્થાપવું છે કે, કેવલીનું જ્ઞાન અવ્યભિચારી માનવું ઉચિત છે. અને જો તેમનું જ્ઞાન અવ્યભિચારી માનીએ તો મોક્ષનો કોઈ ઉપાય નથી, પણ નિયતિથી જ મોક્ષ થાય છે, તેમ માનવું ઉચિત છે. ||૧૦૨ અવતરણિકા : મોક્ષ માને છે અને મોક્ષના ઉપાયને નથી માનતા, તેનું સ્થાપન ગાથા-૯૮ થી ૧૦૨ સુધી કર્યું. હવે તે મતનું નિરાકરણ કરતાં કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy