SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ આપણા ભવ અધિક કે ઓછા થવાના નથી, તો કાયકષ્ટ શું કામ કરો છો ? અર્થાત્ કાયકષ્ટ કરવાનો કોઈ અર્થ નથી. ઉત્થાન :- . કાયકષ્ટ મોક્ષનું કારણ નથી, કેમ કે કેવલીના જ્ઞાનમાં આપણા જોયેલા ભવમાં હાનિ-વૃદ્ધિ થતી નથી. હવે તે કાયકષ્ટ કેવું છે? કેવા ફળવાળું છે ? તે બતાવતાં કહે છે – અનુવાદ : કરું....રંગો છો ? - ફોગટ ક્રિયા દેખાડીને લોકને રજો છો. તપ-સંયમની ક્રિયા એ લોકરંજની ક્રિયા કેમ છે? તે બતાવે છે - વષ્ટ વરચ.....તેતના દુચ, - કષ્ટ કરશે તેને અને જે કષ્ટ નહિ કરે તેને પણ જ્ઞાનીએ ભવ દિઠા છે તેટલા જ થશે, અધિક ઓછા થશે નહિ. માટે આ તપ-સંયમની ક્રિયા મોક્ષનું કારણ નથી, પણ લોકરંજન માટે કરો છો. (એમ પૂર્વપક્ષી કહે છે.) ૩ ૪ સિદ્ધસૈનીય નિયતકાત્રિશિવાયા = જ્ઞાનીએ આપણા જેટલા ભવો જોયા છે, તેટલા જ થશે; પરંતુ તપ-સંયમની ક્રિયા કરવાથી ઓછા થઈ શકે નહિ; એ જ વાતની પુષ્ટિ નિયતિદ્વાત્રિશિલ્મના શ્લોકથી કરે છે. તેનો અર્થ આ પ્રમાણે - જ્ઞાનમfમવારં....૧૦૨ - જિનોનું જ્ઞાન જો આવ્યભિચારી હોય તો તપ-સંયમમાં શ્રમ કરો નહિ. હવે ત્યાં પણ=જિનોના જ્ઞાનમાં પણ, અનેકાંત છે; તો અમે જીતાઈ ગયા. પરંતુ તમે “મોક્ષસાધક કોણ? I૧૦શા ભાવાર્થ : નિયતિકાત્રિશિકાનું ઉદ્ધરણ જે આપ્યું તેનો ભાવ એ છે કે, નિયતિથી જ સર્વકાર્ય થાય છે તેમ માનનાર દૃષ્ટિથી કહે છે કે, જો કેવલીનું જ્ઞાન અવ્યભિચારી હોય તો કેવલીએ જે ભવમાં તમારો મોક્ષ જોયો છે તે ભવમાં જ તમારો મોક્ષ થશે. માટે મોક્ષના ઉપાયોમાં શ્રમ કરવો નહિ; કેમ કે મોક્ષ શ્રમસાધ્ય નથી, પરંતુ s-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy