SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦] અનેકાન્તિકતા અને પૂજ્યતાની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ થાય જ. મુનિને આક્રોશ કરનારને જો અધર્મ થાય, તો મુનિને વંદન કરનારને અવશ્ય ધર્મ થાય જ. તેવી રીતે કોપ અને પ્રસાદરહિત જિન તથા સિદ્ધને નમસ્કાર કરનારાને શુભ પરિણામથી યથોક્તફળની પ્રાપ્તિ થવામાં શો દોષ છે ? તથા હિંસા કરીશ, જૂઠું બોલીશ, ધનાદિનું અપહરણ કરીશ, પદારા સેવીશ, ઇત્યાદિ પાપનું કોઇ ચિત્તવન કરે, તે વખતે જેનું તેવું ચિંતવ્યું હોય તેને કોપાદિ ઉત્પન્ન થતા નથી, તોપણ હિંસાદિક પાપ ચિંતવનારને અધર્મ અને દયાદિના શુભ સંકલ્પથી તેને ધર્મ થાય છે, તેવી રીતે અહીં પણ કષાયરહિત અરિહંતાદિકને શ્રાપ આપનારને અધર્મ, અને સ્તુતિ કરનારને ધર્મ થાય છે. તેથી કરીને સ્વપ્રસાદ અને સ્વ-કોપથી જ ધર્માધર્મ થાય તે યોગ્ય છે. માટે ધર્મના અર્થીએ સ્વપ્રસાદને વિષે યત્ન કરવો. તે સ્વપ્રસાદ જિન અને સિદ્ધની પૂજાથી અવશ્ય થાય છે જેનું ફળ અપ્રમેય (અનંત) છે, તેથી સ્વપ્રસન્નતા માટે આ અહંદાદિના નમસ્કારનો પ્રયત્ન છે. “જ્ઞાનાદિ ત્રણની જેમ પૂજ્ય જિન અને સિદ્ધો સ્વમન પ્રસન્નતાના હેતુ છે, કેમકે તેઓ જ્ઞાનાદ્યાત્મક તથા કોપ અને પ્રસાદરહિત છે.” જિન અને સિદ્ધ સિવાયના શેષ આચાર્યાદિ દ્રવ્યના અર્થી દ્રરિદ્રીની જેમ મોક્ષને માટે પૂજવાયોગ્ય નથી. કેમકે તેઓ અકૃતાર્થપણાથી રાગ-દ્વેષસહિત છે. જે વીતરાગ છે, તે કષાયજનિત ચિત્તની કાલુષ્યતા સાથે નથી જોડાતા, પણ જે વિદ્યમાન કષાયનો નિગ્રહ કરે છે, તે આચાર્યાદિ પણ તેમના (વીતરાગતા) સમાન જ છે. (તેથી તે રાગ-દ્વેષ સહિત છે, એમ કેમ કહેવાય ?) ૩૨૫૫ થી ૩૨૬૫. હવે અકૃતાર્થરૂપ હેતુની અનેકાંતિકતા અને અરિહંતાદિ પાંચેયની પૂજ્યતાને સિદ્ધ કરે છે : नाणाइमयत्ते सइ पुज्जा कोव-प्पसायविरहाओ। निययप्पसायहेउं नाणाइतियं जिण-सिद्धा ॥३२६३॥ पुज्जा जिणाइवज्जा नहि मोक्खत्थं सराग-दोस त्ति । अकयत्थभावओ वि य दब्बत्थाए दरिद्द व ॥३२६४॥ कलुसफलेण न जुज्जइ किं चित्तं तत्थ जं विगयरागो । संते वि जो कसाए निगिण्हई सो वि तत्तुल्लो ॥३२६५।। न परोवयारओ च्चिय धम्मो न परोवयारहेडं च । पूयारंभो नणु सपरिणामसुद्धत्थमक्खाओ ॥३२६६॥ पूया परोवयाराभावे वि सिवाय जिणवराईणं । परिणामसुद्धिहेउं सुभकिरियाओ य बंभं व ॥३२६७॥ परहिययगया मेत्ती करेइ भूयाण कमुवयारं सा । अवयारं दूरत्थो कं वा हिंसाइसंकप्पो ? ॥३२६८॥ धम्माधम्मनिमित्तं तहावि तह चेव निरुवगारो वि । पूयासुहसंकप्पो धम्मनिमित्तं जिणाईणं ॥२३६९।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy